મિત્રો આજના સમયમાં ન્યુઝમાં તમે જોયુ હશે ગેસ સિલિન્ડર વિસ્ફોટના મોટાભાગના કિસ્સાઓ અવાર નવાર થતા રહે છે, જે ગેસની પાઇપ લિકેજથી અથવા LPG સિલિન્ડરની એક્સપાયરી ડેટ પુરા થતા પણ તેનો વપરાશ કરવો. તો આજે આપણે તમારી ગેસ પાઇપની અને ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ કેવી રીતે ટ્રેક કરવી તેના વિશે સંપુર્ણ માહિતી મેળવીશું.
વાસ્તવમાં, ગેસ સિલિન્ડર વિસ્ફોટના મોટાભાગના કિસ્સાઓમાં, તે પાઇપમાંથી ગેસના લીકેજ અથવા સિલિન્ડરની એક્સપાયરી ડેટ પુર્ણ થતા પણ વપરાશના કારણે થાય છે. જો કે, જો તમે નાની વસ્તુઓ પર ધ્યાન આપો છો, તો તમે તમારી જાતને અથવા તમારા કુટૂબને આવા ખરાબ અકસ્માતોથી બચાવી શકશો.
આજે અમે તમને રસોડામાં ગેસ સિલિન્ડર રાખવાની યોગ્ય જગ્યા, તેનો ઉપયોગ કરવાની સાચી રીત અને LPG સિલિન્ડરની એક્સપાયરી ડેટ ચેક કરવા માટેની સંપુર્ણ માહિતી આ લેખના માધ્યમથી જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણીએ તેના વિશે.
રસોડામાં ગેસ સિલિન્ડર રાખવું યોગ્ય છે કે નહીં?
લોકોને વારંવાર આ પ્રશ્ન થાય છે કે રસોડામાં સિલિન્ડર રાખવું યોગ્ય છે કે નહીં, તો જવાબ મળે છે કે ગેસ સિલિન્ડર અને દરવાજા વચ્ચેનું અંતર ઓછામાં ઓછું 1 મીટર હોવું જોઈએ. તમે રસોડામાં 1 x 9 કિલોનું સિલિન્ડર રાખી શકો છો, જેને તમે તમારા ગેસ સગડીની બાજુમાં મુકી શકો છો. પરતું આ પહેલા તેની એક્સપાયરી ડેટ ચેક કરવી યોગ્ય છે/
ગેસ સિલિન્ડર ક્યાં રાખવું?
રસોડામાં ગેસ રાખવા માટે હંમેશા એવી જગ્યા પસંદ કરો જે યોગ્ય અને સુરક્ષિત હોય. ગેસ સિલિંડરને બાળકોથી દુર રાખવાનુ કહો કેમ કે તે ગેસની નળિને નુકાસાન પહોચાડી શકે છે, અને સિલિન્ડરને ગેસના સગડીથી થોડે દૂર રાખો. સિલિન્ડરને નાની ખુલ્લી જગ્યામાં મૂકો. ધ્યાન રાખો કે સિલિન્ડર એવી જગ્યાએ ન રાખવું જોઈએ જ્યાં સૂર્યની ગરમી પહોંચે અથવા આગ કે સ્પાર્કનું જોખમ વધુ હોય. વધુમાં ગેસ સિલિન્ડરને હંમેશા ઇલેક્ટ્રિકલ બોર્ડથી દૂર રાખો.
આ જુઓ:- BMC Vacancy 2024: ભાવનગર મહાનગર પાલિકામાં વિવિધ જગ્યાઓ માટે ભરતી, આજે જ અરજી કરો
ગેસ સિલિન્ડર ફાટવાનું મુખ્ય કારણ શું છે?
મોટાભાગના કિસ્સાઓમાં એવું જોવામાં આવ્યું છે કે ગેસ સિલિન્ડર બે કારણોસર ફાટી શકે છે. પ્રથમ કારણ ગેસ લીક થવાનું છે, કારણ કે જો ગેસ લીક થાય છે, તો સ્ટોવ સળગતી વખતે સિલિન્ડર ફાટવાની સંભાવના છે. બીજું કારણ ગેસ સિલિન્ડરની એક્સપાયરી છે, જો સિલિન્ડર એક્સપાયર થઈ જાય તો તે ફાટવાની શક્યતા વધારે છે. સામાન્ય રીતે LPG ગેસ સિલિન્ડર 10 વર્ષ સુધી ચાલે છે. જેની ચકાસણી કેવી રીતે કરવી તે તમે નિચેથી ચકાશી શકો છો.
LPG સિલિન્ડરની એક્સપાયરી ડેટ કેવી રીતે ચેક કરવી?
તમે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ની કેર એપની સત્તાવાર વેબસાઇટ પરથી ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ તારીખ ચકાસી શકો છો. વેબસાઇટ પરથી ચેક કરવા માટે, તમારે BIS ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. અહીં લોગ ઇન કરીને તમે ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ ચેક કરી શકો છો.
વધુમાં દરેક ગેસ સિલિંન્ડરની પર ગેસ સિલિન્ડર પર આના જેવો નંબર A-25 અથવા C-26 લખાયેલો છે. જેમાં આગળની સિરિઝમાં A,B,C અને D ચારમાંથી કોઇપણ હોય જે દર્શાવે છે કે A તમને જાન્યુઆરીથી માર્ચ સુધીનો મહિનો, B તમને એપ્રિલથી જૂન સુધીની મહિનો, C એટલે જુલાઈથી સપ્ટેમ્બર સુધીની માહિતી આપે છે અને D તમને ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીની માહિતી આપે છે. જેના પાછ્ળ ૨૫,૨૬ લખેલ છે જે તે વર્ષ છે ધારો કે A-25 એટલે કે વર્ષ ૨૦૨૫ માં જન્યુઆરીથી લઈને માર્ચ સુધીની તે LPG સિલિન્ડરની એક્સપાયરી ડેટ હોઈ શકે છે.
આ જુઓ:- Solar Panel Scheme: હવે તમે આ રીતે લગાવો તમારા ઘરે સોલાર પેનલ, સરકાર પણ કરશે મદદ