ગુજરાત સરકાર ગુજરાતી ન્યૂઝ

EWS Certificate Gujarat: EWS સર્ટિફિકેટ મેળવવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ અને અરજી કરવાની રીત

EWS Certificate Gujarat
Written by Gujarat Info Hub

EWS Certificate Gujarat 2023: EWS પ્રમાણપત્ર એવા વ્યક્તિઓને આપવામાં આવે છે જેઓ સમાજના આર્થિક રીતે નબળા વિભાગ (EWS) કેટેગરીના છે. આર્થિક રીતે નબળા વિભાગનું પ્રમાણપત્ર આવક પ્રમાણપત્ર જેવી ભૂમિકા ભજવે છે. તેને જાતિના પ્રમાણપત્ર સાથે ગૂંચવવું જોઈએ નહીં. કોઈ વ્યક્તિ EWS કેટેગરી પ્રમાણપત્રના આધારે સરકારી ખાલી જગ્યાઓમાં EWS વિભાગ માટે 10% અનામતનો લાભ મેળવી શકે છે. તે સમગ્ર ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે. EWS પ્રમાણપત્ર ગુજરાત 2023 સંબંધિત બાકીની માહિતી મેળવવા માટે, તમે અમારો આ લેખ વાંચી શકો છો.

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા વર્ષ 2019 માં ગુજરાતનાં જનરલ કેટગરીમાં આવતા બિન અનામત વર્ગના લોકો પૈકી જે લોકો આર્થિક રીતે નબળા અને જેમની આવક મર્યાદા ખૂબ જ ઓછી છે તેઓ માટે સરકાર દ્વારા વધારાના 10% અનામતના કોટા લોગા કરવામાં આવેલ છે.

EWS સર્ટિફિકેટ શું છે

સરકાર દ્વારા સામાજિક રીતે પછાત વર્ગના લોકો માટે 10% અનામત આપવા માટે EWS સર્ટિફિકેટ આપવામાં આવે છે જેના દ્વારા આર્થિક રીતે નબળા લોકોને સહાય મળી શકે કે જે સરકારી કામકાજો અને સરકારી નોકરી લેવા માટે સામાજિક રીતે પછાત લોકોને સહાય મળી શકે છે.

EWS (economically weaker sections) ની યોજના 23 જાન્યુઆરી 2019 થી બહાર પાડવામાં આવેલી છે જેમ SC,ST અને OBC સિવાય ના આર્થિક રીતે પાછાત ઉમેદવાર માટે 10% અનામત આપવા માટે આ સર્ટિફિકેટ આપવામાં આવે છે

EWS Certificate Gujarat નો કોને કોને લાભ મળે

EWS સર્ટિફિકેટ નો લાભ ST, SC અને OBC સિવાય ના સામાજિક રીતે પછાત વર્ગના લોકોને સહાય 10% અનામત માટે કાઢી આપવામાં આવે છે

EWS પ્રમાણપત્ર ના ફાયદા

સામાજિક રીતે પછાત લોકોને સરકારી નોકરી તેમજ સરકારી કામકાજમાં 10% અનામત આપવામાં આવે છે અને તેમની પ્રથમ પસંદગી કરવામાં આવે છે જે આ EWS સર્ટિફિકેટ ના ફાયદા છે

EWS સર્ટિફિકેટ કઢાવવા માટે મર્યાદા

  1. ST,SE અથવા OBC સિવાયના આર્થિક રીતે નબળા લોકો માટે આ સર્ટિફિકેટ રહેશે
  2. વાર્ષિક આવક આઠ લાખથી વધુ ન હોવી જોઈએ
  3. જો જમીન ધરાવતા હોય તો પાંચ એકરથી વધુ જમીન ન હોવી જોઈએ
  4. આર્થિક રીતે નબળા હોવા જોઈએ
  5. 1000 વર્ગ ચોરસ ફુટ થી વધુ મોટું મકાન ન હોવું જોઈએ
  6. નિગમમાં રહેણાંક પ્લોટ હોય તો 109 યાર્ડથી ઓછી જમીન હોય
  7. નિગમની બહારનો પ્લોટ હોય તો 209 યાર્ડથી ઓછી જમીન હોય

EWS Certificate Documents Required

  1. શાળા છોડ્યા નું પ્રમાણપત્ર
  2. બોનોફાઇડ સર્ટિફિકેટ
  3. રહેઠાણનું પ્રમાણપત્ર
  4. પાનકાર્ડ અને આધાર કાર્ડ
  5. ત્રણ ફોટા
  6. રેશનકાર્ડ ની ઝેરોક્ષ
  7. પોતાનું અને વાલી વાલીનું સોગદનામુ
  8. જમીન ધારકો માટે 7/12 ના ઉતારા
  9. આવકના અન્ય સ્ત્રોતોના પ્રમાણપત્ર

આ પણ વાંચો:- આવકનો દાખલો કઢાવવા માટે ફોર્મ અને જરુરી ડોક્યુમેન્ટ

EWS પ્રમાણપત્ર માટે ઓનલાઈન અરજી કરવાની રીત

EWS Certificate Gujarat Online અરજી કરવા માટે તમારે ગુજરાત સરકારના ડીજીટલ ગુજરાત પોર્ટલ પર જઈ અરજી કરવાની રહેશે, જેના માટે નીચે આપેલ સ્ટેપ ફોલોવ કરો.

  • સૌ પ્રથમ ગુજરાત સરકારના ડિજિટલ પોર્ટલ પર જવા માટે અહી ક્લિક કરો.
  • ત્યારબાદ login બટન દેખાશે જેના પર ક્લિક કરી લૉગિન થાઓ ( જો તમે રજીસ્ટ્રેશન ના કરાવેલ હોય તો સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવવું પડશે.
  • લૉગિન કર્યા પછી તમારી ભાષા પસંદ કરો.
  • હવે તમારૂ આધારકાર્ડ નંબર નાખો અને ત્યારબાદ “Continue” બટન પર ક્લિક કરો.
  • હવે આગળ પર ક્લિક કર્યા પછી EWS ફોર્મમાં તમામ વિગત ભરો અને અરજી નંબર જનરેટ થાય તે ભવિષ્યના રેફરન્સ માટે તેને સેવ કરી રાખો.
  • ત્યારબાદ દસ્તાવેજ અપલોડ કરો અને ફી ચૂકવો.
  • હવે તમારા ડોક્યુમેન્ટ્સ વેરીફાય કરવાની પ્રક્રિયામાં થોડો સમય લાગશે. ડોક્યુમેન્ટ્સ વેરીફાય થયાં બાદ તમારા મોબાઇલ નંબર પર SMS દ્વારા જાણ કરવામાં આવશે.
  • ત્યારબાદ તમે તમારા EWS પ્રમાણપત્ર મેળવવા માટે નજીકની ઝોન ઓફિસમાં જઈ શકો છો.

આ જુઓ :- જાતિનો દાખલો કઢાવવા માટે ફોર્મ અને જરૂરી પુરાવા

EWS પ્રમાણપત્ર માટે ઓફલાઇન અરજી કયાં કરવી

જે લોકો આર્થિક રીતે પછાત વર્ગમાં આવે છે અને ઉપરોક્ત જણાવેલ તમામ પાત્રતા ધરાવે છે તેઓ EWS પ્રમાણપત્ર માટે ઓફલાઇન અરજી પણ કરી શકે છે જેના માટે સૌ પ્રથમ EWS સર્ટીક્ફિકેટ મેળવવા માટેનું અરજી ફોર્મ તમે અમારી નીચે આપેલ લિન્કથી ડાઉનલોડ કરો, ત્યારબાદ જરૂરી ડૉક્યુમેન્ટ ફોર્મ સાથે જોડવાના રહેશે. હવે તમારે મામલતદાર કચેરી ખાતે ફ્રોમ ને સબમિટ કરાવી A.T.V.T શાખા માં તમારો ફોટો પડાવનો રહેશે. એક વાર ફોર્મ સબમિટ થઈ જાય અને ફોટો પડી જાય તો 1 કે 2 દિવસમાં તમારું EWS પ્રમાણપત્ર રૂબરૂ મામલતદાર ઓફિસ ખાતે જઈ મેળવી શકશો.

EWS Certificate Gujarat Form PDF

જે લોકો EWS સર્ટિફિકેટ નું ફોર્મ ડાઉનલોડ કરવા માગે છે તેઓ નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકશો.

FAQ’s

EWS Certificate Gujarat ની આવક મર્યાદા કેટલી છે?

EWS પ્રમાણપત્ર માટેની આવક મર્યાદા 8 લાખ સુધીની છે.

EWS સર્ટિફિકેટ માટે કોણ અરજી કરી શકે છે?

જે જાતિના લોકોનો ST,SC, કે OBC વર્ગમાં સમાવેશ થતો ન હોય તેવા સામાન્ય વર્ગના લોકોમાં આર્થિક રીતે પછાત હોય તેવા લોકો EWS Certificate મેળવી શકાશે.

EWS પ્રમાણપત્ર નો સમયગાળો કેટલો છે?

EWS Certificate ની સમય મર્યાદા 3 વર્ષની રહેશે.

About the author

Gujarat Info Hub

Leave a Comment