Farmer I’d card 2024-25 : હાલ બધાને એ તો ખબર જ છે કે આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે ફરજિયાત છે કેમ કે આધાર કાર્ડ વગર કોઈ કામ શક્ય બનતા નથી પણ હવે ભારતના ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ કઢાવવું પણ ફરજિયાત થયું છે. જો તમે ખેડૂત છો અને આ કાર્ડ નથી બનાવતા તો તમે ઘણી બધી યોજનાઓના લાભથી વંચિત રહી શકો છો, આ વિશેની વિગતવાર માહિતી નીચે આપેલી છે તેથી આ લેખ છેલ્લે સુધી જરૂર વાંચજો.
ફાર્મર કાર્ડ બનાવવા નોંધણી માટે છેલ્લી તારીખ | Farmer I’d card 2024-25
ભારતના તમામ ખેડૂતોએ હવે ફાર્મર કાર્ડ બનાવવું ફરજિયાત થયું છે અને આ માટે નોંધણી કરાવવી પડે છે અને આ નોંધણી એટલે કે રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ પણ જાહેર કરવામાં આવી છે, રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ 25/11/2024 છે. તેથી આ બાબતને ગંભીરતા પૂર્વક લઈને છેલ્લી તારીખ પહેલાં રજીસ્ટ્રેશન કરી લેવું કેમ કે પછી છેલ્લી તારીખ લંબાઈ કે ના લંબાઈ તેની કોઈ ગેરંટી હોતી નથી.
જો રજીસ્ટ્રેશન ના કરાવીએ તો શું થાય ?
જો તમે ભારતીય ખેડૂત છો અને આ વાતને ગંભીરતા પૂર્વક લેતા નથી અને છેલ્લી તારીખ પહેલાં રજીસ્ટ્રેશન નથી કરાવતા તો તમને દર ત્રણ મહિને મળતો બે હજાર રૂપિયાનો હપ્તો મળતો બંધ થઈ જશે, આ ઉપરાંત પણ તમે નીચે મુજબની યોજનાના લાભ થી વંચિત પણ રહી શકો છો.
- પીએમ કિસાન સન્માન નિધિ યોજના
- પ્રધાન મંત્રી ફસલ બિમા યોજના
- કિસાન ક્રેડિટ કાર્ડ
- લઘુતમ ટેકાના ભાવ
ઘરે બેઠા કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકાય ?
જો તમે ઘરે બેઠા જ ફાર્મર કાર્ડ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા ઈચ્છો છો તો તમારે પ્લે સ્ટોર પરથી Farmer Registry Gujarat નામની એપ ડાઉનલોડ કરવાની રહેશે, આ એપ દ્વારા તમે ઘરે બેઠા નોંધણી કરી શકો છો.
રજીસ્ટ્રેશન કરવા માટે ખેડૂતે તેના આધારકાર્ડ નો 12 અંકનો આધાર નંબર તેમજ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અને સર્વે નંબર સાથે સાથે સાત બાર અને આઠ અ જેવા દસ્ત્વેજોની જરૂર પડે છે.
ધ્યાન રહે રજીસ્ટ્રેશનની આ પ્રક્રિયા 25/11/2024 સુધીમાં કરવાની રહેશે, જો તમે આ બાબતે બેદરકારી દર્શાવો છો તો તમને ઘણી બધી યોજનાનો લાભ નહીં મળે.
આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે અને ઉપયોગી થઇ હશે, જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો દરેક ખેડૂત મિત્રોને આ લેખ જરૂર શેર કરજો જેથી તેઓ સમય પહેલા રજીસ્ટ્રેશન કરી લે અને દરેક સરકારી યોજનાઓનો લાભ મેળવી શકે, આવી જ રીતે કામના સમાચારની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.