એજ્યુકેશન સરકારી યોજનાઓ

RTE Gujarat Admission 2023-24: ધોરણ ૧ માં RTE અંતર્ગત ફ્રિ પ્રવેશ ની જાહેરાત, જલ્દીથી અરજી કરો

RTE Gujarat Admission 2023-24
Written by Gujarat Info Hub

RTE Gujarat Admission 2023-24 Online Date: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા Right to Education Act. (RTE Act), 2009 અંતર્ગત ધોરણ ૧ ના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાની ઓનલાઈન અરજી માટેની નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે. આર.ટી. આઈ એક્ટ હેઠળ દર વર્ષે ૬ થી ૧૪ વર્ષના બાળકોને મફત શિક્ષણ મળી રહે તે માટે અરજી મંગાવવામાં આવે છે. તો આજે આપણે જોઇશું કે RTE Gujarat Admission 2022-23 Online Date, RTE અરજી ફોર્મ, અને યોજના અંતર્ગત પ્રવેશ માટે શું માપ દંડ રહેશે. 

RTE Gujarat Admission 2023-24 Online 

વિભાગગુજરાત શિક્ષણ વિભાગ
પોસ્ટ  RTE Gujarat Admission 2023-24 
યોજનાનો ઉદેશગરીબ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક રીતે મદદ 
જાહેરાત તારીખ ૨૧/૦૩/૨૦૨૩
અરજી કરવાની શરુઆત૧૦/૦૪/૨૦૨૩
અરજી કરવાની છેલ્લી તારિખ૨૨/૦૪/૨૦૨૩
અરજી પ્રક્રિયા ઓનલાઈન
સત્તાવાર વેબસાઈટ  http://rte.orpgujarat.com/

RTE Yojana in Gujarati – રાઈટ ટુ એજ્યુકેશન યોજના 

જે બાળકના માતા પિતા તેમના બાળકોને ખાનગી શાળાના ધોરણ ૧ એડમિશન  લેવા માગે છે અને તેમની આર્થિક સ્થિતિ સારી નથી તે Right to Education Scheme ની મદદથી તેના બાળકોનું એડમિશન કરાવી શકે છે. આ યોજના માટેના અરજી ફોર્મ ભરવાની શરુઆત ૧૦ એપ્રીલ ૨૦૨૩ ના રોજ ઓનલાઈન થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૨ એપ્રીલ ૨૦૨૩ સુધી ભરી શકશો. આ યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું અને ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોડવા તેની વિગત આ બ્લોગ થી મેળવી શકશો.

RTE યોજના નો લાભ કોણ મેળવી શકે ?

રાઈટ ટુ એજ્યુકેશન યોજના અંતર્ગત જે વિદ્યાર્થી એડમિશન મેળવવા માંગે છે, તે નીચે મુજબની પાત્રતા ધરાવતા હોવા જરૂરી છે.

  • વિધાર્થીની ઉમર ૫ વર્ષથી ઓછી અને ૭ વર્ષથી વધુ ના હોવી જોઈએ.
  • વિદ્યાર્થીના કુટુંબ બી.પી.એલ કાર્ડ ધારક સાથે તેનો સ્કોર ૦ થી ૨૦ સુધીનો હોવો જરુરી છે.
  • જનરલ કેટેગરીના વિધાર્થીના કુટુબની વાર્ષિક આવક ૬૮ હજાર થી વધુ ના હોવી જોઈએ.
  • OBC કેટેગરીના વિધારથીના કુટુબની વાર્ષિક આવક ૧ લાખ થી વધુ ના હોવી જોઇએ.
  • SC/ST વિધાર્થિના કુટુબની વાર્ષિક આવક ૨ લાખ થી વધુ ના હોવી જોઇએ.
  • અનાથ બાળકોને પણ ફ્રી માં પ્રવેશ મળશે.

RTE પ્રવેશ જાહેરાત 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ

આ યોજના માટે જે લોકો અરજી કરવા માગે છે તેઓને નિચે મુજબના દસ્તાવેજ ફોર્મ સાથે રજુ કરવા જરુરી છે.

  • રહેઠાણનો પુરાવો – આધારકાર્ડ/  રેશનકાર્ડ/ લાઈટ બિલ/ ચૂંટણી કાર્ડ / ડ્રાઈવિંગ લાઈસન્સ
  • વાલીનું જાતિનું પ્રમાણપત્ર ( મામલતદાર અથવા ટી.ડી.ઓ)
  • વિધાર્થીનું જન્મ પ્રમાણપત્ર
  • કુટુંબનો આવકનો દાખલો
  • બી.પી.એલ નો દાખલો
  • અનાથ બાળકો માટે Child Welfare Committee નું પ્રમાણપત્ર
  • દિવ્યાંગ બાળકો માટે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર
  • જો સંતાનમાં એક જ દિકરી છે, તો સક્ષમ અધિકારીનો દાખલો રજુ કરવો ફરજીયાત છે.
  • બાળકનું આધારકાર્ડ
  • બેન્ક ખાતા ની પાસબુક ની નકલ

Apply Online for RTE Gujarat Admission 2023 – અરજી કરવાની રીત

RTE એકટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ: ૨૦૨૩-૨૪ મા નબળા અને વંંચિત જૂથના બાળકોને વિનામુલ્યે ધોરણ-૧ માં પ્રવેશની જાહેરાત માટે અરજી કરવા માગતાં હોય તેઓ નિચે મુજબના સ્ટેપ ફોલોવ કરી અરજી કરી શકે છે.

  • સૌ પ્રથમ ગુજરાત પ્રાઈમરી એજ્યુકેશન ની RTE એકટ-૨૦૦૯ ની સત્તાવાર વેબસાઈટ @http://rte.orpgujarat.com/ પર જાઓ.
  • ત્યારબાદ હોમપેજ પર તમને “ઓનલાઈન અરજી” મેનું દેખાઅશે તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે નવા પેજ માં “FORM-A” ખુલશે જેમાં માંગેલી વિગત ભરો.
  • હવે “Next” બટન પર ક્લિક કરો અને “Form B” ખુલશે.
  • જરુરી ડોક્યુમેન્ટ, ફોટો અને નાખેલી વિગત ચકાશી ફોર્મ ને સબમીટ કરો.
  • હવે ફોર્મ સબમીટ કર્યા બાદ તમને તમારો “એપ્લીકેશન નંબર” મળશે જેને સેવ કરી રાખો.
  • અહી તમે શાળા પસંદગીના ઓપશન માં એકથી વધુ શાળા પસંદ કરી શકો છો.

નોધ :- જો તમારા ફોર્મ ભરતી વખતે કોઈપણ ભુલ રહી ગઈ હોય અથવા ડોક્યુમેન્ટ ઝાખાં હશે તો ફોર્મ રીજેક્ટ થઈ શકે છે, મિત્રો, જો ભુલ હોય તો ફોર્મ ને ફરિથી ભરી શકો છો જેથી પ્રથમ ફોર્મ આપોઆપ રીજેકટ થઈ જશે.

અરજીની સ્થિતી કેવી રીતે ચકાશવી ?

મિત્રો, તમે RTE એકટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ: ૨૦૨૩-૨૪ માં એડમીશન માટે અરજી કરી લિધા બાદ જો તમારે તમારી અરજીનું સ્ટેટ્સ જોવું હોય તો નીચેના સ્ટેપ ફોલોવ કરવાના થશે.

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ @http://rte.orpgujarat.com/ પર જાઓ.
  • ત્યાં હોમ પેજ પર ડાબી સાઈડબાર માં “અરજીની સ્થિતી” નો ઓપશન પર ક્લિક કરો.
RTE-Application-Status
  • હવે નવા પેજમાં તમારો “એપ્લીકેશન નંબર” અને “જન્મ તારિખ” નાખો.
  • હવે “SUBMIT” બટન પર ક્લિક કરો.
  • તમે જોઈ શકશો કે તમારી RTE યોજના ગુજરાત ની અરજીની સ્થિતી શુ છે.
  • અરજી મંજુર થયા બાદ તેના નિચેના ઓપશન “પ્રિન્ટ અરજી” પર ક્લિક કરી અરજી ડાઉનલોડ કરી શકો છો.

મિત્રો, ધોરણ ૧ ની પ્રવેશ અરજી ફોર્મ ની ચકાશણી અને મંજુરી જિલ્લા દ્વારા આપવામાં આવે છે. જેની સ્થિતી તમે ઓનલાઈન જોઈ શકો છો અને મંજુરી બાદ તમે તમારા પ્રવેશ કાર્ડ ની પ્રિન્ટ નિકાળી શાળાની મુલાકાત લઈ પ્રવેશ લઈ શકો છો.

RTE Gujarat Admission Form Link

FAQ’s

RTE Gujarat Admission ફોર્મ ભરવાની તારીખ કઈ છે ?

RTE અંતર્ગત અરજી ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો ૧૦ એપ્રીલ ૨૦૨૩ થી ૨૨ એપ્રીલ ૨૦૨૩ સુધીનો છે.

RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે કેટલા માધ્યમ પસંદ કરી શકાય

આપ જે માધ્યમમાં પ્રવેશ મેળવવા ઇચ્છો છો તે માધ્યમ જ પસંદ કરી શકો છો.એટલે કે આપ ગુજરાતી માધ્યમ અથવા અંગ્રેજી અથવા હિન્‍દી અથવા ઉર્દુ અથવા મરાઠી, વગેરે ઉપલબ્ધ માધ્યમ પૈકી કોઇપણ એક જ માધ્યમની શાળાઓ પસંદ કરી શકશો.

RTE પ્રવેશ માટે ઓફિસીયલ વેબસાઈટ કઈ છે ?

RTE Admission Gujarat ની સતાવાર વેબસાઈટ – http://rte.orpgujarat.com/ છે .

પ્રવેશ મળ્યો છે કે તેની જાણ કેવી રીતે થશે

તમે અરજી ફોર્મ માં નાખેલ મોબાઈલ નંબર પર SMS દ્વારા આપને જાણ કરવામાં આવશે. અને SMS ના મળે તો અરજીની સ્થિતી તમે સતાવાર સાઈટ પર જઈ ચકાશી શકો છો.

About the author

Gujarat Info Hub

Leave a Comment