દિન વિશેષ

દિન વિશેષ માર્ચ – Important Day in March 2023 in Gujarati

Important Day in March
Written by Gujarat Info Hub

દિન વિશેષ માર્ચ| માર્ચ મહિનાના મહત્વના દિવસો । what special days are in March Month । Important Day in March in India | દિન વિશેષ pdf | din vishesh in gujarati pdf

દિન વિશેષ માર્ચ : મિત્રો, આજે આપણે આ અર્ટીકલ માં માર્ચ મહીનાના અગત્યના દિવસો જોઇશુંં જે સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર ઉમેદવારોને પરીક્ષામાં ઉપયોગી થાય અને જીજ્ઞાસુઓને માહિતી પ્રાપ્ત તેવા માર્ચ દિન વિશેષ ( Important Day in March 2023 ) જે તમામ મિત્રોને ઉપયોગી થશે.  જે દિન વિશેષ ક્વિઝ વગેરે પરીક્ષા માટે ખૂબ ઉપયોગી બનશે .

જેમાં અમે Inter National Important Day of March 2023 ( રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો) અને મહાનુભાવોના જન્મ દિવસોની તારીખવાર યાદી મુકી છે તો ચાલો યાદી જોઈએ.

Table of Contents

માર્ચ મહિનાના મહત્વના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો – Important Day in March

1 March 2023 : વિશ્વ નાગરીક સુરક્ષા દિવસ ( World Civil Defense Day )

1990 થી આંતર રાષ્ટ્રીય સિવિલ  ડીફેન્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા સમગ્ર વિશ્વમાં વિશ્વ નાગરીક સુરક્ષા દિવસ ઉજવવામાં આવે છે. જેનો હેતુ નાગરીકોની સુરક્ષા સૌથી મહત્વની છે. એ બાબતને મહત્વની ગણીને વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ ઉજવવામાં આવે છે .

1   March 2023  Zero Discrimination Day  – શૂન્ય ભેદભાવ દિવસ

સંયુક્ત રાષ્ટ્ર અને બીજાં આંતર રાષ્ટ્રીય સંગઠનો દ્વારા 1 માર્ચ 2014 થી કોઈપણ વ્યક્તિ ગમેતે જાતિનો હોય કે તે સ્ત્રી હોય કે પુરુષ કોઈ પણ વ્યક્તિ ગરીબ હોય કે તવંગર કે પછી કોઈ રોગ ગ્રસ્ત હોય તેના પ્રત્યે  ભેદભાવ રહિત વર્તાવ માટે જાગૃતિ લાવવાના આશયથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે

૧ માર્ચ દિન વિશેષ –  Self Injury Awareness Day  – આત્મ ચોટ જાગરુકતા દિવસ

1 માર્ચ ના દિવસને આત્મ ચોટ જાગરુકતા દિવસ તરીકે પૂરા વિશ્વમાં જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે .  જેનો હેતુ એવો છે વ્યક્તિ પોતાની જાગરુકતા દ્વારા નુકસાનથી બચી શકે છે .

3  March 2023 World Hearing Day  – વિશ્વ શ્રવણ દિવસ

વિશ્વ આરોગ્ય સંસ્થા WHO  દ્વારા આ દિવસને વિશ્વ શ્રવણ દિવસ shravan Divas  તરીકે જાહેર કરવામાં આવેલ છે  જેનો હેતુ કાનના આરોગ્ય  માટે લોકોને જાગરૂક કરી કાનની યોગ્ય દેખભાળ દ્વારા શાંભળવાની ક્ષમતા વ્યક્તિ જાળવી રાખે તેવો છે . વ્યક્તિમાં આવતી કાનની બહેરાશ માટે યોગ્ય ઉપચાર માટે જાગરુકતા અને સમજણ કેળવવા

 3  March  World wildlife Day  વિશ્વ વન્યજીવ દિવસ

વધતા જતા પ્રદૂષણ અને બીજાં કેટલાંક કારણોથી જંગલી જાનવર,નાના જીવો ,પક્ષીઓ અને વૃક્ષો કેટલાય સમયથી લુપ્ત થઈ રહ્યાં છે .અથવા લુપ્ત થવાની કગાર પર છે .તેવા સૂક્ષ્મ જીવોથી માંડી જંગલી પ્રાણીઓ ,પક્ષીઓની સંભાળ અને તેમને બચાવવાના અભિગમ સાથે 3 માર્ચ વિશ્વ વન્ય જીવ દિવસ Vishv Vanya Divas ની ઉજવણી કરી સમાજમાં જાગરુકતા લાવવાનો છે .   

03 માર્ચ  Birthday of  Jamshedji Tata  – જમશેદજી તાતા નો જન્મ દિવસ

જમશેદજી તાતાનો જન્મ ગુજરાતના નવસારી માં 3 માર્ચ 1839 માં થયો હતો . તેમણે ભારતમાં ટાટા ઉધોગ જગતનો પાયો નાખ્યો હતો . એટલેજ જમશેદજીને  ભારતના ઉધોગ જગતના પિતા તરીકે ઓળખવામાં આવે છે . 19 મે 1904 માં એમનું અવસાન થયું હતું .

4  માર્ચ ૨૦૨૩ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ National Safety Day

ભારતમાં 4 માર્ચ ના રોજ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે . ભારતે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની સ્થાપના 1972 માં આ દિવસે કરી હતી તેથી 4 માર્ચ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ તરીકે અલગ અલગ થીમ ઉપર ઉજવવામાં આવે છે . ખાસ કરીને કામના સ્થળે કે કામ કરતી વખતે અકસ્માતો ઘટાડવાનો હેતુ છે.  તેમજ સુરક્ષા માટે જાગરુકતા ફેલાવવાનો છે . રાષ્ટ્રીય સુરક્ષા અઠવાડિયાની થીમ : 2023 રાષ્ટ્રીય સુરક્ષા દિવસ થીમ : કાર્યસ્થળે અકસ્માત ઘટાડવો  Theme :reducing workplace accident  કાર્યસ્થળે અકસ્માત ઘટાડવો.

7  March Holi 2023 – હોળી

તહેવારો માનવ સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો છે . આપણા દેશમાં ઘણા તહેવારો ઉજવાય છે . તેમાંનો એક તહેવાર હોળી Holi  મુખ્ય તહેવારોની યાદીમાં સમાવી શકાય વિક્રમ સંવંત કેલેન્ડર મુજબ હોળી ફાગણ સુદ પુનમ ના દિવસે દર વર્ષે ઉજવવામાં આવે છે પરંતુ તારીખ મુજબ તે આ વર્ષે સાતમી માર્ચના દિવસે હોળીનો તહેવાર આવે છે . આ દિવસે ગાયના છાણાંમાંથી બનાવેલાં હોળાયાં અને લાકડાં થી હોળી પ્રગટાવી તેમાં કપૂર વગેરે હોમવામાં આવે છે . સૌ હોળીની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવે છે . હોળીના તહેવાર પાછળ  રાક્ષસ રાજા હિરણ્યક શિપુ અને પ્રહલાદની  કથા પ્રચલિત  છે. 

7  March Birthday Of Balmukund Dave  બાલમુકુંદ દવેનો જન્મ દિવસ

ગુજરાતી ભાષાના અગ્રગણ્ય કવિ લેખક અને પત્રકારત્વના ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન કરનાર બાલમુકુન્દ દવે Balmukund Dave વડોદરા જીલ્લાના મસ્તુપુરા ના વતની હતા .તેમણે સર્જેલાં અનેક કાવ્યો માટે તેમને કુમાર ચંદ્રક એનાયત થયેલ છે. તેમને સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય અને ત્યારબાદ  નવજીવન નું સંપાદન કાર્ય કરેલ છે . અલલક દલલક ,સોન ચંપો અને ઝરમરીયાં એમના કાવ્ય સંગ્રહો છે.

8  March  Inter National Women’s Day – આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

Inter National Women’s Day : ભારત હમેશાં સ્ત્રીના દરજ્જાને આદર અને ગૌરવ પ્રદાન કર્યું છે . યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્ત તત્ર દેવતા અર્થાત જ્યાં નારીશક્તિની પૂજા થાય છે ત્યાં દેવોનો વાસ હોય છે . તેમ ભારતીય તત્વજ્ઞાન કહે છે  કે પછી  નારી તું નારાયણી કહીને નારીશક્તિનું ગૌરવ વધાર્યું છે. ભારતીય ઋષિ પરંપરામાં નારીશક્તિને દેવી નો દરજ્જો આપવામાં આવ્યો છે . પ્રાચીન કાળથી લઈ આજ સુધી અનેક મહિલાઓએ દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે . જે કર ઝુલાવે પારણું તે જગત પર સાસન કરે એ ઉક્તિ આજે નારી શક્તિએ ચરિતાર્થ કરી છે . દેશના વિકાસમાં આજે પણ મહિલાઓ મહત્વની ભૂમિકા અદા કરી રહી છે.

1975 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 8 માર્ચ આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ Antar rashtriy mahila divas તરીકે ઉજવવાની ઘોષણા કરવામાં કરવામાં આવી. મહિલાઓ પ્રત્યે આદર અને સન્માન પ્રગટાવવાના ભાવ સાથે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ Inter National Women’s Day ની ઉજવણી કરવામાં આવે છે

આ પણ જુઓ :- જાન્યુઆરી માસના અગત્યના દિવસો

9  March  Birthday Of Navalram Pandya  નવલરામ પંડયાનો જન્મ દિવસ

નવલરામ લક્ષ્મીરામ પંડયા સુરતના વતની હતા .તેઓ લેખક,નાટયકાર, વિવેચક અને પત્રકાર ક્ષેત્રે આપેલા યોગદાન વિશે જાણીતા છે . ગુજરાતી શાળાપત્રના સંપાદક તરીકે મહત્વપૂર્ણ સેવાઓ આપેલી છે . શિક્ષક થી લઈ ટ્રેનીંગ કોલેજના પ્રિન્સીપાલ તરીકે સેવાઓ પણNavalram Pandya  એ સેવાઓઆપી છે. ભટ્ટ નું ભોપાળું વીરમતી, નવલગ્રંથાવલી તેમની મહત્વની કૃતિઓ છે .

10  March   CISF Raising Day  કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા દળ દિવસ

ભારતનું  રાષ્ટ્રીય ઔધોગિક સુરક્ષા દળ દિવસ 10 માર્ચના રોજ ઉજવવામાં આવે છે . દેશના મહત્વના ઔધોગિક એકમો અને દિલ્હી મેટ્રોને કેન્દ્રીય સુરક્ષા દળ દ્વારા રક્ષણ પૂરું પાડવામાં આવે છે. જે અર્ધ લશ્કરી દળ સમાન છે .

11  March  Punytithi  Of Alexander Fleming એલેક્ઝાંડર ફલેમિંગ નો જન્મ દિવસ

સ્કોટીશ જીવ વિજ્ઞાની,બેક્ટેરીયોલોજીસ્ટ. પેનેશિલીન ના શોધક એલેક્ઝાંડર ફલેમિંગ નો જન્મ 1881 માં થયો હતો .Alexander Fleming ને 1945 નો નોબલ પારીતોષિક એવોર્ડ સંયુક્ત રીતે મળ્યો હતો . 11 માર્ચ 1955 માં લંડન ખાતે એલેક્ઝાંડર ફલેમિંગ અવસાન થયું હતું .

12  March    Birthday Of Gunvant Shah ગુણવંત શાહનો જન્મ દિવસ

સુરતના રાંદેરમાં જન્મેલા ગુણવંત શાહ ગુજરાતી સાહિત્યના ઊંચી કોટીના નિબંધકાર ,વિવેચક નવલકથાકાર અને કટારલેખક છે .તેમણે રસાયણ સાસ્ત્ર સાથે બી.એસ.સીનો અભ્યાસ કરી જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ માં સેવા આપી છે . મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા માં ,મદ્રાસ ખાતે તેમજ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના અધ્યક્ષ તેમજ નૂતન શિક્ષણ ના તંત્રી તરીકે Gunvant Shahe  સેવાઓ આપી છે . કાર્ડિયોગ્રામ ,રણ તો લીલાં છમ ,વિચારોના વૃંદાવનમાં ,વગડાને તરસ ટહુકાની ,મનનાં મેઘ ધનુષ્ય ,વિસ્મયનું પરોઢ ,ગાંધી નવી પેઢીની નજરે અને કૃષ્ણ નું જીવન સંગીત તેમની મહત્વની સાહિત્ય રચનાઓ છે . 

14  March   Inter National  Day Of Action For Rivers આંતર રાષ્ટ્રીય નદી કાર્યવાહી દિવસ

પ્રથમ વખતમાં બ્રાઝીલમાં નદીમાટે ની કાર્યવાહી કરવામાં આવી હતી .જળ એજ જીવન છે . નદીઓ માનવ સમુદાય પશુ પક્ષીઓ અને પર્યાવરણ માટે જીવન દાયીની છે . પ્રદૂષણ અને માનવી દ્વારા નદીઓને દૂષિત કરવામાં આવી રહી છે . 14 માર્ચના દિવસને આંતર રાષ્ટ્રીય નદી કાર્યવાહી દિવસ Antar rastriy nadi karyvahi divas તરીકે ઉજવીને નદીને પ્રદૂષણ રહિત કરવાનાં કાર્યો ઉપાયો અને લોક જાગૃતિ કરવા સમગ્ર વિશ્વમાં આ દિવસ નદી કાર્યવાહી દિવસ તરીકે ઉજવાય છે .

14 March what special day: Birthday Of  Albert Einstein આલ્બર્ટ આઈન્સ્ટાઇનનો જન્મ દિવસ

આલ્બર્ટ આઈન્સ્ટાઇનનો જન્મ જર્મની માં 14 માર્ચ 1879 માં થયો હતો . તેમને સાપેક્ષવાદની શોધ માટે 1921 નું ફીઝીક્સ માટેનું નોબલ પારિતોષિક મળ્યું હતુ .

what special days 15  March  swami Rama Krishna Jayanti સ્વામી રામકૃષ્ણ પરમહંસ જયંતિ

સ્વામી રામકૃષ્ણ પરમહંસ નો જન્મ પ.બંગાળના કમર પુકુર ગામમાં 18 ફેબ્રુઆરી 1836 ના રોજ થયો હતો .સ્વામી રામકૃષ્ણ એક સરળ સ્વભાવના સંત હતા . તેમણે જન સેવા એજ પ્રભુ સેવા નો મંત્ર જગતને આપ્યો હતો .સ્વામી વિવેકાનંદ ના ગુરુ હતા .કાલી માતાના અનન્ય ભક્ત હતા .તેમણે પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો હતો .

16  March  National Vaccination Day  રાષ્ટ્રીય રસીકરણ દિવસ

રાષ્ટ્રીય રસીકરણ દિવસને  Immunization Day તરીકે પણ ઓળખી શકાય છે . રસીકરણ દ્વારા જુદાજુદા વાઇરસ અને બેક્ટેરીયાથી થતા રોગો ઉપર નિયંત્રણ લાવી શકાય છે . 16 માર્ચ ના દિવસે ભારતમાં પલ્સ પોલીયો એમ્યુયુનાઇઝેશન Puls Poliyo Immunization પ્રોગ્રામ શરૂ કરવાની તારીખને ભારતે નેશનલ વેક્સીનેશન ડે તરીકે ઉજવવાનું શરૂ કર્યું છે . 2014 થી ભારતમાં પોલીયો નાબૂદી કરી તેની ઘોષણા કરવામાં આવી હતી . રસીકરણ નાના બાળકોને મોટા થતાં રોગો સામે રક્ષણ આપે છે . તો ઘણી વખત મોટી ઉમરના લોકો માટે રસીકરણ ખૂબ ઉપયોગી બન્યું છે .કોરોના કાળમાં થયેલો રસીનો ફાયદો તેનું તાજું ઉદાહરહ છે .  National Vaccination Day  રાષ્ટ્રીય રસીકરણ દિવસ rashtriy rasikaran din ની ઉજવણી લોકોને રસી પ્રત્યેની સમાજ અને જાગૃતિ ફેલાવવાના ઉદેશથી મનાવવામાં આવે છે.

16  March    Birthday of Kavi Nhanalal કવિ ન્હાનાલાલ નો જન્મ દિવસ

કવિ ન્હાનાલાલ નો જન્મ 16 માર્ચ 1877  ના રોજ અમદાવાદ માં થયો હતો. તેઓ અધ્યાપક થી શિક્ષણાધિકારી સુધીની કામગીરી કરી હતી . તેમણે તેમની સાહિત્ય રચનામાં ડોલન શૈલી  Dolan shaili  નો ઉપયોગ કર્યો હતો . જ્યા જયંત jaya jayant અને હરિ સહિંતા harisahinta તેમની પ્રખ્યાત કૃતિઓ છે . જાન્યુઆરી 9 1946 ના રોજ કવિ ન્હાનાલાલ અવસાન થયું હતું.

17  March    Birthday of Klpna chavla કલ્પના ચાવલાનો જન્મ દિવસ

કલ્પના ચાવલાનો જન્મ 17 માર્ચ 1962 ના રોજ હરિયાણા ના કરનાલમાં થયો હતો .નાનપણ થી જ તેમને એંજીનિયર બની અવકાશમાં ઊડવાની તેની ઇચ્છા હતી .સ્નાતક સુધીનું  શિક્ષણ ભારતમાં પૂરું કર્યા પછી . 1892 માં તેઓ એમેરીકા ગયાં ત્યાં તેમણે પી .એચ .ડી સુધીનો આગળનો અભ્યાસ પૂરો કર્યો અને નાશામાં જોડાયાં અને ભારતમાં જન્મેલ પ્રથમ મહિલા અવકાશ યાત્રી બન્યાં તેમજ વ્યક્તિ તરીકે રાકેશ શર્મા પછી .બીજાં અવકાશયાત્રી બન્યાં . તેમની બીજી અંતરીક્ષ યાત્રા કોલંબીયા સ્પેશ શટલ માં જોડાયાં અને પાછાં વળતી વખતે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ સમયે યાન તૂટી જવાથી 1 ફેબ્રુઆરી 2003 ના રોજ અવસાન પામ્યાં .

17  March  Birthday of Nalin Raval નલીન રાવળનો જન્મ દિવસ

કવિ અને લેખક ચંદ્રકાંત રાવળનો જન્મ અમદાવાદમાં થયો હતો .તેઓ વઢવાણના વાતની હતા શિક્ષણ ની અનુસ્નાતક પડાવી મેળવ્યા પછી અધ્યાપક અને અમદાવાદની બી.ડી .આર્ટ્સ કોલેજમાં જોડાયા હતા . તેમણે અનેક કાવ્ય સંગ્રહો આપ્યા છે .જેમાં ઉદગાર ,અવકાશ, સ્વપ્નલોક અને પ્રશ્ચાત્ય કવિતા વગેરે મુખ્ય છે . તેમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક ,નરસિહ મહેતા પુરુસ્કારો તેમજ કવિશ્વર દલપતરામ પુરુષકાર પ્રાપ્ત થયા છે .

આ પણ જુઓ :- દિન વિશેષ ફેબ્રુઆરી

20 માર્ચ 2023  Word Sparrow Day – વિશ્વ ચકલી દિવસ

Word Sparrow Day વિશ્વ ચકલી દિવસ : ઘર આંગણાનું પક્ષી એટલે ચકલી છેલ્લા ઘણા વર્ષોથી ચકલીઓ ઓછી થઈ રહી છે .જેનાં કારણો માં પ્રદૂષણ ,મોબાઈલ ટાવરના તરંગો અને પરંપરાગત ગ્રામીણ પરંપરાનાં તેમનાં રહેઠાણ માં ઘ ટાડો અને વધતી ગરમી. નાસિકના મહોમદ દિલાવરે ચકલીઓ માટેના રહેઠાણ ખોરાક અને તેની જાળવણી માટેના પ્રયત્નો માટે નેચર ફોરેવર સોસાયટીની સ્થાપના કરી અને તેને ઇકો સીસ એકસન ફાઉન્ડેશન નાં સંયુક્ત પ્રયાસ ને લીધે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ Vishv chakali Divas મનાવવામાં આવે છે નેચર ફોરેવર સોસાયટી એ 20 માર્ચ 2011 નાં દિવસે અમદાવાદમાં એવોર્ડ નું આયોજન કર્યું હતું.

21 March 2023 World Forestry Day   વિશ્વ વન દિવસ

વન આપણા પર્યાવરણ નો મહત્વનો હિસ્સો છે . વન સમગ્ર જીવ સૃષ્ટિ માટે અત્યંત ઉપકારક છે . વન છે તો જીવન છે .એમ કહેવું પણ અનુચિત નથી. વન  વાતાવરણ ને સુધ્ધ કરી વરસાદ લાવવાનું  કરે છે . પશુ પંખી અને અનેક જીવોનું આશ્રય સ્થાન છે . આજે વનો કપાતા જઈ રહ્યાં છે . આ બાબત ચિંતાનો વિષય છે . ઘટતાં જતાં વનો નાં સ્થાને નવાં વનો તૈયાર કરી સમગ્ર પાયાવરણ નું રક્ષણ અને જતન થાય તેવા આશય થી 21 માર્ચના દિવસને વિશ્વ વન દિવસ Vishv Van Divas તરીકે ઉજવવામાં આવે છે

21  March    Birthday of Ustad Bismillah khan ઉસ્તાદ બિસ્મિલ્લાખાંનો જન્મ દિવસ

Bismillah khan  બિસ્મિલ્લાખાંનો જન્મ 21 માર્ચના રોજ 1916 માં ડુમરાંવ બિહારમાં થયો હતો તેઓ ભારતના ખ્યાતનામ શરણાઈ વાદક હતા . તેમને સંગીત માટેનો ભારત રત્ન એવોર્ડ 2001 માં એનાયત થયો હતો .

21  March : World Down Syndrome Day ડાઉન સિડ્રોમ દિવસ

ડાઉન સિડ્રોમ બાળકોમાં જોવા મળતો આનુવંશીક રોગ છે .જે બાળકોના શારીરીક માનસિક વિકાસને અસર કરે છે . સંયુક્ત રાષ્ટ્ર સંઘ 2012 થી 21 માર્ચના દિવસને સમગ્ર વિશ્વ Down Syndrome Day લોકોમાં જાગરુકતા ફેલાવવાના હેતુસર ઉજવાય છે .

22 March 2023 :- વિશ્વ જળ દિવસ (World Water Day)

વિશ્વ જળ દિવસ Vishv Jal Divas  22 માર્ચના રોજ ઉજવવામાં આવે છે . 1993 થી સૌ પ્રથમ સંયુક્ત રાષ્ટ્ર જળ દિવસ ઉજવે છે પૃથ્વી ઉપર ત્રણ ભાગમાં પાણી હોવા છતાં પીવા લાયક પાણી ખુબજ અલ્પ માત્રામાં કહી શકાય તેટલું છે .પાણી આપણી જીંદગીનો આધાર સ્તંભ છે .એટલેજ કહેવાયું છે . જળ એજ જીવન. પાણી ના ભૂગર્ભ સ્રોત ને માનવ બેફામ પણે ખેંચી રહ્યો છે . ભૂગર્ભ જળનો વિવેક પૂર્ણ ઉપયોગ અને વરસાદના પાણીને ભૂગર્ભમાં ઉતારી જળ રીચાર્જ કરવાથી આ પુરવઠો ભવિષ્ય માટે ઉપયોગી થઈ શકશે . સાથે સાથે દૈનિક જીવનમાં વપરાતા પાણીનો બગાડ અટકાવી શકાય તે માટે જાગૃતિ કેળવવાના હેતુસર સમગ્ર વિશ્વ 22 માર્ચના દિવસે જળ દિવસ તરીકે ઉજવે છે .

22  March   Birthday of Kavi sundaram કવિ સુંદરમ (ત્રિભોવન દાસ લુહાર) નો જન્મ દિવસ

કવિ સુંદરમ kavi Sundaram નું મૂળ નામ ત્રિભોવન દાસ લુહાર  હતું .સુંદરમ ,કોયા ભગત,મરીચી તેમનાં ઉપનામ છે . ગુજરાતી ભાષાના ખ્યાતનામ કવિ સુંદરમ નો જન્મ 22 માર્ચ 1908 માં ભરુચ જીલ્લાના મીયાં માતરમાં થયો હતો .  તેમણે અનેક કાવ્ય સંગ્રહો વસુધા ,કાવ્ય મંગલા,કોયા ભગતની કડવી વાણી , આપ્યા છે .હીરા કણી અને બીજી વાતો તેમનો કાવ્ય સંગ્રહ છે . તેમણે આઝાદીની ચળવળમાં પણ ભાગ લીધો હતો .અને જેલવાસ પણ ભોગવ્યો હતો . જીવનનાં છેલ્લાં વર્ષો તેઓ અરવિંદ ના પાંડીચેરી આશ્રમમાં વિતાવ્યાં હતાં ના રોજ તેમનું અવસાન 13 જાન્યુઆરી 1991 ના રોજ થયું હતું .

23  March: World Meteorological day  વિશ્વ હવામાન વિજ્ઞાન દિવસ

દરવર્ષે 23 માર્ચના દિવસને હવામાન  વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે . અગાઉથી હવામાનની જાણકારી અનેક રીતે ફાયદો કરે છે. વર્તમાન સમયમાં આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસને પરિણામે સચોટ આગાહીઓ થઈ શકે છે .

23  March  Shahid Divas શહીદ દિવસ

ભારત માતાના પનોતા પુત્ર અને આઝાદીની ચળવળના ક્રાંતિકારી શહીદો ને  23 માર્ચ 1931 ના રોજ ભગતસિંહ ,રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી તે દિવસ ભારત શહીદ દિવસ shahid Divas  તરીકે ઉજવી તેમના બલીદાનને યાદ કરી શ્રધ્ધાંજલી આપે છે .

24  March World Tuberculosis Day વિશ્વ ટીબી દિવસ

ક્ષય દિવસ (ટ્યૂબર ક્યુલોસીસ)  ટીબી (ક્ષય ) રોગ પ્રત્યે જાગરુકતા કેળવવા 24 માર્ચના  દિવસ ટીબી દિવસ તરીકે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ઉજવવામાં આવે છે .

25  March  Birthday of Usha Maheta ઉષા મહેતાનો જન્મ દિવસ

ઉષા મહેતા Usha Maheta નો જન્મ 25 માર્ચના રોજ ઓલપાડના સરસ ગામે થયો હતો .તેઓ ચુસ્ત ગાંધીવાદી સમાજ સેવિકા અને ભારતની સ્વાતંત્ર્ય સેનાની હતાં.1928 ના સાઈમન કમીશનના વિરોધમાં અને 1942 ની ભારત છોડો આંદોલન માં સક્રીય ભૂમીકા નિભાવી હતી . તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો. ભારત સરકારે 1998 માં પદ્મ વિભૂષણ થી સન્માન કર્યું હતું . તેમનું અવસાન 11 ઓગસ્ટ 2000 ના દિવસે થયું હતું .

27 March  World Theatre Day  આંતર રાષ્ટ્રીય રંગ મંચ દિવસ

આંતરરાષ્ટ્રીય રંગમંચ દિવસની સ્થાપના 1961 માં કરવામાં આવી હતી . આંતરરાષ્ટ્રીય રંગમંચ દ્વારા વિશેષ રૂપે 27 માર્ચના દિવસને રંગ મંચ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.   

મિત્રો , અમારો આ આર્ટીકલ માર્ચ મહિનાની દિન વિશેષ ( Important Day in March 2023 ) તમને કેવું લાગ્યું તે તમે કોમેન્ટ કરી અમને જણાવી શકો છો. અમે અહી દિન વિશેષ કેલેન્ડર ૨૦૨૩ બનાવવા જઈ રહ્યા છે તેમાં દરેક મહિનાના અગત્યના દિવસો કવર કરીશું, અગાઉ અમે જાન્યુઆરી તથા ફેબ્રુઆરી મહીનાના મહત્વના દિવસો સેર કરી ચુક્યા છે અને જો તમે એપ્રીલ મહીનાના રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય દિવસો pdf મેળવવાં માગતા હોવ તો કોમેન્ટ કરી જણાવશો, આભાર !

Spread the love

About the author

Gujarat Info Hub

1 Comment

Leave a Comment