આજના માર્કેટયાર્ડ ભાવ

કપાસના આજના ભાવ 1671 એ પહોંચ્યા, જાણો આજના કપાસના બજાર ભાવ

Cotton price
Written by Gujarat Info Hub

કપાસના આજના ભાવ : ગુજરાતની મોટા ભાગની બજારોમાં કપાસની આવક સારા પ્રમાણમાં જોવા મળી રહી છે ત્યારે કપાસના આ સિઝનનો સૌથી ઉચો ભાવ રૂ. ૧૬૭૧ પ્રતિ મણ સિધ્ધપુર માર્કેટયાર્ડમાં ખેડૂતોને મળતા ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા હતા. સુધીનો રહ્યો છે. હવે જોવાનુંએ રહ્યુ કે શુ રાજ્યમાં હજુ પણ કાપસના ભાવ વધશે. ગુજરાતની તમામ માર્કેટોમાં કપાસના ભાવ વધતા જઈ રહ્યા છે. જો કપાસના ૨ મહિના પહેલાના ભાવની સાથે આજે સરખામણી કરીએ તો આજે માર્કેટમાં તેનો ભાવ ૫૦૦ રુપીયા જેટલો વધ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં કપાસના ભાવો વધતાં છેલ્લા બે માસથી કપાસના ભાવમાં ઉતરો ઉતર વધારો થઈ રહ્યો છે. માર્કેટયાર્ડના વિશેષજ્ઞો નું કહેવું છે કે આવનારા દિવસોમાં કપાસનો ભાવ હજુ પણ વધારો જોવા મળી શકે છે. તેમના અંદાજ મુજબ ગુજરાતની માર્કેટયાર્ડોમાં આગામી મહીનામાં 1800 આસપાસ રહેવાની ધારણા કરી છે. જ્યારે કેટલાક સારા કપાસનો ભાવ 1900 રુપિયા પ્રતિ મણ આસપાસ રહી શકે છે.

અગાઉના વર્ષોમાં માર્કેટમાં કપાસના સારા ભાવ મળતાં ખેડુતો હજુ ગત વર્ષમાં મળેલા સારા ભાવની આશાએ પોતાનો માલ સંઘરી રહ્યા છે. હવે જોવાનુ રહ્યુ કે આગળ જતા હજું કેટલા ભાવ વધી શકે છે.

કપાસના આજના ભાવ

ગુજરાતનાં કપાસનાં પીઠામાં જોવા મળેલા કપાસના ભાવ અહી આપના માટે રજૂ કરી રહ્યા છીએ.

માર્કેટયાર્ડનું નામ કપાસના ભાવ
વિસનગર માર્કેટ યાર્ડ1645
પાટણ માર્કેટ યાર્ડ1639
થરાં માર્કેટ યાર્ડ1660
સિધ્ધપુર માર્કેટ યાર્ડ1671
અમરેલી માર્કેટ યાર્ડ1614
બગસરા માર્કેટ યાર્ડ1625
ભાવનગર માર્કેટ યાર્ડ1600
બોડેલી માર્કેટ યાર્ડ1530
રાજકોટ માર્કેટ યાર્ડ1601
મોરબી માર્કેટ યાર્ડ1576
હીમતનગર માર્કેટ યાર્ડ1640
જામનગર માર્કેટ યાર્ડ1640
લીબડી માર્કેટ યાર્ડ1646
હાપા માર્કેટ યાર્ડ1640
ગોંડલ માર્કેટ યાર્ડ1601
ખેડૂત મિત્રો,અમારો આ આર્ટીકલ આપને ખૂબ ગમ્યો હશે. અમે બજાર ભાવ વધવાની કે ઘટવાની કોઈ આગાહી કરતાં નથી. તેથી કપાસ સંઘરવો કે વેચવો તે બાબતે કોઈ સલાહ આપતા નથી. અમોને વિવિધ સ્રોતો દ્વારા જાણવા મળતા ભાવ આપના માટે અહી રજૂ કરીએ છીએ. અમારો આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !

આ જુઓ:- School Transportation Scheme: શાળા પરિવહન યોજના અને તેના લાભ વિશે જાણો અહીથી

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment