Result સરકારી યોજનાઓ

CGMS Result: મુખ્ય મંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા પરિણામ જાહેર, આ વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃતિ જાણો વિગતો

Mukhy mantri gyansadhana merit scholarship Exam Result 2024
Written by Gujarat Info Hub

CGMS Result :મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા 2024 નું પરિણામ ગુજરાત રાજ્યપ પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 8 ના અભ્યાસ કરતા વિધ્યાર્થીઓ માટે આ પરીક્ષા લેવામાં આવે છે. જે વિદ્યાર્થીમિત્રો ધોરણ 8 માં અભ્યાસ કરતા હતા અને જેમને મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા આપી છે. તેવા વિદ્યાર્થી મિત્રો અહી થી પોતાનું પરિણામ ડાઉનલોડ કરી શકશે.

CGMS Result 2024

મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા પરિણામ વિશે :

માર્ચ 2024 માં લેવામાં આવેલી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં રાજયભરના ધોરણ 8 માં અભ્યાસ કરતાં 446698 વિદ્યાર્થોએ આ પરીક્ષા આપી હતી. જ્ઞાન સાધના પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવતા મેરીટ યાદીમાં સમાવેશ થતાં વિદ્યાર્થી ભાઈ બહેનોને તેમનો આગળનો અભ્યાસ ધોરણ 9 માં દાખલ થઈ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરવા મદદરૂપ થવા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રૂપિયા 250000 શિષ્યવૃતિ આપવામાં આવે છે.

મુખ્ય મંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓને સરકારદ્વારા મંજૂર કરવામાં આવેલ રકમમાં સમાવેશ થઈ શકે તેટલા વિદ્યાર્થીઓની મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે. ચાલુ શૈક્ષણિક વર્ષ 2023-24 માં જ્ઞાનસાધના પરીક્ષામાં સફળ થયેલ 50 ટકા થી 60 ટકા સુધી ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓએ મેરીટ યાદીમાં સમાવેશ થઈ શકે છે.

પરિણામ જોવાની રીત :

વિદ્યાર્થી મિત્રો તેમનું જ્ઞાન સાધના પરીક્ષાનું પરિણામ જોવા માટે સૌ પ્રથમ google બ્રાઉઝરમાં જઈ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરની સત્તાવાર વેબ સાઇટ સર્ચ એંજિનની મદદથી શોધવાની રહેશે. ત્યારબાદ Result ટેબ ઉપર ક્લિક કરતાં એક બોક્સ ખુલશે અને તેમાં વિદ્યાર્થિની પરીક્ષા ની વિગતો જનાવવાની રહેશે. જેવી કે વિદ્યાર્થીનો બેઠક નંબર, વિદ્યાર્થીનો આધાર ડાયસ નંબર અને વિદ્યાર્થિની જન્મ તારીખ નાખ્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરતાં વિદ્યાર્થીનું પરિણામ PDF ફોર્મેટમાં ડાઉનલોડ થશે. તેના પર ક્લિક કરતાં PDF ફાઇલ ખુલશે અને વિદ્યાર્થી મિત્રો તેમનું પરિણામ,જોઈ શકશે,પ્રિન્ટ કાઢી શકશે અને પોતાના મિત્રો અને સ્વજનોને સેન્ડ પણ કરી શકશે.

મેરિટમાં સમાવેશ થનાર વિદ્યાર્થીઓ :

ગત માર્ચ 2024 માં લેવાયેલ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં પરીક્ષામાં બેઠેલા 446698 વિદ્યાર્થીઑ પૈકી 11749 વિદ્યાર્થી મિત્રોએ 60 ટકા કરતાં વધુ ગુણ પ્રાપ્ત કરેલ છે. જ્યારે 50 ટકા એટલેકે 60 ગુણ કરતાં વધુ ગુણ મેળવનાર 30387 વિદ્યાર્થીઓને આ પરીક્ષાની સ્કોલરશીપ માટે મેરિટમાં સમાવેશ થવાની શકયતા જણાવવામાં આવી છે. એટલેકે આ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા શિષ્યવૃતિ ચૂકવવામાં આવશે.

About the author

Gujarat Info Hub

Leave a Comment