GSEB HSC Rechecking Result 2023: ધોરણ 12 સાયન્સ નુ રીઝલ્ટ 2 જી મે ના રોજ જાહેર થઈ ગયેલ છે. પરતું આ રીઝલ્ટથી તમે ખુશ નથી તમારું પેપર સારુંગયું હતું પરંતુ તમે ધાર્યા જેટલા માર્ક કેટલાક વિષય માં મળેલ નથી તો તમે રિચેકિંગ કરાવવા ઈચ્છતા હોવ તો તારીખ 9 મે 2023 થી લઈને 16 મે 2023 સુધી તમે 12 Science Result Rechecking Form ઓનલાઈન @sci.gseb.org પર જઈ ભરી શકશો. તો આજે આપણે ધોરણ 12 માં નું રીચેકિંગ ફોર્મ કેવી રીતે ભરવું અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલ ના માધ્યમથી મેળવીશું.
GSEB HSC Rechecking Result 2023
વિભાગ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ |
આર્ટીકલ | GSEB HSC Rechecking Result 2023 |
કેટેગરી | ઉત્તરવહી અવલોકન અથવા ગુણચકાસણી |
અરજી કરવાની તારીખ | 09/05/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 16/05/2023 |
સત્તાવાર સાઇટ | gseb.org |
ધોરણ 12 સાયન્સ ઉત્તરવાહી ( OMR ) નકલ અંગે અખબાર યાદી
જે વિધાર્થી મિત્રો ઉત્તરવહી અવલોકન/ગુણચકાસણી અને OMR ની નકલ મેળવવા માગતા હોય તેઓ અમે અહી આપેલ સ્ટેપ ફોલોવા કરી gseb.org અથવા sci.gseb.org પર અરજી કરી શકે છે. તમે GSEB HSC Rechecking Result 2023 નું ફોર્મ ભર્યા બાદ ઓનલાઇન ફી SBIePay System મારફતે કરવાનું રહેશે. જેમાં તમે દેશની કોઈ પણ SBI Branch માં જઈ ફી ભરી શકો છો.
Rechecking Form Online Apply 2023 GSEB HSC
જે મિત્રો ગુજરાત બોર્ડ ની પરીક્ષાની ગુણચકાશણિ માટે રિચેકિંગ ફોર્મ ભરવા ઈચ્છતા હોય તે નીચેના સ્ટેપ ફોલોવ કરીને ભરી શકે છે.
- સૌ પ્રથમ ગુજરાત બોર્ડ ની સાઈટ https://sci.gseb.org/ પર જાઓ.
- હવે તમારી સામે નીચે મુજબનું પેજ ખુલશે.
- હવે તમારે અગાઉ રજીસ્ટ્રેશન ના કરાવેલ હોય તો “Register” બટન પર ક્લિક કરો.
- હવે રજીસ્ટ્રેશન ફોર્મ માં તમારો શીટ નંબર, SID નંબર, મોબાઈલ નંબર અને બીજી માંગેલ માહિતી ભરી “Register” બટન પર ક્લિક કરો.
- હવે તમારા મોબાઈલ માં ઓટીપી આવશે તેને નાખી તમારી રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કરો.
- હવે લૉગિન કરી તમારી અરજી કરો અને છેલ્લે ઓનલાઈન પેમેન્ટ SBI Bank (Debit Card, Credit Card, Net Banking) થી કરી શકો અથવા નજીકની SBI Branch માં જઈને પણ ફી ભરી શકો છો.
- છેલ્લે તમારે GSEB HSC Rechecking Form 2023 ને સબમિટ કરો.
આવી રીતે તમે ધોરણ 12 સાયન્સ નું ગુણચકાસણી રિચેકિંગ ફોર્મ ભરી શકો છો. અને આ ફોર્મ તમે gseb.org અને sci.gseb.org બંને જગ્યાએ તારીખ 16 મે 2023 ના રોજ 5 વાગ્યા સુધી રજીસ્ટ્રેશન ફોર્મ ભરી શકો છો.
તો મિત્રો હવે તમને GSEB HSC Rechecking Result 2023 ની સંપૂર્ણ વિગત મળી ગઈ હશે આવી રીતે આવનારી SSC Result અને ધોરણ 12 આર્ટસ અને કોમર્સ ના રીઝલ્ટ નું OMR રિચેકિંગ ફોર્મ ભરી શકો છો.