આજના માર્કેટયાર્ડ ભાવ

Cotton Price Today : કપાસના ભાવમાં આગઝરતી તેજી, અહીથી જાણો વિવિધ માર્કેટયાર્ડના કપાસના ભાવ

Cotton Price 2024
Written by Gujarat Info Hub

Cotton Price Today : ગુજરાતમાં કપાસનાં પીઠાંમાં કપાસની આવક હોળી પછી નવા વર્ષની શરૂઆતે વધવા પામતાં કપાસના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે. ખેડૂતો પોતાને મળેલા અગાઉના સારા ભાવ ફરી મળવાની આશામાં હજી પણ અરદાજે 5 થી 7 ટકા ખેડૂતો તેમનો માલ સંઘરીને બેઠા છે.

 ગત માર્ચ માસમાં કપાસની દૈનિક આવક 60000 થી 70000  ગાંસડીની હતી તેમાં  હોળી પછી દૈનિક આવક 75000 થી 80000 ની ગાંસડીની રહી અને રૂની આવક ઘટવાને બદલે આવકમાં વધારો થતાં કપાસના ભાવ વધારાની આશા પર પાણી ફરી વળ્યું છે.

જાણકારોના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય માર્કેટમાં માર્ચ એન્ડીંગ પછી એપ્રિલના નવા વર્ષની શરૂયાતે ઘટાડો થયો વળી મોટી કંપનીઓએ પોતાનો માલ બજારમાં વેચવા કાઢતાં દૈનિક આવકો ઘટવાને બદલે ઘણી વધી તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં ગાંસડીના ભાવમાં ઘટાડો થતાં પણ કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં કપાસની આવક 295  લાખ ગાંસડીનો થવાનો અંદાજ છે. એટલે કે કપાસની માલ આવક પણ જળવાઈ રહેલી છે.

 કપાસ બજારમાં ભાવની વાત કરવામાં આવે તો સૌથી વધુ ભાવ રાજકોટ માર્કેટયાર્ડમાં ખેડૂતોને મળ્યા છે રાજકોટ માર્કેટના ભાવ 1300 થી 1600 રૂપિયા રહ્યા હતા.જ્યારે મોરબી માર્કેટયાર્ડમાં સારા કપાસના ભાવ 1611 રૂપિયા એક મણનાં ખેડૂતોને મળ્યા હતા. જ્યારે બોટાદ માર્કેટમાં ખેડૂતોને કપાસના એક મણનાં ભાવ 1608 રૂપિયા મળ્યા હતા. નીચે કોષ્ટકમાં ગુજરાતનાં વિવિધ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને કેટલા ભાવ મળ્યા તે જાણીએ.

Cotton Price Today

ગુજરાતનાં કપાસનાં પીઠામાં કપાસના બજારભાવ 1300 થી સારા માલના ભાવ 1600 ખેડૂતોને મળ્યા હતા.

મોરબી માર્કેટયાર્ડ1611
રાજકોટ માર્કેટયાર્ડ1608
પાટણ માર્કેટયાર્ડ1600
વાંકાનેર માર્કેટયાર્ડ1590
ભાવનગર માર્કેટ યાર્ડ1585
સાવરકુંડલા માર્કેટ યાર્ડ1501
પાલીતાણા માર્કેટ યાર્ડ1490
માણાવદર માર્કેટયાર્ડ1565
કડી માર્કેટયાર્ડ1564
જેતપુર માર્કેટયાર્ડ1561
જામનગર માર્કેટ યાર્ડ1590
ગોંડલ માર્કેટ યાર્ડ1571
બાબરા માર્કેટ યાર્ડ1581
વિસનગર માર્કેટયાર્ડ1595
બોટાદ માર્કેટયાર્ડ1608

મિત્રો,વિવિધ સ્રોત તરફથી મળતી માહિતી અમે આપના માટે અત્રે રજૂ કરીએ છીએ મિત્રો અમે ભાવ વધવાની કે ભાવ ઘટવાની આગાહી કરતાં નથી. તેથી ખેડૂતભાઈઓએ તેમનો માલ વેચવો કે સંઘરવોતે બાબતે અમે કોઈ સલાહ આપતા નથી. આપે અમારો આ આર્ટીકલ વાંચ્યો તે બદલ આપનો ખૂબખૂબ આભાર !

આ પણ વાંચો : Ambaji mandir Darshan Samay : અંબાજી મંદિરમાં આરતી અને દર્શન સમયમાં ફેરફાર

About the author

Gujarat Info Hub

Leave a Comment