આજના માર્કેટયાર્ડ ભાવ

ગુજરાત ગંજ બજારોમાં એરંડાની આવકો ધૂમ, ભાવ તળીયે ખેડૂતોમાં નિરાશા

Aranda Bajar Bhav 2024
Written by Gujarat Info Hub

Aranda Bajar Bhav 2024: ગુજરાત માર્કેટયાર્ડોમાં એરંડાનાં પીઠામાં એરંડાની આવકો ધૂમ ભાવ તળીયે ખેડૂતોમાં નિરાશા. ગુજરાતનાં વિવિધ માર્કેટ યાર્ડોમાંમાં સરેરાશ એરંડાના ભાવો 1100 થી 1150 રહેવા પામ્યા હતા જ્યારે માલની આવકની વાત કરવામાં આવેતો એરંડાની આવક ગંજ બજારમાં 76000 ગુણી કરતાં વધારે રહેવા પામી હતી.

ગુજરાતમાં એરંડાના ગત વર્ષના ભાવની સરખામણીએ ભાવમાં 50 રૂપિયાનો મણે ઘટાડો રહેતાં ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. અગાઉના વર્ષોમાં એરંડાના ભાવો 1200 ઉપર રહેતાં સારા ભાવ મળવાની આશાએ વેપારીઓ અને ખેડૂતો દ્વારા એરંડાનો મોટા ભાગે સ્ટોક કરવામાં આવે છે. ગત વર્ષે મળેલા 1200 રૂપિયાના ભાવ મેળવવા ઘણા ખેડૂતો પોતાનો માલ વેચવાનું ટાળી રહ્યા છે. વેપારી મિત્રો અને અને કેટલાક જાણકારોનું કહેવું છે કે એરંડા વાયદામાં કોઈ સુધારો થવાનું હમણાં જણાતું નથી. તેથી કેટલાકનું કહેવું છે કે ભાવ હજી ઘટી શકે છે.

ગત વર્ષે જીરાના ભાવે પુષ્કળ ઉછાળો મારતાં ખેડૂતોએ જીરાનું બંપર વાવેતર કરેલ છે. અને એરંડાનું પ્રમાણમાં ઓછું વાવેતર કરેલ છે. વળી એરંડામાં સુકારો અને બીજા અજાણ્યા રોગોએ માથું ઊંચકતા ઉત્પાદન પણ ઘટવાની ભીતિ સેવાઇ રહી છે. એટલે ઉત્પાદન અને ઓછા ભાવ બંને રીતે ખેડૂતને ઓછી આવક મળવાથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.

આજના એટલે કે 10/02/2024  વાર : શનિવાર  ના ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડોમાં એરંડાના ભાવ આ મુજબ જોવા મળ્યા છે.

અ.નમાર્કેટયાર્ડનુંનામઆવક ગુણીનીચો ભાવઊંચો ભાવ
1ભાભર માર્કેટયાર્ડના ભાવ600011101143
2પાંથાવાડા27011251140
3પાલનપુર માર્કેટયાર્ડ115011001141
4ડીસા માર્કેટયાર્ડ
5થરા માર્કેટયાર્ડ132011251155
6કડી માર્કેટયાર્ડ500011121144
7દિયોદર માર્કેટયાર્ડ120011201138
8રાધનપુર માર્કેટયાર્ડ150011251145
9ભીલડી માર્કેટયાર્ડ30011221137
10લાખણી માર્કેટયાર્ડ60011301138
11થરાદ માર્કેટયાર્ડ250011201146
12પાટણ માર્કેટયાર્ડ533011001153
13હારીજ માર્કેટયાર્ડ210011201150
14સિધ્ધપુર માર્કેટયાર્ડ175011101145
15વિસનગર માર્કેટયાર્ડ200011001110
16કુકરવાડા માર્કેટયાર્ડ25011051138
17મહેસાણા માર્કેટયાર્ડ90011251138
18કડી માર્કેટયાર્ડ500011121144
19કાલોલ માર્કેટયાર્ડ87011301143
20માણસા માર્કેટયાર્ડ120011301145
21વિજાપુર માર્કેટયાર્ડ55011151150
22ગોઝારીયા માર્કેટયાર્ડ18011051119
23હીમતનગર માર્કેટયાર્ડ15011301135
24મોડાસા માર્કેટયાર્ડ4011251130
25દહેગામ માર્કેટયાર્ડ25011301135

મિત્રો, વિવિધ સ્રોત તરફથી અમોને મળતી માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. અમે ખેડૂત અને વેપારી મિત્રોને માલ ખરીદ કે વેચાણ કરવા કોઈ સલાહ આપતા નથી. ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડના ભાવો રોજે રોજ વાંચવા માટે અમારી વેબ સાઇટ જોતા રહેશો અને  આજનો અમારો આ આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર

આ જુઓ:- Minimum Support Price: ખેડૂતભાઈઓ માટે ખુશ ખબર, ટેકાના ભાવ જાહેર, આ તારીખથી નોધણી પ્રક્રિયા શરૂ

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment