નોકરી & રોજગાર ગુજરાતી ન્યૂઝ

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપોઇની કુલ 12472 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

Gujarat Police Bharti 2024
Written by Gujarat Info Hub

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજ રોજ જેલ સિપાહી, હથિયારી અને બિન હથિયારી પોલિસ કોન્સ્ટેબલની વિવિધ જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે માટેનુ નોટિફિકેશન તમે અહિથી ડાઉનલોડ કરી શકશો. ગુજરાત રાજય પોલિસ ભરતી બોર્ડ ના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા અગાઉ નિવેદન મુજબ રાજ્યમાં જે ૧૨૦૦૦ થી વધુ પોલિસની ભરતી આવાની હતી તેની હવે જાહેરાત થૈ ગઈ છે. આ જાહેરાતમાં ગુજરાત પોલિસ કેડરની બિન હથિયારી પોલિસ કોન્સ્ટેબલ, હથિયારી પોલિસ કોન્સ્ટેબલ, એસઆર.પી.એફ અને જેલ સિપોહી વર્ગ ૩ ની કુલ ૧૨૪૭૨ ખાલી જગ્યાઓ સિધી ભરતીથી ભરવામાં આવશે.

Gujarat Police Bharti 2024

જે વિધાર્થી મિત્રો લાંબા સમયથી પોલિસ ભરતીની તૈયારી કરી રહ્યા છે કે રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ એક મોટો ચાન્સ કહી શકાય. ગુજરાત પોલિસ ભરતી બોર્ડ દ્વારા ઓજસ પર ટુક સમયમાં ભરતીની ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવશે તથા ખાલી જગ્યાઓ પૈકી અનામત જગ્યાઓની વિગત પણ ઓજસ વેબસાઈટ ના નોટિસ બોર્ડ પર મુકવામાં આવશે. તો ચાલો જાણીએ પોલિસ ભરતીની કુલ જ્ગ્યાઓ વિશેની સંપુર્ણ માહિતી.

કુલ જગ્યાઓ

સંવર્ગખાલી જગ્યાઓ
બિન હથિયારી પોલિસ સબ ઇન્સ્પેક્ટર (પુરૂષ)316
બિન હથિયારી પોલિસ સબ ઇન્સ્પેક્ટર (મહિલા)156
બિન હથિયારી પોલિસ કોન્સ્ટેબલ (પુરૂષ)4422
બિન હથિયારી પોલિસ કોન્સ્ટેબલ (મહિલા)2178
હથિયારી પોલિસ કોન્સ્ટેબલ (પુરૂષ)2212
હથિયારી પોલિસ કોન્સ્ટેબલ (મહિલા)1090
બિન હથિયારી પોલિસ કોન્સ્ટેબલ (એ.આર.પી.એફ) (પુરૂષ)1000
જેલ સિપોઇ (પુરુષ)1013
જેલ સિપોઇ (મહિલા)85
કુલ જ્ગ્યાઓ 12472

પસંદગી પ્રક્રિયા

ગુજરાત પોલિસ ભરતીની પસંદગી પ્રક્રિયા માટે હવે ઉમેદવારોની યાદી લેખીત કસોટીના મેળવેલ ગુણ અને રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી અથવા ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં કરેલ અભ્યાસના સમયગાળા અનુસાર મેળવેલ ગુણનો આધાર પર કરવામાં આવશે. અગાઉના પોલિસ ભરતીના નિયમોમાં ઘણા બધા ફેર્ફાર થયેલ છે જેની સંપુર્ણ વિગત તમે નિચે આપેલ લિંકની મદદથી મેળવી શકો છો.

આ જુઓ:- Police Bharti 2024: ગુજરાત પોલીસની નવી પરીક્ષા પધ્ધ્તી વિશે જાણો સંપુર્ણ માહિતી

અગત્યની માહિતી

  • જે ઉમેદવારો પોલિસ ભરતી માતે ફોર્મ ભરવા જઈ રહયા છીએ તેઓએ અરજી કરતા પહેલા પોતાની શૈક્ષણીક લાયકાત, વય મર્યાદા તેમજ અન્ય જરુરી માહીતિ ચકાશી લેવી જરુરી છે.
  • ઉમેદવારોએ પોતાના અરજી ફોર્મ સબમિટ કર્યા બાદ તેની પ્રિંટ નિકાળી સાચવી રાખવી જેથી જ્યારે ભરતી બોર્ડ દ્વારા મંગાવવમાં આવે ત્યારે રજુ કરવાનુ રહે છે.
  • કોઇપણ ઉમેદવારોએ ટ્પાલથી કે રુબરુમાં અરજી ફોર્મ મોક્લવાનો રહેશે નહી જેની ખાસ નોધ લેવી.

જે ઉમેદવારો આ ભરતીની ઓનાલાઈન અરજી કરવા માંગે છે તેઓ ટુક સમયમાં ગુજરાત સરકારની સત્તાવાર સાઈટ OJAS પર જઈને ઓનલાઈન અરજી તથા ભરતીની જાહેરાત જોઈ શકે છે. જો તમે પોલિસ ભરતી બોર્ડ દ્વારા નોટસ જાહેર કરવામાં આવેલ છે તે ડાઉનલોડ કરવા માંગતા હોવ તો નિચેની લિંકની મદદ લઈ શકો છો. આભાર.

પોલિસ ભરતી બોર્ડ જાહેરાત જોવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment