નોકરી & રોજગાર

Gujarat Tourism Recruitment 2024: ગુજરાત ટુરિઝમમાં વિવિધ જગ્યાઓની ભરતી, આજે જ અરજી કરો

Gujarat Tourism Recruitment
Written by Gujarat Info Hub

Tourism Corporation Of Gujarat Limited Recruitment 2024 : ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનમાં વિવિધ જગ્યાઓની ભરતી કરવા માટે પસંદગી યાદી તૈયાર કરવા  Ojas ની વેબ સાઇટ પર ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ જગ્યા 11 માસના કરાર આધારિત છે. અમે તમને ભરતી જગ્યાઓ,સંખ્યા અને લાયકાત,પગાર અને અનુભવની વિગતો માટે અહી જણાવી રહ્યા છીએ. તમે ગુજરાત ટુરિઝમમાં નોકરી માટે ઇચ્છુક છો અને તે માટેની લાયકાત તથા અનુભવ ધરાવતા હોવ તો આ લેખ આપને ખૂબ ઉપયોગી થશે. આપ લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.

જગ્યાનું નામ :

ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લીમીટેડમાં  આસીસટંટ મેનેજર ની 3 જગ્યાઓ જ્યારે ડેપ્યુટી મેનેજરની 3 જગ્યાઓ એમ નીચે દર્શાવેલ કુલ 6 જગ્યાઓ માટે ભરતી  

  • આસીસ્ટંટ જનરલ મેનેજર ફાઇનાન્સ  1 જગ્યા
  • આસીસ્ટંટ જનરલ મેનેજર સ્કીલ  1 જગ્યા
  • આસીસ્ટંટ જનરલ મેનેજર ઇવેન્ટ  1 જગ્યા
  • ડેપ્યુટીમેનેજર આઈટી 1 જગ્યા
  • ડેપ્યુટીમેનેજર પીપીપી 1 જગ્યા
  • ડેપ્યુટીમેનેજર ઇવેન્ટ 1 જગ્યા

લાયકાત :

ગુજરાત ટુરિઝમની જાહેરાતના નોટીફીફેશનમાં દર્શાવ્યા મુજબની આસીસ્ટંટ મેનેજર થી ડેપ્યુટી ઇવેન્ટ  મેનેજર માટે ની જગ્યાઓ માટે  જે તે જગ્યાને અનુરૂપ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. અહી નીચે જાહેરાતનું સત્તાવાર નોટિફિકેશન જોવા માટેની લીંક પર ક્લીક કરીને આપ લાયકાત વિશેની વિગતો  જાણી  શકશો.

અનુભવ :

 ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનની આ જગ્યાઓ માટે અનુભવ માંગવામાં આવ્યો છે. આસીસ્ટંટ મેનેજરની જગ્યા માટે 5 વર્ષનો અનુભવ જ્યારે ડેપ્યુટી મેનેજરની જગ્યા માટે 3 વર્ષનો અનુભવ માંગવામાં આવેલ છે.

વિશેષ લાયકાત :

 ઉમેદવાર કોમ્પ્યુટરનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તેમજ ગુજરાતી અને અંગ્રેજી ભાષા આવડતી હોવી જોઈશે.

અરજી કરવાની રીત  :

ઉમેદવારોએ ojas ની વેબ સાઇટ પર ઓન લાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવાની તારીખ : 27/02/2024 બપોરના 12.00 કલાક થી 18/02/24 સાંજના 5.00 વાગ્યા સુધી અરજી કરી શકશે.

પરીક્ષા ફી :

સામાન્ય વર્ગમાં આવતા ના ઉમેદવારો માટેની પરીક્ષા  ફી રૂપિયા 500 જ્યારે અન્ય ઉમેદવારોએ રૂપિયા 300 પરીક્ષા ફી ભરવાની રહેશે. પરીક્ષા ફી ઓન લાઇન ડેબિટકાર્ડ,ક્રેડિટકાર્ડ નેટબેંકિંગ વગેરે દ્વારા તારીખ 20/03/2024 સાંજના 5.00 કલાક સુધી ભરી શકશે.

પગારની વિગતો :

આસીસ્ટંટ જનરલ મેનેજર ની પોસ્ટ માટે માસિક રૂપિયા 50000 ફીક્સ જ્યારે  ડેપ્યુટીમેનેજરની પોસ્ટ માટે માસિક રૂપિયા 45000 ફીક્સ ચૂકવવામાં આવશે.

વય મર્યાદા :

આસીસ્ટંટ જનરલ મેનેજરની જગ્યા માટે 40 વર્ષની વય રાખવામાં આવી છે જ્યારે  ડેપ્યુટી મેનેજર ની જગ્યા માટે વય 35 વર્ષ રાખવામાં આવી છે.

Tourism Corporation Of Gujarat Limited Recruitment 2024

ભરતી કરનાર સંસ્થાગુજરાત ટુરિઝમ લીમીટેડ
પોસ્ટનું નામમેનેજરની વિવિધ પોસ્ટ
પગારમેનેજર 50000 ડે મેનેજર 45000
અરજી કરવાની છેલ્લી તારીખ18/03/2024  5.00 કલાક સુધી
પરીક્ષા ફીસામાન્ય ઉમેદવાર 500 અન્ય ઉમેદવાર 300
પરીક્ષા પધ્ધતિલેખિત 100 માર્ક
અરજી કરવા માટેની વેબ સાઇટઅહી ક્લીક કરો
ગુજરાત ટુરિઝમની  સત્તાવાર જાહેરાત જોવા માટેઅહી ક્લીક કરો

આ પણ વાંચો :

મિત્રો, ગુજરાત ટુરિઝમ લીમીટેડમાંની જગ્યાઓ માટે અરજી કરતાં પહેલાં સત્તાવાર જાહેરાત કાળજી પૂર્વક વાંચી લીધા બાદ જ ઓન લાઇન અરજી કરવા વિનંતી છે.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment