ગુજરાતી ન્યૂઝ જાણવા જેવું

WhatsApp Chat Lock Feature: વોટસઅપ પર આવ્યું ચેટ લોક ફિચર, જેનાથી તમારુ ચેટ કોઈ નહિ જોઈ શકે

WhatsApp Chat Lock Feature update
Written by Gujarat Info Hub

WhatsApp Chat Lock Feature: હવે વોટસઅપ ચેટ લોક ફિચરથી હવે તમારા ખાનગી વોટસએપ ચેટ તમારા સિવાય કોઈ નહિ જોઈ શકે. અત્યારે “Meta” દ્વારા WhatsApp, Instagram અને બિજા સોસ્યલ મિડિયા અપ્લિકેશન નવા નવા ફિચર લાવી રહ્યા છે, એવાં વોટસઅપ દ્વારા WhatsApp Chat Lock Feature લોન્ચ થતા, લોકો પોતાની Privacy ને વધુ મજબુત બનાવી શકશે.

WhatsApp Chat Lock Feature:: હવે તમે તમારુ કોઈપણ અંગત માણસનુ ચેટ બિજા લોકોથી છુપાવી શકો છો, જેના માટે વોટસઅપ કંપની દ્વારા “WhatsApp Chat Lock Feature” લોન્ચ કરાયુ છે જેની અપડેટ હજુ સુધી તમને નથી મળી તો થોડા દિવસોમાં મળી જશે.

WhatsApp Chat Lock Feature

અત્યારના ડિજીટલ યુગમાં દરેક વ્યકતિ મોબાઈલ ખરીદતા સાથે સૌ પ્રથમ વોટસઅપ ડાઉનલોડ કરે છે, પરતું ઘણા બધા લોકોને વોટસએપ ચેટ પ્રાઈવેટ કેવી રીતે કરવુ તેનુ જ્ઞાન નથી હોતુ, જેથી તેઓ ઘણી મુઝવણ માં રહે છે. કેમ કે જ્યારે તમે તમારો મોબાઈલ કોઇપણ ના હાથમાં આપો છો ત્યારે મનમાં એમ થાય કે તે વ્યકતિ અમારુ ચેટ ના જોઈ લે. અને તે વાત પણ સાચી છે કે દરેક વ્યક્તિની પોતાની પ્રાઈવસી હોય છે.

તો જો તમે અમારી આ પોસ્ટ વાંચી રહ્યા છો, તો અમે અહીં તમારી પ્રાઈવસી ને સિક્યુર રાખવા માટે આ આર્ટિકલની મદદથી WhatsApp Chat Lock Feature in Gujarati વિશે માહિતી આપીશું જેના દ્વારા તમે તમારુ Whatsapp Personal Chat લોક કરી શકશો.

વોટસઅપ ચેટ લોક ફિચર

આ ફિચર લોક ચેટા નુ એક જુદુ ફોલ્ડર બનાવી દે છે, અને તમે તે ફોલડર પર ક્લિક કરી ને લોક કરેલ ચેટને ચાલુ કરી શક્શો, જો કોઇપણ વ્યકતિ તમારો મોબાઈલ લે છે અને તમારુ વોટસઅપ ખોલે છે તો સૌ પ્રથમ તમારુ પર્સનલ લોક ચેટ જોવા માટે તેને આ લોક કરેલ ચેટ ને અનલોક કરવુ પડશે, જેને ખોલવા માટે પાસવર્ડ અથવા બાયોમેટ્રીક ઓથેંટીકેશન (ફિંગરપ્રિંટ) થી જ ખુલી શકે છે. તો છે ને મજાનુ ફિચર તો આવો જાણીએ Chat Lock Feature ને તમારા મોબાઇલ કેવી રીતે ઓન કરી શકાશે.

Whatsapp Chat Lock ને કેવી રીતે On કરવું ?

Chat Lock સુવિધાને તમારા મોબાઈલ ચાલુ કરવા માટે તમે નિચે આપેલ સ્ટેપ ને ફોલોવ દ્વારા કરી શકો છો.

  • સૌ પ્રથમ મોબાઇલમાં તમારુ વોટસઅપ ને ખોલો
  • ત્યારબાદ તમે જે વ્યક્તિનું મેસેજ લોક કરવા માંગો છો તેના ચેટ સેકશનમાં જાઓ.
  • હવે તેની પ્રોફાઈલ પર ક્લિક કરો.
  • ત્યારબાદ નીચે મુજબનો પ્રોફિલ માહિતી દેખાશે જેમાં નીચે “Chat Lock” ઓપ્શન હશે.
  • હવે “Chat Lock”  પર ક્લિક કરો 
  • ત્યારબાદ તમે પાસવર્ડ અથવા ફિંગરપ્રિન્ટ (બાયોમેટ્રીક) ની મદદથી ચેટ ને લોક કરી શકશો.
  • હવે આ પર્સનલ ચેટ લોક થઈ સુરક્ષિત ફોલ્ડર માં જતુ રહેશે.

જ્યારે પણ તમારે આ લોક કરેલ ચેટ ને ખોલવુ હોય તો લોક ફોલ્ડર પર ક્લિક કરી, જે ચેટ પસંદ કરી ને તમે કરેલ પાસવર્ડ કે ફિંગર પ્રિન્ટ ની મદદથી અનલોક કરી શકશો. જે યુઝર આઇફોન વાપરે છે તે તેમની ફેસ આઈડી નો યુઝથી પણ લોક કરી શકે છે. 

આ વાંચો:- ઓનલાઈન પેમેન્ટ કરતા હોય તો સાવધાન રહેજો, આવી રીતે તમારુ બેન્ક ખાતુ ખાલી થઈ શકે છે

WhatsApp Chat Lock દરેક યુઝર માટે લોન્ચ થઈ ગયેલ છે, પરતુ જો તમે આ ફિચર નથી જોયુ તો તમારા વોટસઅપ ને અપડેટ કરી શકો છો અથવા થોડો ટાઇમ ઈતજાર કરી શકો છો.

Conclusion

આ સુવિધા વોટસએપ દ્વારા તેમના યુઝર ને ખાનગી મેસેજ કરી શકે અને યુઝરના ચેટને સુરક્ષિત રાખી શકે તે માટે લોન્ચ કર્યુ છે. આ ચેટ લોક કોઇપણ વ્યકતિ તમારો મોબાઈલ વાપરે તો તેમાં છુપાયેલ રહે છે જેથી તમારી ડિજિટલ ગોપનિયતાને અસરકારક રીતે સુરક્ષિત રાખે છે, જેથી જલ્દિથી આ WhatsApp Chat Lock Feature ને અપડેટ કરો અને તમારા મિત્રો સાથે પણ અમારો આ અર્ટીકલ સેર કરો જેથી તે પણ પોતાની પ્રાઇવેટ ચેટ ને લોક કરી સુરક્ષિત કરી શકે, આભાર.

FAQ’s

શુ હું મારા પર્સનલ ચેટ ને લોક કરી શકુ ?

હા, WhatsApp Chat Lock ની મદદથી તમે તમારા કોન્ટેકટ લિસ્ટ માં કોઈ પણ ચેટ ને લોક કરી શકો છો.

WhatsApp Chat Lock માં પાસવર્ડ ની જરુર રહેશે ?

હા, વોટસઅપ ચેટ લોક્માં પાસવર્ડ અથવા બાયોમેટ્રીક (ફિંંગરપ્રિન્ટ) ની મદદથી તમે ચેટને લોક કરી શકો અને અનલોક કરી શકો છો.

શું વોટસઅપ ચેટ લોક ફિચર આઈફોના યુઝર વાપરી શકે છે?

હા, આ ફીચર નો લાભ આઈફોન યુઝર પણ મેળવી શકશે.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment