ગુજરાત સરકાર ખેતી પદ્ધતિ જાણવા જેવું

જમીન માપણી માટે ઓનલાઈન iORA પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી, જાણો સંપુર્ણ માહિતી

જમીન માપણી માટે ઓનલાઈન અરજી
Written by Gujarat Info Hub

મિત્રો, અત્યારના આધુનિક યુગમાં જમીન માપણી કરાવવી એ દરેક ખેડુત ખાતેદાર માટે અગત્યની બાબત છે, આપણે જાઈએ છીએ કે દિવસે ને દિવસે જમીનનું મુલ્ય અને કિમતનું મહત્વ કેટલુ વધતું જાય છે. તો આવા સમયે તમારી જમીનની હદ તમને ખબર નથી તો તમારા કે તમારા વારસદાર માટે ભવિષ્યમાં મોટી મુસિબત બની શકે છે. તો આજે આપણે આ લેખના માધ્યમથી જાણીશું કે કેમ જમીન માપણી માટે ઓનલાઈન અને ઓફલાઈન અરજી કરવાની પ્રક્રીયા શું છે. ઘરે બેઠા મોબાઈલથી પણ શું જમીનની માપણી માટે અરજી કરી શકો છો? તો ચાલો જાણીએ સંપુર્ણ માહિતી.

જમીન માપણી અરજી ઓનલાઈન કેવી રીતે કરવી?

ખેડુત મિત્રો, Jamin Mapaniની ઓનલાઈન અરજી કરવા માટે તમારે iORA પોર્ટલની મદદ લેવી પડશે. આ પોર્ટલમાં તમે જમીન માપણી, જમીનના નવા અને જુના ૭/૧૨ અને ૮ અ ની નકલ વગેરે મેળવી શકો છો. આ લેખમાં આગળ જતા અમે iORA પોર્ટલ પર અરજી કરવાના સ્ટેપ તમારી સાથે સેર કરીશું પરંતુ તે પહેલા જમીન માપણીના પ્રકાર અને અરજીની અગ્રતા વિશે જાણવુ જરૂરી છે.

જમીન માપણીના પ્રકાર

 1. હદ માપણી :- આ માપણીમાં તમારા આખા સર્વે નંબરની હદની માપણી થશે.
 2. પૈકી માપણી :- આ માપણીમાં તમારા મુળ સર્વે નંબરના પૈકીના અલગ થયેલ નમુના નંબર ૭ ની માપણી થશે જે ક્ષેત્રફળની જાણકારી પુરતી છે.
 3. હિસ્સા માપણી:- આ માપણીમાં સર્વે નંબર કુલ ખાતેદાર પૈકી ખાતેદાર દિઠ આવતા હિસ્સા મુજબ થતી માપણી, ધરો કે સવે નંબર ૭ નં ક્ષેત્રફળ ૧-૦૦-૦૦ છે અને કુલ ૨ ખાતેદાર સમાન હક ધારવે છે તો હિસ્સા માપણી મુજબ બન્નેના ભાગામાં ૦-૫૦-૦૦ ક્ષેત્રફળ આવે છે.

iORA પર જમીન માપણી ઓનલાઇન અરજી કેવી રીતે કરશો?

 • મિત્રો સૌ પ્રથમ તમે ગુજરાત સરકારના https://iora.gujarat.gov.in/ વેબસાઈટ પર જાઓ
 • ત્યારબાદ “Online Application” ટેબ પર ક્લિક કરો, હવે તમને ત્યા નિચે મુજબનું પેજ દેખાશે.
 • જેમાં અરજીનો હેતુ ” જમીન માપણી સંબધિત અરજી” પસંદ કરો, પછી અરજીનો પ્રકાર, તમારો મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી દાખલ કરો.
 • ત્યારબાદ જનરેટ OTP બટના પર ક્લિક કરી આગળ વધો.
 • અરજી ફોર્મ તમારે ગુજરાતી શ્રુતિ ફોન્ટમાં ભરવાનું રહેશે.
 • અરજી ફોર્મ ભર્યા બાદા તમારે સોગંદનામું, ખાતેદારાની સંમતી ફોર્મ, પેઠિનામું, અરજદારની સહી વગેરે માહિતી સ્કેન કરી અપ્લોડ કરવાની રહેશે.
 • ત્યારબાદ તમારે જમીન માપણી ફી ભરવાની રહેશે જે ઓનલાઈન NEFT માધ્યમથી ભરી શકો છો.
 • છેલ્લે તમે ભરેલી ફી નું ચલણની પ્રિંટ નિકાળી રાખવાની રહેશે અને તમારી અરજી કરવાની પ્રક્રિયા સમાપ્ત થશે.

આ જુઓ:- Online Varsai Gujarat – iORA પોર્ટલ પર વારસાઈ નોંધની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

અરજી કર્યાના ૩૦ દિવસ સુધી અરજદાર માપણી શીટની કોપી મેળવી શકશે. જો તમે આ જમીન માપણીથી સંતુષ્ટ ના હોવ તો જિલ્લા નિરિક્ષક ની કચેરી ખાતે વાંધા અરજી કરી શકો છો.

ઘરે બેઠા જમીન માપણી એપથી પણ માપણી કરો

જો તમે Jamin Mapani Application ની મદદથી તમારા ઘરે બેઠા જાતે માપણી કરવા માંગતા હોવ તો તે પણ કરી શકો છો. જેના માટે તમારે GPS Fields Area Measure કે GPS Area Calculator એપ ડાઉનલોડ કરી શકો છો. આ એપમાં તમે હેકટર, વીઘા, ગુઠા માં GPS દ્વારા તમારી હદ પર ફરી અથવા પસંદા કરીને માપણી કરી શકો છો. જો તમે આ એપથી જાતે માપણી કરવાનું શિખવા માંગતા હોવ તો કોમેન્ટ કરી જણાવજો જેથી કરીને અમે તમારા માતે એના વિશે પણ એક વધુ સંપુર્ણ લેખ લઈને આવશું.

આ જુઓ:- આધાર કાર્ડ ફ્રેન્ચાઇઝી કેવી રીતે મેળવવી અને તેના માટે જરુરી લાયકાત વિશે જાણો સંપુર્ણ માહિતી

જો મિત્રો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે સેર કરો અને આવી જમીન સંપધિત માહિતી માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment