Food Bill Scheme Gujarat : જે પણ વિદ્યાર્થી મિત્રો પોતાના ઘરથી દૂર રહી કોઈ હોસ્ટેલમાં રહે છે તો તે વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા ભોજન બિલ માટે રૂપિયા 15,000 ની સહાય મળે છે, જો તમે ઘરથી દૂર કોઈ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી રહ્યા છો તો તમારે આ યોજનામા જરૂર ફોર્મ ભરવું જોઇએ જેથી તમને 15,000 રૂપિયાની નાણાકીય સહાય મળી રહે, તો ચાલો આ યોજના વિશે જરૂરી માહિતી મેળવીએ.
ભોજન બિલ સહાય યોજના દ્વારા સહાય ધોરણ | Food Bill Scheme Gujarat
આ યોજના દ્વારા જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે અને ત્યાં જ પોતાનું ભોજનનું બિલ ચૂકવે છે તો તે વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા મહિને 1,500 રૂપિયા સહાય આપવામાં આવે છે. આ સહાય 10 મહિના માટે આપવામાં આવે છે એટલે કે વિદ્યાર્થીને 10 મહિનામાં ટોટલ 15,000 રૂપિયાની નાણાંકીય સહાય મળે છે.
આ યોજનામાં હાલ આજની તારીખે 01/10/2024 એ અરજી પ્રક્રિયા શરૂ જ છે, ભવિષ્યમાં ફોર્મ ભરવાનું બંધ થાય તે પહેલાં ઓનલાઇન અરજી કરી દે જો. ઓનલાઇન અરજી ક્યાં કરવી તેની માહિતી નીચે આપેલ છે પરંતુ અરજી કરતા પહેલા કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકે અને ક્યાં કયા દસ્તાવેજની જરૂર પડશે તે વિશેની માહિતી જોઈ લ્યો.
જરૂરી દસ્તાવેજની યાદી
- મોબાઈલ નંબર
- વિદ્યાર્થીનો આધાર કાર્ડ
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
- આવકનો દાખલો
- અભ્યાસ કરો છો તેના પુરાવા માટે એડમિશન સ્લીપ
- હોસ્ટેલમાં પ્રવેશ મેળવ્યો છે તે અંગેની એડમિશન સ્લીપ
- હોસ્ટેલ રજીસ્ટ્રેશન નંબર
- ભોજન ભીલની પહોંચ
- રેશનકાર્ડ અથવા લાઈટ બિલ
- છેલ્લે પાસ કરેલી પરીક્ષાની માર્કશીટ
- હોસ્ટેલ સમાજ/ટ્રસ્ટ/ સંસ્થા દ્વારા સંચાલિત છે તે માટેનો પુરાવો
કોણ ફોર્મ ભરી શકે
- આ યોજના ફક્ત બિન અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જ છે.
- જે વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાના મેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડીકલમાં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓ આ યોજના માટે લાયકાત ધરાવે છે.
- પોતાના તાલુકા સિવાય અન્ય તાલુકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળે છે.
- સરકારી અથવા અનુદાનિત હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં.
- કોઇપણ સમાજ /ટ્રસ્ટ /સંસ્થા દ્વારા સંચાલીત ગર્લ્સ હોસ્ટેલ રહીને ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પણ ઉપર મુજબની ફુડબીલ સહાય મળવાપાત્ર થશે.
- વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક ₹4.50 લાખ કરતાં વધારે ના હોવી જોઈએ.
ઓનલાઇન ફોર્મ ભરવા માટેના સ્ટેપ
ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ www.gueedc.gujarat.gov.in વેબસાઈટ ખોલવાની છે, અહી મેઇન મેનૂમાં સ્કીમ નામનું ઓપ્શન હશે તે પસંદ કરવાનું છે ત્યાર બાદ તમને Food Bill Scheme દેખાશે, તે પસંદ કરો. હવે તમારે રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા કરવાની રહેશે. રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમને યુઝર આઇડી અને પાસવર્ડ મળી જશે આ યુઝર આઈડી અને પાસવર્ડ ની મદદથી લોગીન કરો. હવે તમે આ યોજનાના એપ્લાય નાવ બટન પર ક્લિક કરી ઓનલાઇન અરજી કરી શકો છો.
આ પણ વાંચો:- Home Loan Tips: જો તમારા ઘરની EMI બાઉન્સ થાય તો આ કામ કરો, નહીં તો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ જશે.
આવી રીતે નવી નવી સરકારી યોજનાઓ ની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો તેમજ તમારા મિત્ર કે જે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી રહ્યો છે અને અનામત કેટેગરી ધરાવે છે તો તેને આ આર્ટીકલ જરૂર શેર કરજો, ધન્યવાદ.