નોકરી & રોજગાર ગુજરાતી ન્યૂઝ

BMC Vacancy 2024: ભાવનગર મહાનગર પાલિકામાં વિવિધ જગ્યાઓ માટે ભરતી, આજે જ અરજી કરો

BMC Recruitment 2024
Written by Gujarat Info Hub

BMC Vacancy 2024: ભાવનગર મહાનગર પાલિકામાં વિવિધ જગ્યાઓ માટે ભરતી. આજેજ અહીથી અરજી કરો. આ જગ્યાઓ માટે Ojas વેબ પોર્ટલ મારફત અરજીઓ મંગાવવામાં આવી છે. જો તમે જાહેરાતમાં દર્શાવેલ લાયકાત ધરાવતા હો અને નોકરીની રાહ જોઈ રહ્યા છો તો આ લેખ આપના માટે ખૂબ મહત્વનો છે. અહી અમે આપને જગ્યાઓની વિગત,પગાર ધોરણ અને અરજી કરવાની પાત્રતા સહિતની માહિતી આપી રહ્યા છીએ આપ છેલ્લે સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.

BMC Vacancy 2024

સંસ્થાભાવનગર મહાનગર પાલીકા
પોસ્ટનું નામપીડીયાટ્રીશીયન, સ્ટેશન ફાયર ઓફિસર ,ગાયનેકોલોજીસ્ટ અને અન્ય
અરજી કરવાનીન તારીખ૦૮/૦૩/૨૦૨૪
અરજી કરવાની છેલ્લી તારીખ૨૩/૦૩/૨૦૨૪
સત્તાવાર સાઈટbmcgujarat.com

જગ્યાઓની વિગત :

  • પીડીયાટ્રીશીયન 2 જગ્યા
  • સ્ટેશન ફાયર ઓફિસર  1 જગ્યા  
  • ચીફ ફાયર ઓફીસર 1 જગ્યા
  • ગાયનેકોલોજીસ્ટ 1 જગ્યા
  • ડેપ્યુટી ચીફ ઓફીસર 1 જગ્યા
  • વેટેનરી ઓફીસર 1 જગ્યા
  • ટેકનિકલ આસીસ્ટંટ (ઇલેક્ટ્રીક ) 2 જગ્યા
  • સ્વિમિંગ ઇન્સ્ટક્ટર  1 જગ્યા

ભાવનગર મહા નગર પાલિકા ની નીચે દર્શાવેલ જગ્યાઓ પૈકી નિયમોનુસાર કેટલીક જગ્યાઓ અનામત ઉમેદવારો માટે ફાળવવામાં આવેલ છે.

પગાર ધોરણ :

 પીડીયાટ્રીશીયન,સ્ટેશન ફાયર ઓફિસર,ચીફ ફાયર ઓફીસર, ગાયનેકોલોજીસ્ટ,ડેપ્યુટી ચીફ ઓફીસર અને  વેટેનરી ઓફીસરની જગ્યાઓ માટે બે વર્ષનો ફીક્સ પગારનો સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ કર્યા પછી સાતમા પગાર પંચ  મુજબ નિયમિત પગાર ધોરણમાં અને ટેકનિકલ આસીસ્ટંટ અને સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટરની જગ્યા માટે પાંચ વર્ષનો ફીક્સ પગારનો સમયગાળો પૂર્ણ થતાં નિયમિત પગારધોરણમાં સમાવેશ કરવામાં આવશે. વિગતવાર પગાર ધોરણ માટે જાહેર ખબરનું નોટિફિકેશન જોવા વિનંતી

શૈક્ષણિક લાયકાત :

વિવિધ જગ્યાઓની ભરતી માટે જગ્યાને અનુરૂપ શૈક્ષણિક લાયકાત માગવામાં આવી છે. જે તે જગ્યાની શૈક્ષણિક લાયકાત જોવા માટે ભાવનગર મહાનગર પાલીકાનું નોટિફિકેશન જોવા વિનંતી

વય મર્યાદા :

અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહી. ભાવનગર મહા નગરપાલિકાના ઉમેદવારોને ઉપલી વય મર્યાદાનો બાધ નડશે નહી. અનામત કેટેગીરીમાં આવતા ઉમેદવારો માટે નિયમોનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળશે.

અરજી કરવાની રીત અને તારીખ :

ભાવનગર મહા નગર પાલિકાની આ જગ્યાઓ માટે ઉમેદવારોએ માત્ર OJAS પોર્ટલ પર ઓન લાઇન  અરજી કરવાની રહેશે. અરજી કરવાની તારીખ : 08/03/2024 બપોરના 2.00 કલાક થી 23/03/2024 ના સમય 23.59 દરમ્યાન અરજી કરી શકાશે.  

પરીક્ષા અને પરીક્ષા ફી :

સામાન્ય વર્ગના ઉમેદવારો એ રૂપિયા 500 +પોસ્ટ ચાર્જ  અને અનામત શ્રેણીમાં આવતા ઉમેદવારોએ રૂપિયા 250+પોસ્ટ ચાર્જ  પરીક્ષા ફી માત્ર પોસ્ટ ઓફીસ મારફત ભરવાની રહેશે અને તે અંગેનું ચલણ મેળવી લેવાનું રહેશે.

લેખિત અથવા મોખિક પરીક્ષા માટેનો નિર્ણય મહાનગર પાલિકાની પસંદગી સમિતિ  દ્વારા  ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે. જે તમામ ઉમેદવારોને  બંધન કર્તા રહેશે.

અગત્યની લીંક્સ :  

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લીક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
BMC Vacancy Link

આ પણ વાંચો : Gujarat Tourism Recruitment 2024: ગુજરાત ટુરિઝમમાં વિવિધ જગ્યાઓની ભરતી, આજે જ અરજી કરો

મિત્રો, વધુ માહિતી માટે BMC નગરપાલિકાની સત્તાવાર વેબ સાઇટ અથવા OJAS ની વેબ સાઇટ પર મૂકવામાં આવેલ જે તે જગ્યાનું વિગતવાર નોટિફિકેશન કાળજીપૂર્વક વાંચી પછીજ અરજી કરવા વિનંતી છે.  

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment