નોકરી & રોજગાર

GSSSB New Recruitment 2024: હિસાબ અને તિજોરી નિયામક કચેરીની વિવિધ 266 જગ્યાઓ માટે ભરતી, આજે જ અરજી કરો

GSSSB New Recruitment 2024
Written by Gujarat Info Hub

GSSSB New Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારાપેટા હિસાબનીશ અને સબ ઓડિટર વર્ગ : 3 સંવર્ગની 116 જગ્યાઓ અને હિસાબનીશ,ઓડીટર /પેટા તિજોરી અધિકારી અને અધિક્ષક વર્ગ :3 ની કુલ 266 જગ્યાઓની ભરતી માટે જાહેરાત ક્રમાંક 225/2023-24 માટે OJAS વેબ સાઈટ પર અરજીઓ સ્વીકારવાનું શરૂ કરેલ છે.

મિત્રો, જો તમે ઓડિટર અને હિસાબનીશ માટેની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો,અને પરીક્ષાની રાહ જોઈ રહ્યા હો તો તમારી આતુરતાનો અંત આવી ગયો છે. GSSSB New Recruitment 2024 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક શ્રી હિસાબ અને તિજોરી કચેરી હસ્તકની પેટા હિસાબનીશ અને સબ ઓડિટર વર્ગ : 3 સંવર્ગની 116 જગ્યાઓ અને હિસાબનીશ,ઓડીટર /પેટા તિજોરી અધિકારી અને અધિક્ષક વર્ગ :3 ની 150 જગ્યાઓ માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફત સીધી ભારતીથી ભરવા માટે પસંદગી યાદી તૈયાર કરવા ઓન લાઇન અરજીઓ OJAS ની વેબ સાઈટ મારફત ઓન લાઇન અરજીઓ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે.

વિભાગગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પદ (હોદ્દાનું નામ )સબ ઓડિટર /પેટા હિસાબનીશ  હિસાબનીશ /ઓડિટર /પેટા તિજોરી અધિકારી /અધિક્ષક
જગ્યાઓ266
અરજી કરવાની વેબ સાઈટhttps ://ojas.gujarat.gov.in
અરજી કરવાનો સમયગાળો15/02/2024 થી 01/03/2024 (સમય 23.59 )સુધી
સત્તાવાર સાઈટhttps://gsssb.gujarat.gov.in/

શૈક્ષણિક લાયકાત:

ઉમેદવાર બીબીએ/બીસીએ/બીકોમ/બીએસસી (મેથેમેટીક્સ અને આંકડા શાસ્ત્ર સાથે )બીએ (આંકડાશાસ્ત્ર,અર્થ શાસ્ત્ર,મેથેમેટિક વિષય સાથે) અથવા સમકક્ષ લાયકાત નિયમોનુસાર ધરાવતા હોવા જોઈએ.

વય મર્યાદા અને તેમાં છૂટછાટ :

અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની ઉમર 20 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહી. અનામત કક્ષાના ઉમેદવારોને ઉપલી વાય મર્યાદામાં નિયમોનુસાર છૂટછાટ આપવામાં આવશે.

પગાર ધોરણ:

પેટા હિસાબનીશ /સબ ઓડિટર વર્ગ :3 માટે પ્રથમ પાંચ વર્ષ માટે રૂપિયા  26000 અને ત્યારબાદ સરકારશ્રીના નિયમોનુસાર તેમજ હિસાબનીશ અને હિસાબનીશ /ઓડિટર અને પેટા તિજોરી અધિકારી માટે પ્રથમ પાંચ વર્ષ માટે રૂપિયા 49600 અને ત્યારબાદ સરકારશ્રીના નિયમોનુસાર

પરીક્ષા ફી:

પરીક્ષા ફી પ્રાથમિક પરીક્ષા માટે રૂપિયા 500 અને મુખ્ય પરીક્ષા માટે રૂપિયા 600 તેમજ અનામત કક્ષાના ઉમેદવાઓ માટે પ્રાથમિક પરીક્ષા રૂપિયા 400 અને મુખ્ય પરીક્ષા રૂપિયા 500 પરીક્ષા ફી નિર્ધારીત કરેલ છે.

પરીક્ષા પધ્ધતિ:

પ્રાથમિક પરીક્ષા માટેની પધ્ધતિ CBRT એટલેકે Computer Based Response Test બેઝ MCQ પ્રશ્નોવાળી પધ્ધતિ રહેશે જ્યારે મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક સ્વરૂપના બે પેપરોની રહેશે.

  • મુખ્ય પરીક્ષાના આધારે મેરીટ તૈયાર કરવામાં આવશે.
  • પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષા સબંધિત વધુ માહિતી માટે ગુજરાત ગૌણ સેવા મંડળનું સત્તાવાર જાહેરનામું ધ્યાનપૂર્વક વાંચી જવા વિનંતી છે.

આ જુઓ:- Special Educator Bharti: પ્રાથમિક શાળાઓ માટે સ્પેશિયલ એજ્યુકેટરની 3000 જગ્યાઓ માટે ભરતી, અરજી માટે અહીં જુઓ

અગત્યની લિંક :

જાહેરાત જોવા માટેઅહી ક્લીક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહી ક્લીક કરો
હોમપેજઅહી ક્લીક કરો

About the author

Gujarat Info Hub

Leave a Comment