Gujarat Ni Jamin Na Prakar । ગુજરાતની જમીનના પ્રકાર : પ્રાચીન કાળથી ભારત ખેતીપ્રધાન દેશ છે. અને દેશના વિકાસમાં ખેતી અત્યંત મહત્વનું પાસું છે. ત્યારે જમીન ના પ્રકાર અને જમીનની ફળદ્રુપતા વિશે જાણવું ખૂબ જરૂરી છે . અહી આપણે ગુજરાત ની જમીન અને ગુજરાતની જમીનના પ્રકારોની આજે ચર્ચા કરીશું .
ભારતમાં ગુજરાત ખેતી ક્ષેત્રે સમૃધ્ધ રાજ્ય છે. ગુજરાત નાં અલગ અલગ ક્ષેત્રોમાં જુદા જુદા પ્રકારની જમીન છે. આપણે ત્યાં સૌરાષ્ટ્ર પ્રદેશના જુનાગઢ અને આસપાસના જિલ્લાની મધ્યમ કાળી જમીન મગફળીના પાકને વધુ માફક આવે છે . ભરુચ અને વડોદરા જિલ્લા વચ્ચેના વિસ્તારની જમીન કાનમના કપાસના પ્રદેશ તરીકે આપણે ઓળખીએ છે. આ ફળદ્રુપ જમીન કપાસના પાકને વધુ માફક આવે છે. તેવીજ રીતે ખેડા અને આણંદ જિલ્લાનો ચરોતર જિલ્લાની ફળદ્રુપ જમીન તમાકુના પાકને વધુ માફક આવે છે . ચરોતર તમાકુ નું મબલખ ઉત્પાદન કરી તમાકુના પ્રદેશ તરીકે ફળદ્રુપ જમીનને લીધે જાણીતો બન્યો છે . અમદાવાદ,ભાવનગર અને સુરેન્દ્રનગરનો કેટલોક વિસ્તાર ભાલ પ્રદેશ તરીકે ઓળખાય છે . કાંપવાળી જમીન ઘઉંનું ખૂબ ઉત્પાદન આપે છે . તેથીજ કાંપવાળી જમીન ધરાવતો ભાલ પ્રદેશ ગુણવત્તાયુક્ત ભાલીયા ઘઉના પ્રદેશ તરીકે ઓળખાય છે. ઉત્તર ગુજરાતની રેતાળઅને ગોરાડુ જમીન બાજરીના મબલખ પાકને વધુ અનુકૂળ છે .
આમ ખેતીના પાકો “જમીનના પ્રકાર” ઉપર આધારીત રહે છે જે ઉત્પાદન પર સૌથી વધુ અસર કરે છે . ગુજરાતના પૂર્વ સરહદની પર્વતીય જમીનને બાદ કરતાં મોટા ભાગની જમીન કાંપ વાળી છે . ગુજરાતમાં જમીન ના પ્રકાર વિશે જમીન મોજણી સંસ્થા એ ગુજરાતની જમીનને 7 પ્રકારમાં વિભાજીત કરી છે .
જમીનના પ્રકાર ( Types of Soil in Gujarati ) :
ગુજરાતની જમીનના પ્રકાર :ગુજરાત રાજ્ય જમીન મોજણી સંસ્થા એ જમીનોને ફળદ્રુપતા રંગ અને ઉદ્ભવ પ્રક્રિયા ને આધારે ગુજરાતની જમીનને સાત પ્રકારમાં વર્ગીકૃત કરી છે . તે મુજબ ગુજરાતની જમીન ના પ્રકાર આ મુજબ પાડવામાં આવ્યા છે .
ગુજરાતમાં જમીનના પ્રકાર કેટલા છે ?
- કાંપની જમીન
- કાળી જમીન
- રેતાળ જમીન
- ક્ષારીય જમીન
- પડખાઉ જમીન
- પહાડી જમીન
- જંગલોની જમીન
કાંપની જમીન કે ભાઠાની જમીન (Alluvial Soils):
Kapni jamin: ગુજરાતમાં કાંપની જમીનોનું પ્રમાણ વધારે છે. ગુજરાતના પૂર્વ પટ્ટાની ડુંગરાળ જમીનોને બાદ કરતાં ગુજરાતની 54 જેટલી જમીનો કાંપની જમીનો છે . ગુજરાતની મોટી નદીઓએ વર્ષો થી પોતાની સાથે ઘસડી લાવેલા કાંપને લીધે આ જમીનો બની છે . ગુજરાતની મહી ,તાપી ,નર્મદા અને સાબરમતી અને બીજી અનેક નદીઓએ પોતાની સાથે ઘસાયેલા ખડકો અને કાંપ લાવીને ગુજરાતની મોટાભાગની જમીનને ફળદ્રુપતા બક્ષી છે . કાંપની જમીન પણ તેના ઉદ્ભવ કાળને લીધે બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવી છે . 1 ભાઠાની જમીનો 2 કાંપની જમીનો
કાંપની જમીનને બેસર ,ભાઠાની કે ગોરાટ જમીન કહેવામાં આવે છે . નદીના કિનારાની કે મુખ ત્રિકોણ પ્રદેશની કાંપ ની જમીન જમીન એમ બે પ્રકારની કાંપની જમીનો હોય છે . ગુજરાતમાં મહી સાબમતી નર્મદા અને બીજી અનેક નદીઓએ પોતાની સાથે કાંપ ઘસડીને લાવી જમીનને ફળદ્રુપ બનાવી છે .આ જમીનમાં રેતી ,માટી વગેરેનું પ્રમાણ અલગ અલગ હોવાથી અલગ પ્રકારની જમીનો બનાવી છે . આ જમીનનું બંધારણ અલગ અલગ હોય છે .ભાઠાની જમીન ,ગોરાટ જમીન કે બેસર જમીનમાં ફૉસ્ફરસ નું પ્રમાણ વધારે અને ચુનાનું પ્રમાણ ઓછું હોય છે . તેમજ આ જમીન આલ્ક્લાઇન વાળી પણ હોય છે .
ગોરાટ જમીનો નદીઓએ ઠાલવેલા જૂના કાંપની બનેલી હોવાથી તેમ ફળદ્રુપતાનું પ્રમાણ ઘટી ગયેલું હોય છે .જ્યારે ભાઠાની જમીનો નવા કાંપની બનેલી હોય તેમાં ફળદ્રુપતાનું પ્રમાણ વધારે જોવા મળે છે . આમ નવા કાંપની જમીનો ને ભાઠાની જમીનો કહેવામાં આવે છે . ભાઠાની જમીનમાં રેતી નું પ્રમાણ 45 ટકા ,માટીનું પ્રમાણ 17 ટકા અને 6 ટકા જેટલાં સેંદ્રિય તત્વો જોવા મળે છે . ભાતની જમીનનું ઉપલું સ્ટાર બેફૂટ થી ત્રણ ફૂટ સુધી ફળદ્રુપ જોવા મળે છે .
ઉત્તર ગુજરાતની ગોરાડું જમીનમાં પોટાસ નું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. આ જમીન ગોરાડું પ્રકારની જમીન છે .ગોરાડું જમીનમાં નાઇટ્રોજન અને ચૂનાના તત્વો ઓછાં હોય છે .જ્યારે ફૉસ્ફરસ નું તત્વ વધારે જોવા મળે છે.
કાળી જમીન કે ગોરાડું જમીન ( Kali Jamin)
કાંપની જમીન પછી ગુજરાતની જમીનના પ્રકારમાં કાળી જમીનનો સમાવેશ થાય છે .કાળી જમીન નદીઓએ કરેલા ખડકોના ધોવાણ ના નીક્ષેપ થકી રચાઇ છે .કાળી જમીનોમાં મધ્યમ કાળી અને કાળી જમીન એવા ભાગ પડે છે . આવી જમીન સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ,વડોદરા અને પંચમહાલ જિલ્લાના ભાગો તેમજ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક ભાગોમાં આવેલી છે .આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે . પરંતુ અરવલ્લી અને સાબરકાંઠાની જે જમીનો તે વિસ્તારમાં આવેલાં જંગલોને લીધે સેંદ્રિય તત્વો ધરાવતી હોઈ કપાસ અને ડાંગરના પાકને વધારે અનુકૂળ આવે છે . આ જમીનમાં 40 ટકા માટી 40 ટકા રેતી અને 6 ટકા સેંદ્રિય તત્વો અને થોડી માત્રામાં નાઇટ્રોજન અને ફૉસ્ફરસ પણ જોવા મળે છે . સૌરાષ્ટ્રની આ પ્રકારની જમીનો મગફળી ,કપાસ વગેરે પાકને અનુકૂળ આવે છે . આ જમીનો પાણીના નિતારવાળી હોવાના નિધે મધ્યમ કાળી જમીન સીંચાઈની સગવડ થી વિવિધ પાકો લઈ શકાય છે . દક્ષિણ જમીનની કાળી જમીનો તાપી ,નર્મદા અને બીજી નદીઓએ પોતાની સાથે ઘસડી લાવેલા કાંપ અને ખડકોના નિક્ષેપ ને કારણે 40 ટકા માટી અને 7 થી 8 ટકા સેંદ્રિય તત્વો થી ભરપૂર હોવાને લીધે કપાસ વગેરેના પાકને વધુ અનુકૂળ આવે છે . આ જમીન ખૂબ ઊંડે સુધી ફળદ્રુપ છે તેમજ તેની ભેજ સંગ્રાહક શક્તિ વધારે છે .
રેતાળ જમીન ( Retal Jamin )
રેતાળ જમીનમાં ખડકોથી ખવાણ થયેલ ખડકોની રેતીનો ભાગ વધારે પ્રમાણમાં જોવા મળે છે .આવી જમીન ઓછા વરસાદ વાળા કચ્છ ,બનાસકાંઠા ,અરવલ્લી વગેરે જિલ્લાઓમાં જોવા મળે છે . રેતાળ જમીનમાં મોટી રેતીનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ પ્રમાણ માં હોય છે . આ એક હલકા પ્રકારની જમીન છે . જો તેમાં કુદરતી ખાતરો અને સેંદ્રિય ખાતરનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે તો રેતાળ જમીનમાં પણ ખેતી કરી શકાય છે . આ પ્રકારની જમીનમાં કેલ્શિયમ કાર્બોનેટ અને જીપ્સમ નું પ્રમાણ વધુ માત્રામાં હૉય છે . આ જમીનમાં પાણી ઝડપથી જમીનમાં ઉતારી જતું હોવાથી સિંચાઈ માટે પાકને વધુ પિયત આપવાં પડે છે . તેથી રેતાળ જમીનમાં ખેતી કરવા માટે સિંચાઈ માટેની સુવિધા પૂરતી હોય એ જરૂરી છે .
ક્ષારીય જમીન ( Kshariy Jamin ):
ગુજરાતમાં ક્ષારીય જમીનનું પ્રમાણ પણ વધારે છે . દરિયાકિનારાના પ્રદેશોમાં દરિયાઈ ભરતીનું પાણી આ જમીનને ક્ષારીય જમીન બનાવે છે .ગુજરાતને 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળ્યો છે . સોમનાથ થી દ્વારકા અને અમદાવાદ,આણંદ અને ખેડા જિલ્લાના કેટલાક વિસ્તારો તેમજ ભાલ અને સૌરાષ્ટ્રનો ઘેડ પ્રદેશ ના કેટલાક ભાગો ક્ષારીય જમીન ધરાવે છે .ક્ષારીય જમીન ખેતી માટે તદન નકામી બની જાય છે .આ દરિયા કિનારાની જમીન ઉપર ખારાશના થર ની પોપડી બાઝી જાય છે .ઉત્તર ગુજરાત અને રણ ને અડીને આવેલી જમીન ક્ષારીય જમીન ધરાવે છે .આમ સમગ્ર ગુજરાતમાં આશરે 9 લાખ હેક્ટર જેટલી જમીન ક્ષારીય જમીન છે . સમુદ્ર સપાટીથી નીચે આવેલા પ્રદેશો ક્ષારીય જમીન ધરાવે છે .
પડખાઉ જમીન ( Laterite soil )
લેટેરાઈટ જમીન: આપણે ત્યાં ગુજરાતમાં પડખાઉ જમીન નહીવત છે પડખાઉ જમીનને લેટેરાઇટ જમીન પણ કહેવામાં આવે છે.આ જમીન ઘાટા રાતા રંગની અને વધુ વરસાદ વાળા વિસ્તારમાં ડાંગ જિલ્લાના કેટલાક ભાગમાં ગાઢ જંગલોને કારણે આવી જમીન જોવા મળે છે . આ જમીન સુકાયા બાદ તેમાં ચીરા પડી જાય છે . તેમજ આ પડખાઉ જમીનમાં નાઇટ્રોજન અને ચુનાનું પ્રમાણ ઓછું હોય છે . તેમજ આ જમીન એસીડીક હોય છે અને માટીનું પ્રમાણ વધુ હોય છે. તેથી પડખાઉ જમીન એટલેકે લેટેરાઈટ જમીન ખેતી માટે બહુ ઉપયોગી હોતી નથી.
પહાડી જમીન ( Pahadi Jamin)
પહાડી જમીન ગુજરાત રાજ્ય ના પહાડી વિસ્તારમાં જોવા મળે છે .ગુજરાતના પંચમહાલ સુરેન્દ્રનગર,જુનાગઢ જિલ્લાના પર્વતીય ક્ષેત્રમાં પહાડી વિસ્તારમાં આવેલી પહાડી જમીનો છે .પહાડી જમીનો વરસાદના ધોવાણ થી ધોવાણ થવાથી પાતળું પડ ધરાવે છે .તેમજ ઢોળાવો પુરા થતાં હોય ત્યાં આ માટી એકઠી થતાં ત્યાં જમીનનું પડ જાડું બનતું જાય છે . પહાડી જમીનમાં સેન્દ્રીય તત્વો ઓછા પ્રમાણમાં જોવા મળે છે .
જંગલોની જમીન ( Jangaloni Jamin )
જંગલોની જમીનો ગોરાડું અને સેન્દ્રીય તત્વોથી ભરપૂર હોય છે .ગુજરાતમાં જંગલોનું પ્રમાણ કુલ જમીનના 10 જેટલું હોવાથી જંગલ ધરાવતા જિલ્લાઓમાં આવી જંગલી જમીનો જોવા મળે છે ગુજરાતના જુનાગઢ ,ડાંગ ,અરવલ્લી અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આવે જમીનો છે .જૂનાગઢ જિલ્લાની જમીનોમાં જમીનો માં સેન્દ્રીય તત્વો અને ચુનાનું પ્રમાણ વધુ જોવા મળે છે . જ્યારે ડાંગ જિલ્લાની જંગલી જમીનોમાં ચુનાનું પ્રમાણ ઓછું જોવા મળે છે .આવી જમીનો એસીડીક હોય છે .
આ વાંચો : જમીનની ઓનલાઈન નકલ ઘરે બેઠા
અન્ય જમીનોના પ્રકાર ( Anya Jamino )
ઉપરોક્ત જમીન અને જમીનના પ્રકારો સિવાય આપણે ત્યાં ગુજરાતમાં વિશિષ્ટ પ્રાકરનાં નામો ધરાવતી જમીનો જેવીકે ક્યારીની જમીન ,ઘેડની જમીન ,ધારની જમીન ,બેસર જમીન જેવાં નામથી પ્રચલીત છે. તો આવી જમીનો વિષે પણ જાણીએ .
ઘેડની જમીનો ( Ghed Ni Jamino ) :
આ જમીનો સાનાન્ય કરતાં નીચો વિસ્તાર ધરાવતી જમીનો છે . ગીર સોનનાથ જિલ્લા કીનારાનો ઘેડ વિસ્તાર નીચી ભૂમિ ધરાવે છે .જેથી ત્યાં પાણીનો ભરાવો થતાં વરાપ મોદી થાય છે આથી આવી ઘેડની જમીનો ડાંગરના પાક માટે ખૂબ અનુકૂળ આવે છે .આ જમીન ફળદ્રુપ હોયછે .
ક્યારીની જમીન ( Kyari Ni Jamin ) :
કયારીને જમીનો પિયતની સુવિધાવાળા પ્રદેશોમાં ખેતી માટે અનુકૂળ અને ફળદ્રુપ જમીનો છે .આ જમીનો કાંપની બનેલી હોય છે ક્યારીની જમીનમાં માટીનું પ્રમાણ વધુ અને ચુનાનું પ્રમાણ ઓછું હોય છે . તેમજ આ જમીનની ભેજ સંગ્રાહાક ક્ષમતા વધુ હોવાથી ડાંગરના પાકને વધુ અનુકૂળ છે .આ જમીન મધ્ય ગુજરાત ના મેદાની પ્રદેશોમાં વધુ જોવા મળે છે .
ધારની જમીન ( Ghar Ni Jamin) :
આ જમીન ખૂબ ફળદ્રુપ હોય છે. ડુંગરાળ પ્રદેશની ધારે આવેલી આ જમીન મગફળીના પાકને વધુ અનુકૂળ છે . ખાસ કરીને સૌરાષ્ટ્રના મેદાની પ્રદેશોમાં ધારની જમીનો વધુ જોવા મળે છે . ધારની જમીન સૌરાશ્ત્ર્ન જુનાગઢ ,અમરેલી વગેરે જિલ્લાઓમાં જોવા મળે છે .
આ વાંચો :- ગુજરાતની નદીઓ નો નકશો
બેસર જમીન ( Besar Jamin ):
રેતાળ અને રંગમાં મધ્યમ કાળી તેમજ કાંપની બનેલી બેસર જમીન મધ્ય ગુજરાતના આણંદ ,ખેડા વગેરે જિલ્લામાં જોવા મળે છે .બેસર જમીન ખેતી માટે ખૂબ અનુકૂળ છે .
આ વાંચો :- વર્ષ 2023 ની આંતરરાષ્ટ્રીય બરછટ અનાજ વર્ષ તરીકે ઉજવાશે
મિત્રો ,ગુજરાતની જમીન અને જમીનના પ્રકાર દરેક સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ અને અભ્યાસ કરતા વિધાર્થીઓ અને જિજ્ઞાસુ ઑ માટે અગત્યનો વિષય ગણી શકાય અમારો આ ગુજરાતની જમીન (Gujarat Ni Jamin) અને જમીનના પ્રકાર (Jamin Na Prakar ) આપને કેવો લાગ્યો તે આપ અચુકથી કોમેંટમાં જણાવશો અને બીજા આવા જ આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઈટ ગુજરાત ઇંફો હબ જોતાં રહેશો .
ગુજરાતની જમીનની પશ્નોતરી
ગુજરાતમાં જમીનના પ્રકાર કેટલા છે
ગુજરાતની જમીનના પ્રકારમાં મુખ્યત્વે ૧) કાંપની જમીન ૨) કાળી જમીન ૩) રેતાળ જમીન ૪) ક્ષારીય જમીન ૫) પડખાઉ જમીન ૬) પહાડી જમીન ૭) જંગલોની જમીન અને બીજા કેટલાક પ્રકારની જમીન આવેલ છે.
Laterite જમીન એટલે શું ?
લેટેરાઈટ (Laterite) જમીન એટલે પડખાઉ જમીન જે લાલ રંગની હોય છે, જે વધુ વરસાદ વાળા વિસ્તારમાં જોવા મળે છે, ગુજરાતમાં આ જમીન ઓછી માત્રા માં જોવા મળે છે તે પણ ડાંગ જીલ્લાના જંગલ વિસ્તારમાં જોવા મળે છે.
ભાઠાની જમીન ગુજરાતના ક્યા જિલ્લામાં જોવા મળે છે?
ભાઠાની જમીન ગુજરાતના નર્મદા, તાપી અને સાબરકાંઠા જીલ્લામાં મુખ્યત્વે જોવા મળે છે.
ગુજરાતમાં સૌથી વધુ કયા પ્રકારની જમીન જોવા મળે છે?
ગુજરાતમાં કાંપની જમીન કે ભાઠાની જમીનનું પ્રમાણ સૌથી વધુ છે. ત્યારબાદ કાળી જમીન બીજા નંબરે ગુજરાતમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.