નોકરી & રોજગાર

Gujarat Metro Bharti 2023: ગુજરાત મેટ્રોમાં ભરતી 2023, કુલ 82 જગ્યાઓ માટે અરજી કરો અહીથી

Gujarat Metro Bharti 2023
Written by Gujarat Info Hub

Gujarat Metro Bharti 2023: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કુલ 82 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારો સરકારી નોકરીની શોધખોળમાં છે તેઓ આ ભરતીની લાયકાત ધરાવતા હોય તો તેઓ તારીખ 17 ઓક્ટોમ્બર સુધી ઓફિશયલ વેબસાઇટ ની મદદથી અરજી કરી શકે છે. ગુજરાત મેટ્રોમાં ભરતી 2023 ની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, જરૂરી ડૉક્યુમેન્ટ અને અરજી કરવાની રીત વગેરેની માહિતી આ આર્ટિકલના માધ્યમથી મેળવીશું.

Gujarat Metro Bharti 2023

સંસ્થા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)
પોસ્ટવિવિધ
કુલ જગ્યાઓ82
અરજી કરવાની શરૂઆત04/10/2023
અરજી કરવાની છેલ્લી તારીખ17/10/2023
અરજી કરવાની રીત ઓનલાઈન
સત્તાવાર સાઈટhttps://www.gujaratmetrorail.com/

પદોના નામ

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વિવિધ સિવિલ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવેલ છે જેમના નામ નીચે મુજબ છે.

  • ચીફ જનરલ મેનેજર/જનરલ મેનેજર (સિવિલ)
  • એડિશનલ જનરલ મેનેજર/જોઈન્ટ જનરલ મેનેજર (સિવિલ)
  • સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર/ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ)
  • સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર/ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ સેફ્ટી)
  • સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર/ડેપ્યુટી જનરલ મેનેજર (ટ્રેક)
  • મેનેજર/આસિસ્ટન્ટ મેનેજર (મલ્ટી મૉડલ ઈન્ટિગ્રેશન)
  • મેનેજર/આસિસ્ટન્ટ મેનેજર (સિવિલ)
  • મેનેજર/આસિસ્ટન્ટ મેનેજર (સિવિલ-QA/AC)
  • મેનેજર/આસિસ્ટન્ટ મેનેજર (ટ્રેક)

ઉપરોકત પોસ્ટ સિવાય સિસ્ટમ પોઝિશન ની કુલ 21 જગ્યાઓ માટે જાહેરાત બહાર પડેલ છે અને સપોર્ટ ફંકશન માં પણ જાહેરાત કરવામાં આવેલ છે, પોસ્ટની સંપૂર્ણ માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી શકો છો.

શૈક્ષણિક લાયકાત

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા બહાર પાડેલ વિવિધ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત છે જે માટે તમે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાતની લિન્ક ની મદદથી તમે જાહેરાત ડાઉનલોડ કરી શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવી શકો છો.

વયમર્યાદા

આ ગુજરાત મેટ્રો ભરતી માટે વિવિધ જગ્યાઓ માટે અલગ અલગ વયમર્યાદા નક્કી કરવામાં આવી છે જેમાં મુખ્યત્વે 32 થી 58 વર્ષ સુધીનો વયમર્યાદા નો સમાવેશ થાય છે. વધુ માહિતી માટે ઓફિશિયલ જાહેરાત જોવી જરૂરી છે.

જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • પાસપોર્ટ સાઈઝના ફોટા
  • માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ
  • ડિગ્રી સર્ટિફિકેટ
  • તથા અન્ય

અરજી કરવાની રીત

  • સૌ પ્રથમ https://www.gujaratmetrorail.com વેબસાઈટ ની મુલાકાત લો.
  • ત્યારબાદ હોમપેજ પર “Carrers” મેનૂ પર ક્લિક કરો
  • હવે તમને નીચે મુજબનું પેજ દેખાશે તેમાં “APPLY ONLINE POST ” પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી સામે અરજી ફોર્મ ખુલશે જ્યાં જરૂરી માહિતી દાખલ કરો
  • હવે તમારો “Resume” અને ફોટો અપલોડ કરી ફોર્મ ને સબમિટ કરો.
  • ગુજરાત મેટ્રો રેલ ભરતી ફોર્મ ભર્યા બાદ ભવિષ્યના ઉપયોગ માટે અરજીની પ્રિન્ટ નિકાળી રાખો.

અગત્યની લિન્ક

Gujarat Metro Bharti 2023 Notificationઅહીં ક્લિક કરો
ગુજરાત મેટ્રો ભરતીમાં અરજી કરવા અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ચેનલમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

About the author

Gujarat Info Hub

Leave a Comment