Result

HSC Result : GSHEB Result જાણો ધોરણ 12 ના પરિણામની તારીખ અને સમય

HSC Result 2024
Written by Gujarat Info Hub

HSC Result ગુજરાત માધ્યમિક અન ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા માર્ચ 11 થી 23 માર્ચ 2024 સુધી ધોરણ 10 ધોરણ 12 Arts,ધોરણ 12 Commerce ,અને ધોરણ 12 Science ની પરીક્ષાનું આયોજન અને સંચાલન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓએ તેમના પરિણામની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે HSC પરીક્ષાનું પરિણામ કયારે આવશે તેવા સવાલો તેમના મનમાં ઉઠી રહ્યા છે.

HSC પરિણામ ક્યારે જાહેર થશે

હાલ સમગ્ર ભારતમાં લોકસભાની ચૂંટણીઓ શરૂ છે ત્યારે પરિણામ વહેલું આપવામાં આવશે તેવું કેટલાકનું માનવું હતું અને મીડિયા દ્વારા તેવી વાતો પણ થઈ રહી હતી વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ પણ દર વર્ષ કરતાં વહેલી ચકાસી ડેટા એન્ટ્રી પણ પૂર્ણ થઈ ગયેલ હોવાનું વિવિધ માધ્યમો દ્વારા જાણવા મળ્યું હતું પરંતુ ચૂંટણી સમયે HSC Result જાહેર કરવાથી મતદાન પર પ્રભાવ પાડવાની ગણતરીએ હાલ HSC Result જાહેર કરવામાં આવેલ નથી

ચૂંટણી પછી તરત HSC Result જાહેર થઈ શકે

મીડિયાના માધ્યમથી જાણવા મલ્યુ કે SSC ,HSC Arts, HSC Commerce અને HSC Science પરીક્ષાના 14 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ GSHEB દ્વાર તૈયાર કરી આખરી ઓપ આપવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણી પૂરી થતાં તમામ પરિણામો રજૂ કરવામાં આવશે તેવી ચર્ચા જોવા મળી રહી છે.

HSC પરિણામ કેવી રીતે જોવું :

વિદ્યાર્થી મિત્રો પરિણામ જોવા માટે બે રીતો અપનાવી તેમનું પરિણામ થોડીક સેકન્ડોમાં જોઈ શકે છે. 1. GSHEB વેબ સાઇટ દ્વારા વિદ્યાર્થી મિત્રો તેમનું પરિણામ મેળવી શકે છે. તેમાટે તેઓ GSHEB સાઇટને ઓપન કરી RESULT ટેબ પર ક્લિક કરી કરવાથી એક બોક્સ ખુલશે ત્યાં જરૂરી વિગતો ભરી GO બટન પર ક્લિક કરતાં તેમનું રિઝલ્ટ જનરેટ થશે.

2. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવેલ Whats App નંબર દ્વારા .વિદ્યાર્થી મિત્રોએ Whats App નંબર પર Hi મેસેજ મોકલવાનો રહેશે. સામેથી બેઠકનંબર પૂછવામાં આવશે. આગેલ વિગતો મોકલતા વિદ્યાર્થી મિત્રને તેમનું પરિણામ ચેટ બોક્સમાંજ મળી જશે. આમ વિધ્યાર્થી મિત્રો બે રીતે આપનું પરિણામ મેળવી શકશો.

About the author

Gujarat Info Hub

Leave a Comment