નોકરી & રોજગાર ગુજરાતી ન્યૂઝ

જુનિયર ક્લાર્ક પરીક્ષા આપનાર ઉમેદવારોને 254 રૂપિયા ભથ્થું મળશે, ભરવું પડશે આ ફોર્મ

junior clerk exam travel allowance
Written by Gujarat Info Hub

Reimbursement Application Form: જુનિયર ક્લાર્ક પરીક્ષા આપનાર ઉમેદવારોને 254 રૂપિયા ભાડા ભથ્થા પેટે ઉચ્ચક મળશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અગાઉ રદ થયેલી પંચાયત સેવાના જુનિયર કલાર્ક  હિસાબી અને વહીવટી સંવર્ગના ઉમેદવારોની જાહેરાત ક્રમાંક 12/2021-2022 અંતર્ગતની લેવાનાર  સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ : 09-04-2023 ના રોજ સવારના 12.30 થી 13.30 વાગ્યા સુધી લેવામાં આવનાર છે . અને તે માટેના “જુનિયર ક્લાર્ક કોલ લેટર ડાઉનલોડ” કરવા માટેની પ્રક્રિયા પણ શરૂ થઈ ગયેલ છે . ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા તેમને ફાળવેલ પરીક્ષા કેન્દ્ર સુધી જવા આવવાના ભાડા ભથ્થા પેટે ઉચ્ચક રૂપિયા 254 આપવાનો નિર્ણય કરવામાં આવ્યો . પંચાયત સેવા મંડળ દ્વારા ઉચ્ચક રકમ આપવાના આ નિર્ણયથી પરીક્ષા આપવા જનાર ઉમેદવારોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે .અને ચોમેર સરકારના આ ઉમદા અને સરાહનિય નિર્ણયની પ્રસંશા થઈ રહી છે . જો કે જે ઉમેદવાર પરીક્ષા ખંડમાં પરીક્ષા આપવા માટે ઉપસ્થિત થશે તેમનેજ આ રકમ મેળવવાનો લાભ મળશે . મંડળ દ્વારા પરીક્ષા આપનાર ઉમેદવારોનો બેંક ડેટા એકત્રિત કરી થોડા દિવસો માં ડાયરેક્ટ બેનીફીટ અંતર્ગત ઉમેદવારના ખાતામાં સીધાજ રૂપિયા 254 ટ્રાન્સફર કરવામાં આવશે આ માટે ઉમેદવારોએ કોલલેટર ડાઉનલોડ કર્યા પછી થી પરીક્ષા ના સમય સુધીમાં ojas વેબ સાઇટ ઉપર પોતાના બેંક ખાતાની  ઓનલાઇન વિગતો ભરવાની રહેશે . જ્યાં સુધી કોલ લેટર ડાઉનલોડ થશે ત્યાં સુધી ભાડાની સહાય 254 મેળવવા માટે ઉમેદવાર ઓનલાઈન ફોર્મ ભરી શકશે . મતલબ કે ઉમેદવારને તરતજ અનુકૂળતા ના હોયતો નિયત સમય મર્યાદા માં ભાડું મેળવવા માટેનું ફોર્મ મેળવી શકશે .તેમજ ઉમેદવાર બસ અથવા પોતાને ઉપલબ્ધ હોય તેવા વાહન દ્વારા પરીક્ષાખંડ માં પહોચવાના સમયે પહોચી જાય તે જરૂરી છે . ઉમેદવારોએ ojas વેબસાઇટ ઉપર બેકની વિગતો ભરતાં પહેલાં નીચે આપેલી સૂચનાઓ ધ્યાને લેવા વિનંતી છે .  

જુનિયર ક્લાર્ક પરીક્ષા 254 રૂપિયા ભથ્થા ફોર્મ માટે અરજી કેવી રીતે કરવી ?

 • ગુજરાત પંચાયત સેવાના (વહીવટી /હિસાબી ) ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો ભાડા ભથ્થા માટે બેંક ની વિગતો ભરવાની અગત્યની સૂચનાઓ :
 • ગુજરાત પંચાયત સેવાના (વહીવટી /હિસાબી ) ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસનાર  ઉમેદવારોએ  ઉમેદવારોએ સૌ પ્રથમ https ://ojas.gujarat.gov.in  ની વેબ સાઇટ ઓપન કરવી .
 • સૌ પ્રથમ ઉમેદવારોએ OJAS વેબસાઈટ પર જઈ Notice Board  બટન ઉપર ક્લીક કરવું.
 • ત્યાં તમને “Click Here to View Important Notice” પર ક્લિક કરી પ્રથમ નોટીસ ને ઓપન કરો.
જુનિયર ક્લાર્ક ભાડા ભથ્થા ફોર્મ
 • હવે નવા પેજ માં તમારો કન્ફોર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી “OK” બટન પર ક્લિક કરો.
 • હવે Reimbursement Application નામનું એક  ફોર્મ ખુલશે ઉમેદવારોએ ફોર્મની વિગતો  કાળજી પુર્વક વિગતો અંગ્રેજી કેપિટલ અક્ષરોમાં ભરવી .
 • ઉમેદવારોએ આ અરજી ફોર્મની વિગતો માત્ર ઓનલાઈન જ ભરવાની છે .મંડળ દ્વારા ફીઝીકલ રીતે કોઈ ફોર્મ સ્વીકારવામાં આવશે નહી .
 • ઉમેદવારોએ પોતાના  બેક ખાતાની વિગતો ભરતી વખતે બેંક ની પાસબુક કે ચેક બુકને આધારે ફોર્મ ભરવું નામ ,બેંક ખાતા નંબર ,બેંકનો આઈ.એફ.એસ.સી .કોડ વગેરે કાળજી પુર્વક ભરવા જણાવવામાં આવે છે. ક્ષતિયુક્ત વિગતો ભરવાને લીધે પેમેન્ટ નહી થઈ શકે તો મંડળ જવાબદાર રહેશે નહી .
 • ઉમેદવારો 31-03-2023 ના 13.00  કલાકથી પરીક્ષાના દિવસ એટલેકે તારીખ 09-04-2023 ના બપોરના 12. 30  કલાક સુધી આ ફોર્મ ભરી શકશે .  
 • કોઈ કારણસર ઉમેદવાર જુનિયર ક્લાર્ક કોલ લેટર ડાઉનલોડ કર્યા પછી Reimbursement Application ફોર્મ તરત જ ભરી ના શકે તો પણ આવા ઉમેદવારો તારીખ :09-04-2023 સમય : 12.30 સુધી Reimbursement Application ફોર્મ ભરી શકશે .
 • મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક પરીક્ષામાં ઉપસ્થિત થયેલા અને બેંકની વિગતો ઓન લાઈન ભરી છે . તેવા ઉમેદવારોને જ  તેમની હાજરીની  વિગતો મેળવી જે તે ઉમેદવારોએ ભરેલ ઓનલાઈન ફોર્મ Reimbursement Application મુજબ રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે .
 • વધુ માહીતી માટે મંડળની વેબસાઈટ પર આપવામાં આવેલ સૂચનાઓનો અભ્યાસ કરવા વિનંતી છે .

Junior Clerk Reimbursement Application Form

મિત્રો, જુનિયર ક્લાર્ક પરીક્ષા નું ભાડુ ૨૫૪ રુપિયા માટે વળતર અરજી કેવી રીતે કરવી તેની માહિતી ઉપર જોઈ, વધુમાં તમે જુનિયર ક્લાર્ક પરીક્ષાના ભાડાની વિગત તમે ઓજસ પર જઈ ચકાશી શકો છો, અભાર.

FAQ’s

(1) જુનિયર કલાર્ક પરીક્ષા માટે કેટલું ભાડું મળશે ?

જવાબ :- જુનિયર ક્લાર્ક પરીક્ષાર્થીઓને ૨૫૪ રુપિયા ટ્રાવેલ્સ અલાઉન્સ મળશે.

(૨) જુનિયર ક્લાર્ક પરીક્ષાના ભાડા માટે કયું ફોર્મ ભરવું પડશે.

જવાબ :- જુનિયર ક્લાર્ક પરીક્ષાર્થીઓને Reimbursement Application Form ઓજસ વેબસાઈટ પર જઈ ઓનલાઈન ભરવું પડશે.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment