આજના માર્કેટયાર્ડ ભાવ Trending

Aranda Bhav Today: ભાભર માર્કેટ યાર્ડમાં એરંડાની અઢળક આવક,  આજના આટલા ભાવ મળ્યા.  

Aranda Bhav Today
Written by Gujarat Info Hub

ભાભર માર્કેટ યાર્ડમાં એરંડાના બજાર ભાવ ( Bhabhar Aranda Bhav Today ) 1040 થી 1175 મળ્યા એરંડાની 5630 ગુણીની આવક   આજના બજાર ભાવ ઉત્તર ગુજરાતનાં ગંજ બજારોમાં એરંડાની આવકોમાં ખુબ વધારો થતાં ભાવમાં 20 થી 50 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો  છે . હાલમાં એરંડાની ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ માં 39000 જેટલી ગુણી ની આવકો થઈ રહી છે . એરંડા બજારભાવ 1100 થી 1182 સુધી જોવા મળી રહ્યો છે . હાલમાં ગંજ બજારોમાં એરંડા ઉપરાંત જીરું ,વરીયાળી ,ઈસબગુલ ,કપાસ ,જુવાર ,ઘઉં ,બાજરી ,રાજગરો,મેથી ,સુંવા ,અજમો ઉપરાંત રાજકા બાજરીની આવકો જોવા મળે છે. અને હરાજી પણ શરૂ છે . એરંડા બજારના ભાવની વાત કરીએ તો મહેસાણા ગંજ બજાર એરંડાના ભાવ ઊંચામાં 1100 થી 1175  જેટલા છે જ્યારે આજની તારીખે એરંડાની સૌથી વધુ આવક ભાભર ગંજ બજારમાં 5630  બોરી ની મબલખ આવક જોવા મળેલ છે. .ભાભર ગંજ બજારમાં આજના એરંડાના ભાવ 1040 થી 1175 સુધી જોવા મળ્યા છે .

ઉત્તર ગુજરાતનાં ગંજ બજારમાં વધતી એરંડાની આવકો વચ્ચે ખેડૂતો સારા ભાવની હજી પણ રાહ જોઈ રહ્યા છે .પરંતુ ભાવોમાં છેલ્લા કેટલાક સમયથી સ્થિરતા જોવા મળી રહી છે .એરંડાના પીઠાં માં રાધનપુર ભાભર, દિયોદર, થરા, ધાનેરા, ડીસા,પાંથાવાડા, પાલનપુર, સિધ્ધપુર ગંજ બજારો ઉપરાંત વિસનગર ,પાટણ,એ પી એમ સી મહેસાણા,કડીમાં પણ ભાવમાં થોડીક નરમાઈ જોવા મળી રહી છે ગંજ બજારોમાં એરંડા ઉપરાંત મગફળી,રાયડો ,જીરું ,વરીયાળી ,કપાસ ,જુવાર ,બાજરી ,ઘઉં ,તેમજ રાજગરો, અજમો અને સુવા તેમજ રાજકા બાજરીની આવકો પણ ગંજ બજારોમાં જોવા મળી રહી છે .  છેલ્લા  વર્ષમાં  ચોમાસા માં વરસાદનું પ્રમાણ  એરંડાના પાક માટે માફકસર રહ્યું હોવાથી એરંડાનું વાવેતર કરતા વિસ્તારોમાં ગત વર્ષની સરખામણી એ એરંડાનું વાવેતર ખૂબ સારા પ્રમાણમાં રહ્યું છે . પરતું પાછોતરો વરસાદ ચાલુ રહેતાં એરંડાનું વાવેતર કરવામાં થોડુક મોડુ પણ થયું હતું . તેથી ઉત્પાદન ઉપર થોડીક અસર એ પણ થઈ શકે . આ વર્ષે  એરંડાનું વાવેતર  મોટા પ્રમાણમાં  થયું હોવાનો અંદાજ છે . માત્ર ગુજરાત જ નહી પરંતુ રાજસ્થાન અને આંધ્ર પ્રદેશ વગેરે એરંડાનું વાવેતર કરતાં રાજ્યોમાં પણ વાવેતર વધારે રહ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે એટલે એરંડાનું ઉત્પાદન પણ ગત વર્ષ કરતાં વધુ રહેવાનો અંદાજ છે . જો કમોસમી વરસાદ અને વાવાઝોડા ની અસર એરંડાના પાકને નુકસાન ના થાય તો ઉત્પાદન જળવાઈ રહે .

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાલનપુર, પાટણ,મહેસાણા ઉત્તર ગુજરાત કચ્છ  સહિતના ના જિલ્લાઓ અને રાજસ્થાનના એરંડા નું વાવેતર કરતા જિલ્લાઓમાં ઉપરા ઉપરી થયેલાં માવઠાં અને વાવાઝોડા સાથેના વરસાદ થી એરંડાના પાકને અસર થવાની સંભાવના પણ નકારી શકાય એમ નથી . કેટલાક વિસ્તારોમાં  કરા અને પવન સાથે થયેલા વરસાદ થી પાકની એરંડા ભાગવાની કે તૂટવાથી કે એરંડા પડી જવાથી પણ નુકસાન થવાના સમાચાર છે . તેમ છતાં એકંદરે એરંડાનું ઉત્પાદન ગત વર્ષથી ખૂબ સારું રહેવાનો પણ એક અંદાજ ઘણા લોકો કરી રહ્યા છે .

અગાઉના માસમાં એરંડાનો ભાવ 1200 થી વધવા પામ્યો હતો. એરંડાના ભાવની વાત કરવામાં આવેતો ભાવમાં ઘણા સમયથી 1100  થી 1180  આસપાસ ભાવો જળવાઈ રહયાછે . ગત વર્ષે એરંડાના સારા ભાવો મળ્યા હોવાથી ખેડૂતો સારા ભાવની આશા રાખીને બેઠા છે . પરંતુ એરંડા બજારમાં ભાવો વધવાને બદલે 20 થી 50 રૂપિયા આસપાસ બજારો નરમ રહેવા પામી છે . હાલની સ્થિતિ જોતાં એરંડાના ભાવમાં કોઈ મોટા ફેરફારો આવે તેવું જણાતું નહી . એરંડા વાયદા બજાર માં પણ કોઈ મોટા ફેરફાર થાય તેવું કોઈ કહેતું નથી .

વર્તમાનમાં એરંડાના બજાર ભાવ ગુજરાતની માર્કેટમાં નીચે મુજબ જોવા મળે છે . એરંડાના ભાવ વિશે અમને વિવિધ સ્રોત તરફથી માહીતી અત્રે રજૂ કરવામાં આવી છે .તેથી ખેડૂતો તેમજ એરંડાની ખરીદી અને વેચાણ કરતાં વેપારી ભાઈઓ એ પોતાની વિવેક બુધ્ધિ અને ધંધાદારી નિષ્ણાતો ના અભિપ્રાય મુજબ ખરીદ કે વેચાણ કરવું . અમે કોઈને એરંડા ખરીદવા કે વેચાણ કરવાની સલાહ આપતા નથી .

Aranda Bhav Today

અ.નં.માર્કેટયાર્ડનું નામનીચો ભાવઊંચોભાવઆવક
1અંજાર માર્કેટયાર્ડ11001150650
2આંબલીયાસણ માર્કેટ11001111115
3કડી માર્કેટયાર્ડ110011702450
4કલોલ માર્કેટયાર્ડ11001157300
5કુકરવાડા માર્કેટયાર્ડ11001166200
6ગુંદરી માર્કેટયાર્ડ11301150200
7માંડલ માર્કેટયાર્ડ1092111127
8ડીસા માર્કેટયાર્ડ11001161430
9થરા માર્કેટયાર્ડ113011751150
10થરાદ માર્કેટયાર્ડ115011751700
11ઇકબાલ ગઢ  માર્કેટયાર્ડ1115112225
12ધાંગધ્રા માર્કેટયાર્ડ1120114195
13ધાનેરા માર્કેટયાર્ડ11001163800
14નેનાવા માર્કેટયાર્ડ110011741585
15પાટડી માર્કેટયાર્ડ11251138605
16પાટણ માર્કેટયાર્ડ110011822155
17પાલનપુર માર્કેટયાર્ડ113011611180
18પીલુડા માર્કેટયાર્ડ11401160490
19બેચરાજી માર્કેટયાર્ડ11251155320
20ભચાઉ માર્કેટયાર્ડ11371151330
21ભાભર માર્કેટયાર્ડ114011755630
22ભીલડી માર્કેટયાર્ડ11301161120
23શિહોરી માર્કેટ યાર્ડ11361160
24મહેસાણા માર્કેટયાર્ડ11001175460
25રાપર  માર્કેટયાર્ડ11001130400
26માણસા માર્કેટયાર્ડ11201263875
27રાધનપુર માર્કેટયાર્ડ110011621100
28રાપર માર્કેટયાર્ડ115011891800
29લાખણી માર્કેટયાર્ડ11251167315
30વારાહી માર્કેટયાર્ડ11001135150
31વાવ માર્કેટયાર્ડ11501165500
32વિજાપુર  માર્કેટયાર્ડ11001178385
33વિસનગર માર્કેટયાર્ડ114011661250
34સમી માર્કેટયાર્ડ11301145175
35સિધ્ધપુર માર્કેટયાર્ડ114011801275
36હળવદ માર્કેટયાર્ડ11011139765
37હારીજ માર્કેટયાર્ડ110011681100
38પાંથાવાડા11401150210
ખેડૂત મિત્રો અને વેપારી ભાઈઓ અમારો આપને ઉપયોગી થાય તેવો આર્ટીકલ એરંડા ના આજના બજાર ભાવ (Arnda Bajar Bhav )એરંડા નો આજનો ભાવ 2023 અથવા  એરંડાનો આજનો ભાવ તેમજ એરંડા વાયદા બજાર લેખ આપને કેવો લાગ્યો તે અમને અચૂક જણાવશો . અને રોજે રોજ એરંડાના ભાવ Aranda Na Bhav જોવા માટે અમારો આર્ટીકલ વાંચતા રહેશો . તેમજ આપનાં સૂચનો પણ કોમેંટમાં અચૂક જણાવશો ,અમારો આ આર્ટીકલ વાંચવાંવા માટે આપનો ખૂબ ખૂબ આભાર !

આ જુઓ:- ઊંઝા માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ ꠰ APMC Unjha RATE TODAY

About the author

Gujarat Info Hub

Leave a Comment