એજ્યુકેશન

GSEB SSC Hall Ticket 2023: ધોરણ 10 પરીક્ષા માટે હોલ ટિકિટ જાહેર, 14 માર્ચ થી બોર્ડ ની પરીક્ષા શરૂ

GSEB SSC Hall Ticket 2023
Written by Gujarat Info Hub

GSEB SSC Hall Ticket 2023: ધોરણ 10 એસ. એસ. સી ની પરીક્ષા માટે ની હોલ ટિકિટ (રસીદ ) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે.GSEB SSC Admit Card ડાઉનલોડ કરવા શાળા પોતાના લોગીન દ્વારા ગુજરાત શિક્ષણ બોર્ડ ની સત્તાવાર વેબસાઈટ GSEB.org પર જઈ ડાઉનલોડ કરી શકે છે.

જે પણ વિધાર્થી મિત્રો SSC હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માંગે છે તેમને તેમની શાળા ના લોગીન દ્વારા આ હોલ ટિકિટ આપવામાં આવશે.જો કોઈ વિધાર્થી બીજી વાર એટલે કે રિપીટર હોય અથવા એક્સ તરીકે પરીક્ષા આપતો હોય તો તે જે શાળા માંથી ફોર્મ ભર્યુ હોય તેની મુલાકાત લેવી અનિવાર્ય છે.

મિત્રો ધોરણ 10 ની પરીક્ષા 14 માર્ચ થી ચાલુ થવાની છે. ત્યારે પરીક્ષાની રસીદ હવે ઓનલાઇન મુકતા તેને ડાઉનલોડ કેવી રીતે કરવી તેની માહિતી તમે અહિથી મેળવીશું.

GSEB SSC Hall Ticket 2023

બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ
Hall Ticket 28 ફેબ્રુઆરી, 2023
પરીક્ષા નું નામ GSEB SSC Examination
પરીક્ષા તારીખ૧૪ માર્ચ થી ૨૯ માર્ચ ૨૦૨૩
કેટેગરીEducation
સત્તાવાર વેબસાઈટgseb.org

SSC ધોરણ 10 ની હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરાવી?

મિત્રો, SSC Exam Hall Ticket ડાઉનલોડ કરવા માટે દરેક શાળાના આચાર્યશ્રીએ અથવા સ્લગન સ્ટાફ Gseb.org વેબસાઈટ ની પર જાઓ. અને નિચેના સ્ટેપ ફોલોવ કરી ને SSC Exam Hall Ticket ડોઉનલોડ કરો.

  • સૌ પ્રથમ Gseb.org વેબસાઈટ પર જાઓ
  • ત્યારબાદ હોમપેજ પર ” SSC Exam Hall Ticket March 2023 ” ઓપશન હશે તેના પર ક્લિક કરો.
  • હવે નવુ પેજ ખુલશે જેમાં રજીસ્ટ્રર સ્કુલ એ લોગીન થવાનું રહેશે. જેમાં તમારો સ્કુલ નો ઇન્ડેક્ષ નંબર નાખો.
  • હવે તમારો મોબાઈલ નંબર અથવા ઇ-મેલ કે જે GS & HSEB સાથે નોંધાવેલ છે તે ત્યાં એન્ટર કરો.
  • હવે નિચે આપેલ “Captcha Code” નાખો અને લોગીન બટન પર ક્લિક કરો.
  • હવે તમે મોબાઈલ કે ઇ-મેલ જે નાખ્યુ હશે તેના પર “OTP” આવશે.જેને આપેલ બોક્સ માં નાખો.
  • ત્યારબાદ તમારી સામે SSC Exam Hall Ticket જોવા મળશે જેને ડાઉનલોડ કરવાની રહેશે.

જો સ્કુલ દ્વારા ધોરણ ૧૦ પરીક્ષા ની હોલ ટિકિટ ડાઉનલોડ કરી લીધા બાદ દરેક વિધાર્થીનુ એડમીટ કાર્ડ ફોર્મ ની માહિતી મુજબ બરાબર છે કે નહી તે ચકાશવું ત્યાર બાદ આચાર્યશ્રી નો સહિ અને સિક્કો હોલ ટિકિટ માં કરી ને વિધાર્થીના ફોટા પર રાઉન્ડ સિક્કો મારી ને બધી માહિતી એક વાર ચકાસવી. જો કોઇપણ પ્રકારની ભુલ જણાય તો બોર્ડ ની કચેરી ખાતે જાણ કરવી અથવા લોગીન વખતે કોઇપણ પ્રકારની ભુલ થાય તો હેલ્પ લાઈન નંબર – ૮૪૦૧૨૯૨૦૧૪ ની મદદ લઈ શકો છો.

2023 બોર્ડ ની પરીક્ષા માં કુલ 16.55 લાખ વિધાર્થીઓ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આપેલ માહિતી મુજબ કુલ 1623 કેન્દ્રો માં ધોરણ 10 અને 12 માં ની બોર્ડ ની પરીક્ષા લેવામાં આવશે. જેમાં કુલ 16.55 લાખ વિધાર્થીઓ પરીક્ષા આપશે.

બીજી ખાસ વાત કે ગુજરાતની જેલમાં રહેલા 157 જેટલાં કેદીઓ પણ આ વખતે ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપશે.

  • GSEB SSC Hall Ticket 2023 Notification Download :- Click Here

GSEB SSC Hall Ticket 2023 : ધોરણ ૧૦ ની પરીક્ષા ૧૪ માર્ચ થી લઈને ૨૮ માર્ચ ૨૦૨૩ સુધી ચાલવાની છે. જેની તૈયારી વિધાર્થી મિત્રો ભરપુર જોસ થી કરી રહ્યા હશે. તમને અહિથી એસ.એસ.સી પરીક્ષા ની રસીદ તમે કેવી રીતે ડાઉનલોડ કરવી તેની ખબર પડી ગઈ અને જો કોઇપણ પ્રકારની મુઝવણ હોય તો કોમેન્ટ કરી જણાવી શકો છો. અમારી ગુજરાત ઇંફો હબ ની ટીમ તરફથી તમામ પરીક્ષાર્થી વિધાર્થી મિત્રો ને બેસ્ટ ઓફ લક અને ઓલ ધ બેસ્ટ, ધન્યવાદ.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment