Gondal Market yard Price : નમસ્કાર ખેડૂત મિત્રો ! આજરોજ સૌરાષ્ટ્રના મહત્વના ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં લગભગ 39 પ્રકારની જણસીઓની આવક થઈ હતી. તેમજ આજરોજ ગોંડલ માર્કેટયાર્ડમાં મગફળી,ધાણા,ઘઉં અને ડુંગળીની મબલખ આવક થઈ હતી. આજરોજ ગોંડલ માર્કેટયાર્ડમાં વિવિધ જણસીઓ ની આવક અને ભાવ નીચે મુજબ રહ્યા હતા.
Gondal Market yard Price
ગોંડલ માર્કેટયાર્ડમાં જણસીઓની આવક અને બજાર ભાવ :
આજરોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણા, મગફળી જાડી, તેમજ ઘઉંની વિપુલ પ્રમાણમાં આવક જોવા મળે છે. આ ઉપરાંત સુકું લસણ, સુકાં મરચાં, અને ધાણા જેવા મસાલા પાકો સહિત ડુંગળીની આવક પણ સારી રહેવા પામી છે. ખેડૂત મિત્રો આજે વિવિધ જણસીઓના ભાવ ખેડૂતોને કેટલા મળ્યા તે આપણે જાણીએ.
આજરોજ બી.ટી. કપાસના ભાવ 1101 થી ₹1,521 ખેડૂતોને મળ્યા હતા. જ્યારે ઘઉં લોકવન રૂપિયા 450 થી ₹581 એક મણ ના ભાવ ખેડૂતોને મળ્યા હતા. આજરોજ મગફળીના ભાવની વાત કરવામાં આવે તો ઝીણી મગફળીના ભાવ 891 રૂપિયાથી 1436 સુધી રહ્યા હતા. જ્યારે જાડી મગફળીના ભાવ 841 રૂપિયાથી ₹1340 ખેડૂતોને મળ્યા હતા.
ગોંડલ માર્કેટ યાર્ડમાં આજરોજ ધાણાની આવક 10,020 ગુણની રહી છે જ્યારે ધાણાના ભાવ 801રૂપિયાથી રૂપિયા 1826 ખેડૂતોને મળ્યા છે ધાણી ની આવક 3450 ગુણીની રહી છે. જ્યારે ધાણીના ભાવ 901 રૂપિયાથી 2351 સુધી રહ્યા હતા
ઘઉં ટુકડાની વાત કરવામાં આવે તો ઘઉં ની આવક 34 300 ગુણી ની રહી હતી જ્યારે તેના ભાવ ₹460 થી ₹66 ખેડૂતોને મળ્યા હતા. આ ઉપરાંત ડુંગળીની આવક ની વાત કરીએ તો લાલ ડુંગળી ની આવક 9,820 ગુણીની જ્યારે સફેદ ડુંગળીની આવક 3,870 ગુણની રહી હતી જ્યારે લાલ ડુંગળીનો ભાવ 81 રૂપિયાથી ₹321 થયો હતો જ્યારે સફેદ ડુંગળીનો ભાવ રૂપિયા 210 થી રૂપિયા 272 રહ્યો હતો.
આજરોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં સુકાં ઘોલર મરચાંની આવક 2420 ભારીની રહી હતી જ્યારે રેશમ પટ્ટો સુકા મરચા ની આવક 180 ભારીની રહી હતી. જ્યારે સુકા મરચાં ના ભાવ ની વાત કરીએ તો ઘોલર મરચાનો ભાવ 651 થી 2,801 રૂપિયા રહ્યો હતો જ્યારે રેશમ પટો મરચાંનો ભાવ 4601 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા.
ગોંડલ માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના ભાવ :
જણસીનું નામ | ભાવ (ઊંચામાં |
એરંડા | 1106 |
તલ | 2151 |
કલાંજી | 3861 |
વરીયાળી | 1331 |
ઈસબગુલ | 1851 |
ધાણા | 1871 |
મઠ | 1026 |
તુવેર | 2361 |
રાયડો | 961 |
મેથી | 1291 |
સુંવા | 1131 |
સફેદ ચણા | 2171 |
સુકાં મરચાં ઘોલર | 2801 |
સુકાં મરચાં પટ્ટો | 4601 |
મિત્રો ગોંડલ માર્કેટયાર્ડ સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં આગવી ઓળખ ધરાવે છે. ગોંડલ માર્કેટયાર્ડ ડુંગળી,સૂકું લસણ તેમજ સુકાં મરચાંના વેપાર માટે જાણીતું છે. ગોંડલ માર્કેટયાર્ડમાં 35 થી 40 ખેત ઉત્પાદનો વેચાણમાટે લાવવામાં આવે છે. અમારો આર્ટીકલ આપને કેવો લાગ્યો તે આપ કોમેંટમાં અચૂક જણાવશો તેમજ આપનો અમૂલ્ય અભિપ્રાય પણ કોમેંટમાં અચૂક આપશો તેવી વિનંતી.