Result ગુજરાતી ન્યૂઝ

GSEB HSC 12th Commerce Result 2023: ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ જાહેર, જાણો તમારુ પરિણામ

GSEB HSC 12th Commerce Result 2023
Written by Gujarat Info Hub

GSEB HSC 12th Commerce Result 2023:  શુ તમે ધોરણ 12 કોમર્સનું પરિણામ તારીખ ની રાહ જોઈને બેઠા છો, તો અહિં અમે તમારી સામે GSEB HSC 12th કોમર્સના રીઝલ્ટ ની તારીખ અને લિંક સેર કરીશું. તમે તમારુ ધોરણ 12 કોમર્સ નું પરિણામ ઓનલાઈન @gseb.org અથવા વોટસઅપ ની માધ્યમથી મેળવી શકશો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પોતાની સત્તાવાર સાઈટ પર ધોરણ ૧૨ કોમર્સ અને સામાન્ય પ્રવાહનું રીઝ્લ્ટ 31 મે 2023 ના રોજ સવારે 8 વાગે પ્રકાશીત કરવામાં આવશે. જે અંગે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ રોજ 30 મે ના જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત નું ધોરણ 12માં ના પરિણામને લઈને ઘણા બધા વિધાર્થીઓ રાહ જોઈને બેઠા છે, હાલમાં ધોરણ 10 નું પરિણામ જાહેર થતાં ધોરણ 12 ના સામાન્ય પ્રવાહના વિધાર્થી મિત્રોએ હજુ પણ એક અઠવાડિયું રાહ જોવી પડશે. તમારું ધોરણ 12 કોમર્સનું નું રિઝલ્ટ જોવા માટે તમારે તમારો બેઠક નંબર અને રોલ કોડ નંબર ની મદદથી તમારું રિઝલ્ટ વોટ્સઅપ કે ઓનલાઇન સત્તાવાર સાઈટ ની મદદથી પરિણામ મેળવી શકશો.

GSEB HSC 12th Commerce Result 2023

બોર્ડગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીક્ષાHSC 12th Board Exam
શૈક્ષણિક વર્ષ2022-23
પ્રવાહકોમર્સ ( વાણિજ્ય )
પરીક્ષા તારીખ14/03/23 થી 29/03/23
રિઝલ્ટ તારીખ31/05/2023, સવારે 8 વાગે
સત્તાવાર સાઈટgseb.org

ધોરણ 12 કોમર્સ પરિણામ તારીખ અને સમયGSEB Result 2023

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 ના સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 મી માર્ચ થી લઈને 29 માર્ચ સુધી યોજાઈ ગઈ, જેમાં રાજયભરના અલગ અલગ પરીક્ષા કેન્દ્રો માં 4 લાખ થી વધુ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી અને હવે તે તમામ વિધાર્થી પોતાના ધોરણ 12 નું રિઝલ્ટ ની રાહ જોઈને બેઠા હશે.

હવે તમને જણાવી દઈએ કે ધોરણ 12 કોમર્સ નું પરિણામ તમે 31 મે ના સવારે 8 વાગે જોવા મળી શકશે કેમ કે હાલ શિક્ષણ બોર્ડ ની સાઈટ પર ધોરણ 10 નું રિઝલ્ટ જાહેર કરેલા છે. અને તેના એક અઠવાડિયા પછી ધોરણ 12 ના સમાન્ય પ્રવાહ નું પરિણામ જોવા મળવાનું હતું.

ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ 2 મેં 2023 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારબાદ 25 મેં 2023 ના રોજ ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેના લીધે ધોરણ 12 ના કોમર્સ અને આર્ટ્સ ના રિઝલ્ટ માં 1 અઠવાડિયું લેટ થઈ શકે, જેથી 12 કોમર્સ નું પરિણામ 31 મે ના રોજ આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રિઝલ્ટ જાહેર થતાં તમે તેનું એક્સેસ સીધી રીતે મેળવી શકશો. જેના માટે GSEB Board દ્વારા તમને 2 અલગ અલગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. જેમાં તમે gseb.org પર જઈ તમારા રોલ નંબર ની મદદથી પરિણામ જોઈ શકશો જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

GSEB HSC કોમર્સ નું પરીણામ 2023 કેવી રીતે તપાસવું ?

GSEB HSC 12th Commerce Result 2023: જે પણ વિધાર્થી મિત્રો ધોરણ 12 કોમર્સ નું પરિણામ જોવા માગે છે, તેઓ અહી નીચે આપેલા સ્ટેપ ની મદદથી પોતાનું 12 માં ધોરણનું પરિણામ ઘરે બેઠા જોઈ શકશે.

  • સૌ પ્રથમ gseb ની સત્તાવાર સાઈટ પર જાઓ. જે www.gseb.org છે
  • ત્યારબાદ હોમપેજ પર તમને ધોરણ 12 કોમર્સ રિઝલ્ટ 2023 ની જાહેરાત જોવા મળશે
  • ત્યાં તમારે રોલ કોડ નંબર અને રોલ નંબર નાખવાનો રહેશે.
  • હવે “go” બટન પર ક્લીકકરો
  • હવે તમારી સ્ક્રીન પર ધોરણ 12 કોમર્સ નું તમારું રિઝલ્ટ કાર્ડ જોવા મળશે.
  • તમારી આ સોફ્ટકોપીને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઠી શકો છો.

મિત્રો, તમે ઉપરોક્ત સ્ટેપ ફોલોવ કરી GSEB HSC 12th Commerce Result 2023 મેળવી શકો છો, અને જો તમે તમારા WhatsApp ની મદદથી ધોરણ 12 નું રિઝલ્ટ મેળવવા માંગતા હોવ તો નીચેના સ્ટેપ ફોલોવ કરી શકો છો.

GSEB HSC 12 Commerce Result 2023 Via WhatsApp

હજુ સુધી ધોરણ 12 નું રિઝલ્ટ અંગે કોઈપણ જાહેરાત બહાર પડી નથી જેથી જરૂરી વોટસઅપ નંબર પણ શિક્ષણ બોર્ડ દ્વારા શેર કરેલ નથી પરતું જેવો WhatsApp નંબર મળશે તેવો અહી અમે અપડેટ કરીશું. અને તમે નીચે મુજબના સ્ટેપ ફોલોવ કરી તે નંબર ની મદદથી રીઝલ્ટ મેળવી શકો છો.

  • સૌ પ્રથમ બોર્ડ નો “ 6357300971 ” ન્ંબર તમારા મોબાઇલમાં સેવ કરો
  • ત્યારબાદ આ નંબર પર તમારો રોલ ન્ંબર ટાઈપ કરી વોટસઅપ દ્વારા મેસેજ કરો
  • હવે તમને રિપ્લાય માં તમારૂ 12 માં ધોરણ નું રીઝલ્ટ ની કોપી મળશે.
  • જેને તમે સેવ કરીને ડાઉનલોડ કરી શકો છો.

ધોરણ 12 નું પરિણામ જોવા માટે તમે ગુજરાત બોર્ડ નો WhatsApp No: 6357300971 પર મેસેજ કરવાનો રહેશે.

જો તમે તમારા રિઝલ્ટ થી અસંતુષ્ટ હોવ અને તમારું માનવું છે કે મારુ આ પેપરમાં માર્ક સારા આવી શકે તેમ હતા તો ગુજરાત ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા રિઝલ્ટ ના થોડા દિવસોમાં પુનઃમૂલયાકન/ રિચેકિંગ ફોર્મ ફરવાની ઓનલાઈન સેવા બહારા પાડવમાં આવી શકે જેની માહિતી પણ અમે રિઝલ્ટ જાહેર થતાં ની સાથે અપડેટ કરતાં રહીશું.

GSEB HSC Result 2023 FAQ’s

GSEB HSC નું પરિણામ ક્યારે આવશે ?

GSEB HSC 12th કોમર્સ નું પરિણામ 31મે ના રોજ સવારે 8 વાગે આવશે.

ધોરણ 12 કોમર્સ નું પરિણામ કેવી રીતે તપાસવું ?

તમે GSEB ની સત્તાવાર સાઇટ gseb.org પર જઈ ધોરણ 12 નું પરીણામ જોઈ શકશો.

About the author

Gujarat Info Hub

Leave a Comment