Trending Automobile

Hero LectroC5X EV Bike: માત્ર રૂપિયા 4000 ભરી લઈ આવો આ ઈલેક્ટ્રિક સાઈકલ એક વખત ચાર્જિંગમાં 30 કિમી રાઈડની મોજ

Hero LectroC5X EV Bike
Written by Gujarat Info Hub

Hero LectroC5X EV Bike:  આપણે બધા હીરો સાયકલ થી ખૂબ પરિચિત છીએ. હીરો મોટર્સ દ્વારા એક નવી ઇલેક્ટ્રીક સાઈકલ બજારમાં મૂકવામાં આવી છે. આ સાઈકલ ખૂબ સારી મજબૂતી ધરાવે છે. ઇલેક્ટ્રીક સાયકલ હોવા છતાં પ્રમાણમાં ખૂબ સસ્તી પણ છે. આજકાલ પેટ્રોલ અને સી.એન.જી. વપરાશ વાળાં વ્હીકલ ઈંધણની દ્રષ્ટિએ મધ્યમ ગરીબ પરિવારોને પરવાડતાં નથી. એટલે સાયકલ થી માંડી હેવી મોટર્સ સુધીનાં ઇલેક્ટ્રીક વાહનો આપણને રોડ પર જોવા મળી રહ્યાં છે.

Hero LectroC5X EV Bike

આજના આર્ટિકલમાં આપણે ઇલેક્ટ્રીક સાયકલ વિશે વાત કરવાના છીએ. હીરો કંપનીની LectroC5x સાઈકલ ઠસો ઠસ મજબૂતી સાથે સારાં ફીચર્સ પણ ધરાવે છે. વળી કિમત પણ સૌને પોસાય તેવી સસ્તી એટલેજ તે આટલી લોકપ્રિય બની રહી છે. એક વખત ચાર્જ કરી આખો દિવસ બજારમાં ફરવા માટે ખૂબ અનુકૂળ પડે તેવી સાઈકલ જે આર્થિક રીતે પણ પોસાય તેવી છે. બજારના ભરચક ટ્રાફિકમાં મોજથી ફરવા માટે બેસ્ટ છે. હીરોની આ LectroC5X સાઈકલ.

હીરો કંપની ની આ સાઈકલ રેન્જ પણ સારી છે કારણ કે સારી રેંજમાટે સારી બેટરી હોવી જોઈએ જે આ સાઈકલમાં છે. હીરો કંપની એ આ સાઈકલ માં લીથીયમ આયન 5.8 Ah બેટરી ફીટ કરેલી છે.આ બેટરી આધુનિક બેટરી કહી શકાય એટલેજ તે માત્ર ઓછા સમયમાં ચારજીંગ પણ થઈ શકે છે. અને 30 કિલોમીટરની ચાર્જ રેન્જ પણ આપે છે.વળી વિવિધ આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે. બીજાં પણ ઘણાં સારાં ફીચર્સ કંપનીએ આ સાઈકલમાં આપ્યાં છે.  જો તમે શહેરમાં રહો છો તો સમગ્ર દિવસ દરમ્યાન ચાર્જ રહેશે અને ચાલતી રહેશે. એટલેકે સુપર ચાર્જ રેન્જ ધરાવે છે.

હીરો કંપની દ્વારા LectroC5X સાઈકલમાં 250 વોલ્ટની BLDC મોટર ફીટ કરવામાં આવી છે. તેને ચાર્જ કરવામાં આવતો સમય માત્ર ત્રણ થી ચાર કલાકનો છે. એટલે કે ઓછા સમયમાં ચાર્જ પણ થઈ જાય છે. વળી તેની સ્પીડ પણ ખૂબ સારી છે. તે ટોપ સ્પીડમાં ચલાવવામાં આવેતો પ્રતિ કલાક 25 કિમીની ઝડપમાં દોડી શકે છે. એટલે નાના શહેરો અને ગામડાઓમાં સ્કૂલ કોલેજ જતા યુવા મિત્રો,સિનિયર સીટીઝન અને દુકાનધારકો સૌના માટે આ સાઈકલ ખૂબ સારી અને સસ્તી સાઈકલ છે.

હીરો કંપની દ્વારા આ સાઈકલમાં આપવામાં આવેલા ફીચર્સ ની વાત કરવામાં આવેતો તેમાં ડબલ ડિસ્ક બ્રેક આપવામાં આવેલી છે. તેમાં સ્ટાર્ટ બટન પુશટાઈપનું છે અને હાઈડ્રોલિક સસ્પેન્સન આપવામાં આવ્યું છે. તેમાં ગિયર બોક્સ અને નાના ડિજિટલ કન્સોલ જેવાં ઘણાં સરસ ફીચર્સ આપવામાં આવેલાં છે.

હીરોની આ સાઈકલની કિમતની વાત કરવામાં આવેતો તેની શરૂઆતની કિમત માત્ર 38999 જેટલી જ છે. તમે સાઈકલ  હપ્તેથી ખરીદવા માગો છો તો પણ તમે માત્ર 4000 રુપિયાનું ડાઉન પેમેન્ટ ચૂકવીને ખરીદી શકશો તે માટે માસિક હપ્તો માત્ર રૂપિયા 1200 નો રહેશે. એટલે કિમતની બાબત માં પણ આ સાઈકલ વ્યાજબી છે.

આ જુઓ:- HEROની આ અદ્ભુત ઇલેક્ટ્રિક સાઇકલ, માત્ર રૂ. 3 હજાર ભરી મેળવો, તમને મળશે 75 કિમીની રેન્જ.

મિત્રો, આ સાઇકલ વિશે વધુ જાણવા આપ અધિકૃત વિક્રેતાનો સંપર્ક કરી શકો છો. વિવિધ સ્રોત દ્વારા અમોને મળેલ માહિતી અહી અમે આપના માટે રજૂ કરીએ છીએ આપ આવા અવનવા આર્ટીકલ વાંચવા માટે અમારી વેબ સાઇટ જોતા રહેશો. આજનો આ આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !

About the author

Gujarat Info Hub

Leave a Comment