ખેતી પદ્ધતિ Business Idea

એક વખત વાવણી કરીને 40 વર્ષ સુધી કમાણી આપતા વાંસની ખેતી કરી કરોડો રૂપિયા કમાઓ

વાંસની ખેતી
Written by Gujarat Info Hub

વાંસની ખેતી (Bamboo Farming ) : ગુજરાતના ઘણા પ્રગતિશીલ ખેડૂતો પરંપરાગત ખેતીને બાય બાય કરી વાંસ,અરડૂસો,નિલગીરી,લીમડો, મહોગની વગેરે ની ખેતીમાં ઝંપલાવી રહ્યા છે. દરેક સિઝનમાં વાવણી નો ખર્ચ વરસાદ અને વાવાઝોડાં જેવી કુદરતી આફતોને લીધે ખેતીમાં ધાર્યું ઉત્પાદન ના  મળતાં એક વખત જ વાવણી કરી વર્ષો સુધી કમાણી આપતી ખેતી તરફ વળ્યા છે.

વાંસની ખેતી પધ્ધતિ :

આજે અમે તમને અઢળક કમાણી આપતી વાંસની ખેતી વિશે વાત કરવાના છીએ. વાંસ ખૂબ ઉપયોગી વનસ્પતિ છે. અને તેના વિવિધ ઉપયોગોને લીધે ભારતનાં બજારોમાં તેની ઘણી માગ છે. સરકાર પણ વાંસની ખેતી કરતા ખેડૂતોને સબસીડી આપીને તેમને મદદરૂપ થઈ રહી છે. ભારતમાં વાંસની કુલ 156 જાતિ જોવા મળે છે. ખેતી કરનાર ખેડૂત ઓછું પોલાણ ધરાવતી મજબૂત જાતના વાંસના છોડ એટલેકે રોપાની પસંદગી કરી ઉચ્ચ ગુણવત્તા વાળા વાંસની ખેતી કરીને મબલખ આવક મેળવી શકે છે.

જમીન અને આબોહવા :

ગુજરાતના જંગલોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભરુચ,પંચમહાલ,ગોધરા,વલસાડ,ડાંગ વગેરે જિલ્લાઓમાં વાંસનું વાવેતર જોવા મળે છે. ખેતરની વાડ અને શેઢે પાળે વાવવામાં આવતા વાંસને હવે તો ખેતરમાં મુખ્ય ખેતી તરીકે વાવવામાં આવી રહ્યા છે.વાંસની ખેતી સરળ અને પ્રમાણમાં ઓછી ખર્ચાળ અને રેઢિયાળ પશુઓથી સુરક્ષિત છે.

વાંસને સામાન્ય રીતે તમામ પ્રકારની જમીન માફક આવે છે. તેમ છતાં સારા નિતારવાળી,ફળદ્રુપ જમીન વાંસના વધુ ઉત્પાદન એને વિકાસ માટે ઉત્તમ છે. સૌ પ્રથમ અન્ય પાકની જેમજ ખેતરને સારી રીતે ખેડીને તૈયાર કરીને ત્રણ બાય ત્રણ ના ખાડા પાંચ ફૂટના અંતરે તેમજ બે હાર વચ્ચે 8 થી 10 ફૂટનું અંતર રાખી છાણીયું ખાતર વગેરે નાખી રોપાને રોપવામાં આવે છે. રોપાઓ મેળવવા માટે સરકારી અને પ્રાઈવેટ નર્સરીઓ માંથી ઉત્તમ કવોલીટીના રોપા 50 થી 60 રૂપિયાના ભાવમાં મળી રહે છે. 1 હેક્ટરમાં 1500 જેટલા રોપાઓની જરૂર પડે છે.

વાંસની રોપણીનો સમય :

 આમતો ગમે ત્યારે વાંસને રોપી શકાય છે. પરંતુ વાંસનું વાવેતર સામાન્ય રીતે ચોમાસાના પ્રથમ વરસાદ પછી કરવું સારું ગણાય છે. જેથી ચોમાસા દરમ્યાન પિયત આપવાની જરૂર રહેતી નથી. ત્યારબાદ જરુરીયાત મુજબ પ્રમાણસર પાણી આપવું પડે છે. વાંસને ભેજવાળું વાતાવરણ વધુ અનુકૂળ રહે છે. માત્ર ઠંડા પ્રદેશો અને પહાડી ઢોળાવવાળા વિસ્તારો વાંસની ખેતી માટે અનુકૂળ નથી.

વાંસની ખેતીના ફાયદા :

વાંસના ખેતરમાં અન્ય પશુઓ દ્વારા નુકસાન થવાનો ભય પણ ઓછો રહે છે. વળી વાંસના પાંદડા ખેતરમાં સેંદ્રિય ખાતર બનાવીને જમીનને ફળદ્રુપ બનાવે છે. વાંસ 3 થી 5 વર્ષે કટિંગ માટે તૈયાર થઈ જાય છે. જે 40 વર્ષ સુધી સતત વાંસ આપતું રહે છે. ફળદ્રુપ જમીન અને કાળજી રાખવામાં આવેતો એક રોપા માંથી 5 અને વધારે વાંસ તૈયાર થતાં 3 વર્ષ કે 5 વર્ષે 7500 વાંસ મળે છે. હાલમાં એક વાંસની અંદાજીત કિમત 150 રૂપિયા ગણવામાં આવે તો 10,00,000 દસ લાખ રૂપિયા હેક્ટર દીઠ મળે છે.

વાંસની બંને હરોળ વચ્ચે છાંયડા માં થઈ શકે તેવા આંતર પાકો પણ લઈ શકાય છે. આમ વાંસની ખેતી  લાંબા સમય સુધી આવક આપનારી છે.

વાંસના વિવિધ ઉપયોગ :

અગરબતી બનાવવામાં,તંબુના ટેકા બનાવવામાં,વાંસના તોપલા, મકાન બાંધકામ માં પાલખ બાંધવામાં અને  સેંટિંગના ટેકા માટે,કોલસો,નિસરણી મકાનમાં વિવિધ ઉપયોગો ,કલાત્મક કૂબા કે છાપરા વગેરેમાં વાંસનો ઉપયોગ થાય છે. માટે વાંસની માગ દરવર્ષે વધતી રહે છે.   

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment