Result Science

Class 12th science Result 2024 : ધોરણ 12 સાયન્સનું પરિણામ જોવાની સરળ રીત અહીથી જાણો

12th Science Result 2024
Written by Gujarat Info Hub

Class 12th science Result 2024 : ધોરણ 12 સાયન્સનું પરિણામ જોવાની સરળ રીત અહીથી જાણો અને આપનું ધોરણ 12 સાયન્સનું પરિણામ અહીંથી તપાસો. મિત્રો મે આજના  લેખમાં  તમારું ધોરણ 12 નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ કેવી રીતે મેળવવું તે માટેની બે રીતો આપને જણાવવાના જઈ રહ્યા છીએ. આપ લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.

 વિદ્યાર્થી મિત્રો  નમસ્કાર ! ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટમાં જઈ ત્યાંથી તમારે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડની વેબસાઈટ પસંદ કરી તમારૂ  રીઝલ્ટ મેળવવાનું છે. અમે આપને તે માટેની લિન્ક અને સરળ સ્ટેપ અહી લેખના મધ્યમાં બતાવવાના છીએ. 

Class 12th science Result declare date : 

મિત્રો, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024 માં લેવાયેલ ધોરણ 12 ની પરીક્ષાનું સાયન્સનું પરિણામ વિદ્યાર્થીઓને એપ્રિલ માસમાં આપવાની ચર્ચાઓ જાણકારો દ્વારા કરવામાં આવી રહી હતી. વળી આ વર્ષે લોકસભાની ચૂંટણીઓ હોઈ  એમ પણ વિદ્યાર્થીઓને વહેલુ  પરિણામ મળશે તેવી ધારણાઓ જોવા મળી હતી. હાલમાં બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની  ચકાસણીનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. અને ડેટા એન્ટ્રીનું કામ પણ લગભગ પૂરું થઈ ગયેલું હશે. ત્યારે એપ્રિલ ની આખર તારીખ સુધીમાં ધોરણ 12 નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ વિદ્યાર્થીઓને મળશે તેવી આશા દેખાઈ રહી છે.

ધોરણ 12 સાયન્સનું પરિણામ જોવા માટેની રીત :

મિત્રો અમે અહીંથી આપને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામને જોવા માટે આપને વિગતવાર જણાવી રહ્યા છીએ. તમે ગુજરાત રાજ્ય  માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડ પરિણામ માટે www.gseb.org વેબ સાઈટના માધ્યમથી આવ આપનું રીઝલ્ટ મેળવી શકો. તેમજ  તમે તમારા રિઝલ્ટને  અહીંથી ડાઉનલોડ પણ કરી શકશો. અને તેની  પ્રિન્ટ પણ કાઢી શકશો. તમે તમારા રિઝલ્ટને તમારા મોબાઇલ અથવા તો કોમ્પ્યુટરની ડિવાઇસમાં સાચવી પણ શકો છો.

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબ સાઇટ www.gseb.org/ દ્વારા 12 સાયન્સનું પરિણામ મેળવવું : 

સૌ પ્રથમ ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડની વેબ સાઇટ ઓપન કરી તેમાં RESULT ટેબ પર ક્લિક કરો 

હવે ટેબ પોન થતાં ડાયલોગ બોક્સમાં તમારા બેઠક નંબર અને બેઠક નંબરની સિસિઝ દાખલ કરો અને GO ટેબ પર ક્લિક કરો.

હવે તમારું બારમા ધોરણ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જનરેટ થશે. 

તમે તમારા પરિણામ ને સેવ કરી શકો છો અને તેની પ્રિન્ટ પણ મેળવી શકો છો. 

WhatsApp થી તમારું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મેળવવાની રીત

 આ ઉપરાંત અમે આપને WhatsApp ના માધ્યમથી તમારું પરિણામ કેવી રીતે મેળવી શકશો તે પણ  અમે  અહીંથી જણાવી રહ્યા છીએ.ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ મોબાઈલ નંબર 63573 00971 પર WhatsApp ના માધ્યમથી પણ આપનું પરિણામ ચકાસી શકો છો WhatsApp થી તમારું રીઝલ્ટ મેળવવા માટે અહી આપેલ સરળ સ્ટેપ તમારે અનુસારવાનાં રહેશે. 

  •  સૌ પ્રથમ આપે ઉપર દર્શાવવામાં આવેલો WhatsApp નંબર તમારે તમારા મોબાઇલમાં સેવ કરવાનો છે.
  •  ત્યારબાદ તમારે તેનું ચેટિંગ બોક્સ  ખોલીને HI  મેસેજ કરવાનો રહેશે.
  •  તમે જ્યારે HI લખીને મેસેજ મોકલો છો ત્યારે સામેથી બોર્ડ દ્વારા તમારા રીઝલ્ટ ની ચકાસણી કરવા માટે તમારો બેઠક નંબર વગેરે પૂછવામાં આવશે.  
  • જ્યારે તમારા દ્વારા તમારો બેઠક નંબર વગેરે આપવામાં આવશે ત્યારે તમારું રિઝલ્ટ તમને WhatsApp પર બોર્ડ દ્વારા મોકલવામાં આવશે. 
  • મિત્રો હવે તમે તમારા પરિણામની વિગતો ચકાસી શકશો અને તેમાં તમારી બધીજ વિગતો ખરી હોવાની ચકાસણી કરો. અને તેમાં કોઈ સુધારો કરવો જરૂરી હોયતો તમારી શાળાના આચાર્યને રજૂઆત કરો. 

મિત્રો, આપ ઉપર જણાવવામાં આવેલી બંને રીતે આપનું ધોરણ 12 Science નું પરિણામ મેળવી શકો છો અમારા તરફથી આપને ખૂબખૂબ અભિનંદન અને આપના આગળના અભ્યાસ માટે ખૂબખૂબ શુભ કામનાઓ !

અગત્યની લિન્ક :

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની
વેબ સાઇટ પર જવા માટે
અહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહી ક્લિક કરો
Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment