નોકરી & રોજગાર

ગુજરાત હાઈકોર્ટ માં ૩૨૭૬ જગ્યાઓ માટે 10 પાસ પર ભરતી | Gujarat High Court Recruitment 2023

Gujarat High Court Recruitment 2023
Written by Gujarat Info Hub

Gujarat High Court Recruitment 2023: ગુજરાત હાઈકોર્ટ ભરતી ૨૦૨૩ માં હાઈકોર્ટ દ્વારા આસિસ્ટન્ટ ની ૧૭૭૭ જગ્યાઓ તથા ગુજરાતની નિચલી કોર્ટો માટે પટાવાળા (વર્ગે ૪) ની ૧૪૯૯ જગ્યાઓ માટે નોટીફિકેશન બહાર પાડવામાં આવેલ છે. ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 માં હાઈકોર્ટ આસિસ્ટન્ટ ભરતી અને હાઈકોર્ટ પટાવાળા ભરતી બન્ને માટે અલગ અલગ અરજી કરવાની થશે. 

Gujarat High Court Bharti 2023: તો આવો જાણીએ ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ ની કુલ જગાયાઓ ૧૭૭૭ અને ગુજરાત હાઈકોર્ટ પટાવાળાની કુલ જગ્યાઓ ૧૪૯૯ માટે જે લોકો રસ ધરાવે છે તેમણે બન્ને હાઈકોર્ટ ભરતી માટે અલગ અલગ અરજી કરવાની રહેશે, તો આવો જાણિએ Gujarat High Court Recruitment માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, શુ પગાર ધોરણ રહેશે વગેરેની માહિતી આહિથી જોઈશુ.

Gujarat High Court Recruitment 2023

વિભાગ/સંસ્થાગુજરાત હાઈકોર્ટ
પોસ્ટનું નામ આસિસ્ટન્ટ અને પટાવાળા (વર્ગ ૪)
કુલ જગ્યાઓ ૩૨૭૬
આસિસ્ટન્ટ ની જગ્યાઓ૧૭૭૭
પાટાવાળા ની જગ્યાઓ૧૪૯૯
અરજી પ્રકીયાઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://hc-ojas.gujarat.gov.in
ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023\

ગુજરાત હાઈકોર્ટ પટાવાળા ભરતી 2023

Gujarat High Court Recruitment 2023: ગુજરાત હાઈકોર્ટ દ્વારા કુલ 1499 PEON ની ભરતી કરવામાં આવશે. જેમાં 10 પાસ વાળા વિધાર્થીઓ અરજી કરવા લાયક ગણાશે. આવો જોઈએ પટાવાળા ભરતી માટે શૈક્ષણિક લાયકાત શું છે ?

વયમર્યાદા :

 • હાઇકોર્ટ પ્યૂન માટે ઓછામાં ઓછી ઉમર ૧૮ વર્ષ
 • વધુમાં વધુ ઉમર ૩૩ વર્ષ સુધીની હોવી જોઈએ

શૈક્ષણિક લાયકાત

 • ગુજરાત હાઈકોર્ટ પ્યૂન ની ભરતી માટે ૧૦ થી લઈને ઉપરની ડિગ્રી વાળા અરજી કરવા લાયક ગણાશે.
 • ઉમેદવાર ને ગુજરાતી અને હિન્દી ભાષા નું જ્ઞાન હોવું જરૂરી છે.

પગાર ધોરણ

 • પસંદગી પામેલ ઉમેદવારો નો પગાર ધોરણ 14800 થી 47,100 સુધીનો રહેશે.

પસંદગી નું માળખું

સૌ પ્રથમ લેખિત પરીક્ષા લેવાશે જેમાં જનરલ નોલેજ, ગુજરાતી ભાષા, કરન્ટ અફેર્સ અને ગણિત ના લાગતા પ્રશ્નો પૂછાઇ શકે. ત્યારબાદ લેખિત ના મેરીટ આધારીત ડૉક્યુમેન્ટ વેરિફિકેશન નું ઉમદવારો નું લિસ્ટ બહાર પડશે અને છેલ્લે ફાઇનલ પસંદગી યાદી બહાર પાડવામાં આવશે.

પરિક્ષા ફી

હાઇકોર્ટ પટાવાળાં ની ભરતી માં જનરલ કેટેગરી ના ઉમેદવારો માટે 100 રૂપિયા ફિ રહેશે. જે ઓનલાઈન અને ઓફલાઇન બંન્ને રીતે પેમેન્ટ વિકલ્પ હશે ત્યાંથી ભરી શકાશે.

હવે તમે Gujarat High Court PEON Bharti 2023 Online અરજી કેવી રીતે કરવી તેની માહતી નીચે અમે સેર કરેલ તે તે પહેલા હાઇકોર્ટ આસિટંટ ની ભરતી ની વિગત જોઈશું.

ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023

Gujarat High Court Assistant Bharti: ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ ભરતી માં કુલ ૧૭૭૭ જગ્યાઓ માટે ઓનલાઈન નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે. જેમાં શક્ષણિક લાયકાત, પગાર ધોરણ ની વિગત નીચે મુજબ છે.

વયમર્યાદા :

 • હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી માટે ઓછામાં ઓછી ઉમર 21 વર્ષ
 • વધુમાં વધુ ઉમર 35 વર્ષ સુધીના ઉમેદવાર અરજી કરવા લાયક ગણાશે.
 • મહિલા ઉમેદવાર તથા SC/ST/OBC કેટેગરી ના ઉમેદવાર માટે ઉમરમાં 5 વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવશે.
 • વધુ માહતી માટે ઓફિસિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

શૈક્ષણિક લાયકાત

 • બેચલર ડિગ્રી કે તેનાથી વધુ માન્ય યુનિવર્સિટી કે સંસ્થા નું સર્ટિફિકેટ જરૂરી છે
 • કોમ્પ્યુટર નું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે.
 • ઉમેદવાર ને ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષા નું જ્ઞાન હોવું જરૂરી છે.

પગાર ધોરણ

 • પસંદગી પામેલ ઉમેદવારો નો પે સ્કેલ 19900 થી 63,200 સુધીનો રહેશે.

પસંદગી નું માળખું

 • સૌ પ્રથમ પ્રિલિમ પરીક્ષા યોજાશે જે MCQ બેઝ હશે
 • ત્યારબાદ મુખ્ય પરીક્ષા યોજાશે જે લેખિત હશે.
 • ત્યારબાદ કોપ્યુટર પરીક્ષા લેવામાં આવશે.
 • ઉપરોક્ત ત્રણે પરીક્ષા બાદ ઉમેદવારો ની ફાઇનલ પસંદગી થશે.

પરિક્ષા ફી

 • જનરલ કેટેગરી ના ઉમેદવાર માટે – 600 રૂપિયા
 • ST/SC/OBC & Ex-Servicemen – 300 રૂપિયા
 • પેમેન્ટ મોડ ઓનલાઈન અને ઓફલાઇન બંને રહેશે

હવે Gujarat High Court Assistant Recruitment માટે શું શું શક્ષણિક લાયકાત જરૂરી છે તે તમને ખ્યાલ આવી ગયો હશે હવે આપણે જોઈએ કે ગુજરાત હાઇકોર્ટ ભરતી માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી.

આ પણ વાંચો :- ગુજરાત પોલીસ માં કુલ 9000 Constable ની થશે ભરતી

ગુજરાત હાઇકોર્ટ ભરતી ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

Gujarat High Court Recruitment 2023 Online Application: હાઇકોર્ટ ની આસિસ્ટન્ટ અને પટાવાળા ની ભરતી માટે સૌ પ્રથમ નોટિફિકેશન વાંચી લેવી જેરૂરી છે. ત્યારબાદ જો તમે યોગ્ય લાયાકાત ધરાવતા હોવ તો અરજી કરવા નીચેના સ્ટેપ જુઓ.

 • સૌ પ્રથમ હાઇકોર્ટ ની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ – https://hc-ojas.gujarat.gov.in
 • હવે હોમ પેજ પર “Job Application” મેનૂ માં “Apply Now ” પર ક્લિક કરો
 • હવે તમારી સામે હાઇકોર્ટ પટાવાળા ભરતી અને હાઈકોર્ટ આસિટ્ન્ટ ભરતી એડવર્ટાઈઝ દેખાશે.
 • બંને ભરતી માંથી તમે જેમાં અરજી કરવા માગતાં હોવ તેની સામેના “Apply Now” પર ક્લિક કરો
 • હવે તમારી સામે ગુજરાત હાઇકોર્ટ ભરતી ફોર્મ તમારી સામે ખુલશે જેમાં માગેલ માહિતી ભરો.
 • ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ, ફોટો અને સાઈન અપલોડ કરો
 • હવે ઓનલાઇન પેમેન્ટ ઓપ્શન થી ફી ચુકવણી કરો
 • હવે ફોર્મ ને ચકાશી લો અને બધી માહતી બરાબર હોય તો ફોર્મ ને સબંમિટ કરાવી લો
 • તામારા હાઇકોર્ટ ભરતી ફોર્મ ની પ્રિન્ટ પણ કાઢી રાખો
 • આવી રીતે તમે હાઇકોર્ટ ની ભરતી માટે ઓનલાઈન ફ્રોર્મ સફળતા પૂર્વક ભરી શકો છો.

આ પણ જુઑ :- જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ અને કોલ લેટર

મિત્રો, Gujarat High Court Recruitment 2023 ની અરજી ફોર્મ ની પ્રક્રિયા હજુ સુધી ચાલુ થયેલ નથી અને ગુજરાત હાઈકોર્ટ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન જ્યારે મુકાશે ત્યારે અમે તરત જ અહી અપડેટ કરતાં રહીશું, તો ત્યાં સુધી અમારી વેબસાઈટ ને જોતાં રહો અને આ ભરતીની માહિતી તમે નીચે આપેલ સેર બટન ની મદદથી તમારા મિત્રો સાથે પણ સેર કરી શકો છો, આભાર.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment