નોકરી & રોજગાર

Gujarat Teacher Recruitment : શિક્ષકની નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે સારા સમાચાર ,ટૂંક સમયમાં શિક્ષક ભરતી પ્રક્રિયા શરૂ થઈ શકે છે

Teacher Recruitment 2024
Written by Gujarat Info Hub

નમસ્કાર મિત્રો ! રાજ્યની સરકારી,ગ્રાન્ટેડ,પ્રાથમિક,માધ્યમિક,અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની જગ્યાઓ ભરવા માટેની શિક્ષણ વિભાગ દ્વારા વિધાનસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર ટૂંક સમયમાં લોક સભા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં વહેલી તકે શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી માહિતી જાણકારો તરફથી મળી રહેલ છે.

Gujarat Teacher Recruitment 2024

મિત્રો આપ શિક્ષક બનવા માટેની શૈક્ષણિક લાયકાત સહિત બીએડ કે પીટીસી જેવી તાલીમી લાયકાત મેળવી લીધી છે. અને આપ શિક્ષક અથવા આચાર્યની અભિયોગ્યતા કસોટી પણ પાસ કરી અને શિક્ષક ભરતીની રાહ જોઈ રહ્યા છો તો આ માહિતી આપના માટેજ છે.

ગુજરાત રાજયમાં ઘણા લાંબા સમયથી શિક્ષકની તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવારો દ્વારા કાયમી ભારતીને લઈને માગણી કરવામાં આવી રહી છે. પરંતુ મિત્રો આજના લેખના માધ્યમથી આપને જણાવી દઈએકે પ્રાથમિક શિક્ષક ઉચ્ચતર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષક અને આચાર્યોની જગ્યાઓની ખાલી જગ્યાઓની ભરતી માટે સરકાર કેવી તૈયારી કરી રહી છે તેની માહિતી આપને જણાવી રહ્યા છીએ અમોને વિવિધ માધ્યમો અને જાણકારો દ્વારા મળતી માહિતી અનુસાર સરકાર દ્વારા તમામ સંવર્ગના શિક્ષકોની ભરતી કરવા માટેનાં ચક્રો ગતિમાન કરી દેવામાં આવેલા છે. તેમજ લોકસભા ચૂંટણી અગાઉથી જ શિક્ષકોની ખાલી જગ્યાઓ માટેની આંકડાકીય માહિતી પણ તૈયાર કરી દેવામાં આવી છે.

મિત્રો લોકસભા ચૂંટણી પૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થતાં શિક્ષક ભરતી માટે સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એ પ્રકારની માહિતી મળી રહી છે. વિવિધ માધ્યમો તેમજ જાણકારોનું માનીએતો સરકાર દ્વારા ભરતી કરવા માટેના ચક્રો પન ગતિમાન કરવામાં આવ્યાં હતાં અને સરકારની નેમ હતીકે વહેલી તકે શિક્ષકો અને આચાર્યોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી.ગુજરાત રાજ્યના લાખો ઉમેદવારોની સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં શિક્ષક બનવાનું તેમજ આચાર્ય બનવાનું સપનું આ સાથેજ પૂર્ણ થશે તેમજ શાળાઓમાં પડેલી શિક્ષકોની ઘાટ પૂર્ણ થતાં શાળાઓના શૈક્ષણિક કાર્યને વેગ મળશે અને ગુજરાતનાં લાખો વિદ્યાર્થી ભાઈ બહેબનોના શિક્ષણને ગુણવતા સભર બનાવી શકાશે.

મિત્રો રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં પ્રાથમિક શિક્ષક,ઉચ્ચતર પ્રાથમિકશિક્ષક, માધ્યમિક શિક્ષક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અને આચાર્ય સહિતની તમામ ખાલી જગ્યાઓ સહિતની તમામ કેડરના શિક્ષકોની ભરતી માટે કાર્યવાહી ચાલી રહેલી હતી. પરંતુ હાલમાં લોકસભા ચૂંટણીની આચારસંહિતાને લઈને ભરતી માટેની તમામ પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી છે.

વિવિધ જાણકારોના માધ્યમથી અમોને મળેલી માહિતી અનુસાર અગાઉના સમયગાળામાં પ્રાથમિક શિક્ષકથી માંડી ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સુધીના તમામ સંવર્ગના શિક્ષકોની ભરતી કરવા માટેની આંકડાકીય માહિતી તેમજ માંગણા પત્રકો તૈયાર કરવામાં આવી રહ્યો છે. વિધાનસભામાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ને લઈને પૂછવામાં આવેલા એક પ્રશ્નોના અનુસંધાનમાં તેમજ રાજ્યમાં વિવિધ શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓને ભરવા માટે પણ આગોતરું આયોજન થઈ શકે તે માટે માંગણા પત્રક તૈયાર કરવામાં આવેલ હતા.

રાજ્યમાં વિભાગવાર અને કેટલી જગ્યા ઉપર શિક્ષકોની ભરતી થનાર છે અને કયા પ્રકારના શિક્ષકોની ઘટ છે તે પત્રક અનુસાર શિક્ષકોની પ્રાથમિક શિક્ષક ઉચ્ચતર પ્રાથમિક શિક્ષક માધ્યમિક શિક્ષક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની કેટલી ખાલી જગ્યાઓ છે તેની વિગતવાર અને વિષયવાર માહિતી આપને અમે અત્રેના લેખમાં જણાવી રહ્યા છીએ. જે નીચે જણાવ્યા મુજબ છે.

પ્રાથમિક શાળાઓ

પ્રાથમિક શાળાઓ (સરકારી અને ગ્રાન્ટેડ ) :

શિક્ષકો -20923
આચાર્ય -1061
કુલ -21984

માધ્યમિક શાળાઓ (સરકારી અને ગ્રાન્ટેડ ) :

શિક્ષકો – 4242
આચાર્ય – 0
કુલ – 4242

ઉચ્ચતર માધ્યમિક શાળાઓ (સરકારી અને ગ્રાન્ટેડ ) :

શિક્ષકો – 5977
આચાર્ય -0
કુલ – 5977

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ (સરકારી અને ગ્રાન્ટેડ ) :

આચાર્ય – 2303
કુલ – 2303

કુલ (સરકારી અને ગ્રાન્ટેડ ) :

શિક્ષકો – 31142
આચાર્ય – 3364
કુલ – 34506

Read More : MYSY : મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ હવે આર્થિક પછાત વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મળશે રૂપિયા 10 લાખ સુધીની સહાય

મિત્રો અમોને વિવિધ મીડિયા અને જાણકારો દ્વારા મળેલી માહીતી આપની જાણકારી માટે અત્રે રજૂ કરેલી છે. આ માહિતી સાચી હોવા વિશે અમે કોઈ બાંહેધરી આપતા નથી. આ લેખ માત્ર સામાન્ય માહિતી પૂરતો લખવામાં આવ્યો છે. આપ આવી વિવિધ માહિતી મેળવવા માટે અમારી વેબ સાઇટ જોતા રહેશો,આજનો લેખ વાંચવા બદલ આપનો આભાર !

About the author

Gujarat Info Hub

Leave a Comment