નોકરી & રોજગાર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 188 જગ્યાઓ માટે બહાર પાડી ભરતી જાહેરાત, આજથી જ શરૂ થશે અરજી પ્રક્રિયા.

GSSSB Bharti 2024
Written by Gujarat Info Hub

GSSSB Bharti 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ હેઠળના ખાતાના વડા નિયામક શ્રી આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર ની ગાંધીનગરની કચેરીઓ હસ્તક  વર્ગ : 3 ના  તાંત્રિક સંવર્ગો સાંસોધન મદદનીશ વર્ગ-3 ની 99 જગ્યાઓ તેમજ આંકડા મદદનીશ વર્ગ-3  ની 89 જગ્યાઓ માટે  સીધી ભરતી થી જગ્યાઓ ભરવા માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસે થી Ojas ની વેબ સાઈટ ઉપર ઓનલાઇન અરજી પત્રકો મંગાવવામાં આવે છે. ojas.gujarat.gov.in વેબ સાઇટ પર અરજી કરવાની કરવાની પ્રક્રિયા આજથીજ એટલે કે તારીખ 02/01/2024 બપોરના 02.00 કલાક થી તારીખ : 16/01/2024 સમય : 23 .59 સુધી ઉમેદવારો તેમની ઉમેદવારી કરી શકશે.

GSSSB Bharti 2024

બોર્ડગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટતાંત્રિક સંવર્ગો સાંસોધન મદદનીશ અને આંકડા મદદનીશ વર્ગ-3
જાહેરાત ક્રમાંક226/202324
અરજી કરવાની શરૂઆત2-1-2024
અરજી કરવાની છેલ્લી તારીખ16-1-2024
સત્તાવાર સાઈટhttps://ojas.gujarat.gov.in

ગૌણ સેવા ભરતી માટે અરજી કરતાં પહેલાં ઉમેદવારોએ ગૌણ સેવા પસંદગી મંડળ નું નોટીફીકેશન કાળજી પૂર્વક વાંચી  પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની વિગતો ઓનલાઈન ભરવાની રહેશે. ખોટી વિગત ભરવાને લીધે અરજી રદ ના થાય તે માટે વિગતો કાળજી પૂર્વક ભરવાની રહેશે. ઉમેદવારોએ પોતાની અરજી અને લાયકાત,જાતિ  વગેરના પ્રમાણપત્રો મંડળને હાલ મોકલવાના નથી પરંતુ પોતાની પાસે સાચવી ને રાખવાના રહેશે. ઉમેદવારોએ મંડળની વેબ સાઈટ પણ જોતાં રહેવું જેથી મંડળ તરફથી આપનાર સૂચનાઓ મળતી રહે. મંડળ દ્વારા ઉમેદવારોને મોબાઈલ દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવતું હોઈ ઉમેદવારો તેમનો ચાલુ હોય તેવો મોબાઈલ નંબર અરજી વખતે દર્શાવે તે ખૂબ જરૂરી છે.

GSSSB પરીક્ષા પધ્ધતિ

ગુજરાત  ગૌણ સેવા પસંદગી મંડળ આ પરીક્ષા નવી પધ્ધતી એટલે કે MCQ પ્રશ્નો વાળી Computer Base Recriutment Test (CBRT ) પધ્ધતિથી લેવામાં આવશે .  જે ઉમેદવારોએ આપવાની રહેશે.  આ પરીક્ષા પાર્ટ A 60 ગુણ અને પાર્ટ B 150 ગુણ ની એમ બે પાર્ટમાં લેવામાં આવશે . આ માટે ઉમેદવારને 180 મિનિટ એટલેકે 3 કલાકનો સમય આપવામાં આવશે તેમજ પરીક્ષા માં ખોટા જવાબ માટે ¼ ગુણ કાપવામાં આવશે.

સંવર્ગવાર જગ્યાઓ :

લાયકાત ,વય મર્યાદા અને પરીક્ષા ફી તેમજ તમામ માહીતી માટે અત્રે આપવામાં આવેલ સત્તાવાર નોટિફિકેશન વાંચી લીધા પછી અરજી કરવા વિનંતી છે.

ગૌણ સેવા ભરતી માટે અરજી કેવી રીતે કરવી?

આ ભરતી માટે જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તેઓ સત્તાવાર સાઈટ પર જઈ તમે નીચે આપેલ સ્ટેપ ફોલોવ કરી અરજી કરી શકો છે.

  • સૌ પ્રથમ ojas.gujarat.gov.in પર જાઓ.
  • ત્યારબાદ “Online Application” પર જઈ “Apply” બટન પર ક્લિક કરો.
  • હવે તમે તમારે જાહેરત પસંદા કરો, ત્યારબાદ જે ભરતી માટે અરજી કરવા માંગો છો તે પસંદ કરો.
  • ત્યારબાદ અરજી ફોર્મ ભરો અને જરુરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ તામારુ ફોર્મ સબમીટ કરી, પ્રિંટ નિકાળી રાખો.

અગત્યની લિંક

મંડળની સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો 
જાહેરાતનું વિગતવાર નોટીફીકેશન અહીથી ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો 
અરજી કરવા માટેની વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment