GSEB SSC ગુણ ચકાસણી અને પૂરક પરીક્ષા: ધોરણ 10 ની પરીક્ષા તારીખ 25 મે 2023 ના રોજ GSEB બોર્ડ ધોરણ 10નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરમાં ધોરણ 10 નું કુલ પરિણામ 64.62 ટકા રહ્યું હતું, ત્યારે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની પરીક્ષા ના રિઝલ્ટ થી સંતોષ ન હોય અને ગુણ ચકાસણી કરવા માટે અરજી કરવા ઈચ્છતા હોય તો તેઓ તારીખ 01/06/2023 થી તારીખ 07/06/2023 સુધી ઓનલાઇન અરજી કરી શકશે.
જે ઉમેદવારો ધોરણ 10 ની પરીક્ષામાં એક કે બે વિષયમાં નાપાસ થયેલ હોય અથવા હાજર રહેલ ના હોય તેવા વિદ્યાર્થીઓ માટે GSEB બોર્ડ દ્વારા ધોરણ 10 પૂરક પરીક્ષા ની તારીખ જાહેર કરાયેલ છે. ધો. 10 પૂરક પરીક્ષા માટેનું અરજી ફોર્મ તારીખ 01/06/2023 ના બપોરના 2:00 કલાકથી તારીખ 8/06/2023 ના સાજે 5:00 કલાક સુધી ઓનલાઇન ભરી શકાશે.
GSEB SSC ગુણ ચકાસણી અને પૂરક પરીક્ષા 2023
તો આજે આપણે અહીં GSEB SSC ગુણ ચકાસણી અને પૂરક પરીક્ષા ની અરજી કેવી રીતે કરવી અરજી ની ફી કેટલી રહેશે અને કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તેની સંપૂર્ણ માહિતી આ આર્ટીકલ ની મદદથી મેળવીશું
GSEB SSC ગુણ ચકાસણી
જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ના પરિણામથી સંતોષ ન હોય ગુણ ચકાસણીની અરજી કરવા માગતા હોય તેઓને જણાવી દઈએ કે વિષય દીઠ અરજી ફ્રી 100 રૂપિયા ઉપરાંત 20 રૂપિયા ઓનલાઇન અરજી ફી ચૂકવવાની રહેશે. ધો. ગુણચકાસણી માટે અરજી કરવા નીચે આપેલ માહિતી જુઓ.
ધોરણ 10 ગુણ ચકાસણી માટે અરજી કરવાની પ્રક્રિયા
- ધોરણ 10 ની ગુણ ચકાસણી અરજી કરવા માટે સૌપ્રથમ gseb.org પર જાઓ.
- ત્યારબાદ તમને ધોરણ 10 ગુણ ચકાસણી “SSC Gunchakasani Application” ની લીંક દેખાશે તેના પર ક્લિક કરો
- હવે તમારે ધોરણ 10 ની પરીક્ષાના વિષયોનો ગુણ ચકાસણી કરવા માટેનું રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રહેશે જેના માટે તે આપેલું રજીસ્ટર બટન પર ક્લિક કરો
- ત્યારબાદ તમારી સામે નીચે મુજબનું રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે જેમાં આપેલી તમામ વિગતો ભરું રજીસ્ટર બટન પર ક્લિક કરો
- હવે તમે Enter કરેલા મોબાઈલ માં એક OTP આવશે જેને દર્શાવેલ OTP બોક્સમાં નાખી અને સબમિટ બટન પર ક્લિક કરો
- ત્યારબાદ તમારે પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે જેને દાખલ કરો અને રજીસ્ટ્રેશન પક્રિયાને પૂરી કરો
- ત્યારબાદ ગુણ ચકાસણીની અરજી કરવા લોગીન પેજ પર જાવ .
- લોગીન પેજ પર ગયા બાદ તમારો સીટ નંબર મોબાઈલ નંબર અને પાસવર્ડ જે તમે રજીસ્ટ્રેશન વખતે નાખ્યો હતો તે દાખલ કરી લોગીન કરો
- હવે તમારી સામે ધોરણ 10 નું રિઝલ્ટ દેખાશે જેમાં તમે કયા વિષયની ગુણ ચકાસણી માટે અરજી કરવા માંગો છો તેની સામે ટીક માર્ક કરી તે વિષયનો ઉત્તરવહી બારકોડ નંબર ભરી ત્યારબાદ પેમેન્ટ માટે “Pay Now” બટન પર ક્લિક કરો
- હવે તમે પેમેન્ટ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટબેન્કિંગ દ્વારા કરી શકો છો
- જો તમે ઓફલાઈન પેમેન્ટ કરવા માગતા હો તો “SBI Branch Payment” પર ક્લિક કરી તમારા મોબાઈલ નંબર અને ઇમેલ વિગતો ભરી અને “Pay Now” પર ક્લિક કરવાથી એક ચલણ નીકળશે જેની રીસીપ્ટ જનરેટ થશે જેને તમારે નજીકની કોઈપણ બ્રાન્ચમાં પર જઈ અને ફરી શકો છો.
તો મિત્રો આવી રીતે તમે ધોરણ 10 ના રિઝલ્ટ ની ગુણ ચકાસણી માટે અરજી કરી શકો છો, જો GSEB SSC ગુણચકાસણી નું ફોર્મ ભરતી વખતે કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો, આભાર.
GSEB SSC પૂરક પરીક્ષા
જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયમાં ગેરહાજર રહેલ હોય અથવા નાપાસ થયેલ હોય તો તેઓ ધોરણ 10 ની પૂરક પરીક્ષા આપવા માટે લાયક ગણાશે.
ધોરણ 10 પૂરક પરીક્ષા 2023 માટેનુ આવેદન શાળાએ બોર્ડની વેબસાઈટ www.gseb.org અથવા sscpurakreg.gseb.org પરથી ઓનલાઈન કરવાનું રહેશે. તથા અરજી કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળાએ ફક્ત ઓનલાઈન માધ્યમથી જ કરવાની રહેશે. જેથી પૂરક પરીક્ષા માટે વિદ્યાર્થીઓ અરજી કરવાની રહેશે નહીં.
ધો. 10 પૂરક પરીક્ષા માટેનું હવે અરજી ફોર્મ તારીખ 01/06/2023 થી તારીખ 08/06/2023 સુધી www.gseb.org અથવા sscpurakreg.gseb.org પરથી ઓનલાઇન કરી શકાશે
SSC Purak Pariksha Registration 2023 Important Point
જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની પરીક્ષામાં એક અથવા બે વિષયમાં નપાસ થયેલ છે અને તે એક અથવા બે વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિતનું સમાવેશ થતો હોય તો ઓનલાઈન અરજી કરતી વખતે તમે સ્ટાન્ડર્ડ ગણિત ના બદલે બેઝિક ગણિતનો વિકલ્પ બદલી શકશો.
જે વિદ્યાર્થી મિત્રો બેઝિક ગણિતમાં પાસ થયેલ છે અને તેઓ ધોરણ 11 ના વિજ્ઞાન પ્રવાહમાં એ અથવા A અને AB ગ્રુપમાં પ્રવેશ મેળવવા ઈચ્છા ધરાવતા હોય તો તે પોતાની શાળામાંથી સ્ટાન્ડર્ડ ગણિત માટે ઉમેદવારી નોંધાઈ શકે છે.
મહિલા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો ને પુરક પરીક્ષાની ફી માંથી મુક્તિ આપવામાં આવેલ છે, પરંતુ તેઓએ SSC પૂરક પરીક્ષા 2023 માટે ઓનલાઇન અરજી કરવી ફરજીયાત છે.
જે વિદ્યાર્થી મિત્રોએ સંસ્કૃત પ્રથમાના 1 અથવા 2 વિષયમાં નાપાસ અથવા ગેરહાજર રહેલો હોય તેઓએ માટેનું આવેદન ઓફલાઈન કરવાના રહેશે, તો સૌ પ્રથમ શાળાઓએ વિદ્યાર્થીઓની સહી કરેલી યાદી તથા ફી ની રકમનનો ડી.ડી બોર્ડની ગાંધીનગર કચેરી ખાતે મોકલી આપવા જણાવવામાં આવે છે
GSEB SSC ગુણ ચકાસણી અને પૂરક પરીક્ષા ની લિન્ક
GSEB SSC ગુણ ચકાસણી અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
GSEB SSC પૂરક પરીક્ષાની અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ધોરણ 10 ગુણચકાસણી જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
ધોરણ 10 પૂરક પરીક્ષા જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
GSEB SSC પરિણામ માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
Conclusion
વિધાર્થી મિત્રો, આમારા આ GSEB SSC ગુણ ચકાસણી અને પૂરક પરીક્ષા ના આર્ટિકલની મદદથી તમને અરજી કરવાની રીત વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે, જો તમને ઓનલાઈન અરજી કરતાં સમયે કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તમે કોમેન્ટ કરી જણાવી શકો છો. વધુ માહિતી માટે અમારા વોટસઅપ ગ્રૂપ માં જોડાઈ શકો છો.
FAQ’s
SSC પૂરક પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
08/06/2023
ધો. 10 ગુણચકાસણી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
07/06/2023
SSC ગુણચકાસણી માટે અરજી ક્યાં કરવી ?
ધોરણ 10 ની ગુણચકાસણી માટે તમે ssc.gseb.org અથવા gseb.org પર જઈ કરી શકો.
ધોરણ 10 પૂરક પરીક્ષા માટે અરજી કરવા સતાવાર સાઇટ કઈ છે ?
sscpurakreg.gseb.org અને gseb.org
GSEB SSC ગુણચકાસની માટે અરજી ફી કેટલી રહેશે ?
વિષય દીઠ 100 રૂપિયા અને વધારાના 20 રૂપિયા અરજી ફી રહેશે જે ઓનલાઈન અને ઓફલાઇન માધ્યમથી ભરી શકો છો.