Mango Health Tips: અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે અને ઘણા બધા લોકો ને કેરી ખાવાનું મન થતું હોય છે પરંતુ તમે જે કેરી ખરીદો છો તે કેરી કુદરતી રીતે પાકેલી છે કે રાસાયણિક રીતે તે કેવી રીતે નક્કી થાય તેની માહિતી આજે આપણે આ લેખની મદદથી મેળવીશું.
કેરીને ફળનો રાજા કહેવામાં આવે છે અને એમાં પણ ગુજરાતમાં સૌથી વધુ પ્રખ્યાત બે કેરી છે જે કેસર કેરી ને હાફૂસ કેરી તરીકે જાણીતી છે. ગુજરાતી લોકો ઉનાળાની સિઝનમાં આ કેરીઓનો આનંદ લે છે. પરંતુ અત્યારના આધુનિક જમાનામાં મંડી બજાર માં વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા અલગ અલગ કેમિકલ ની મદદથી જુદા જુદા ફળોને પકવવામાં આવે છે જેમાં કેરીને પણ રાસાયણિક રીતે પકવી માર્કેટમાં વેચવા બહાર પાડવામાં આવે છે તો આજે આપણે રાસાયણિક રીતે પકવેલી કેરી અને કુદરતી રીતે પકવેલી કેરી વચ્ચેનો તફાવત કેવી રીતે જાણવો તેની સંપૂર્ણ માહિતી અહીંથી મેળવીશું.
કેરી કુદરતી રીતે પાકેલી છે કે રાસાયણિક રીતે
ઘણા બધા લોકો ઉનાળા અને ચોમાસાને શરૂઆતની સિઝનમાં કેરી ના રસ નો આનંદ લે છે પરંતુ તે પહેલા તે કેરી કુદરતી રીતે પાકેલી છે તે જાણવું મહત્વપૂર્ણ છે કેમ કેરી કેમિકલ ની ભેળસેળ થી પકાવાવમાં આવતી હોય તો તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને જે ભવિષ્યમાં કેન્સર જેવી બીમારીઓને ઉત્પાદિત કરે છે.
આમ તો સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી તમામ ફળો અને ખેતી પદ્ધતિને ઓર્ગેનિક રીતે કરી બજારમાં વેચવાની સલાહ આપવામાં આવે છે પરંતુ ખેડૂતોને ખેતી પદ્ધતિમાં રાસાયણિક ખાતરોમાં મળતા ઉત્પાદન ની સરખામણીમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં ઉત્પાદન ઓછું મળે છે અને આવકમાં પણ ઘટાડો થાય છે જેથી કમનસીબે કેરીનું ઉત્પાદન ઓર્ગેનિક રીતેથી ઓછું થાય છે, પરતું તો પણ આ કેરી આપણાં સવાસ્થ્ય માટે હાનિકારક નથી કેમ કે તેમાં જો કેરીને કોઈ દવા નો છટકાવ વગર પકવવામાં આવે તો તે કેરી માર્કેટમાં કુદરીતે રીતે વેચવામાં આવે છે.
વેપારીઓ દ્વારા કેરી પકવવાની અલગ અલગ રાસાયણિક પ્રક્રિયાઓ ની મદદ થી કેરી પકવવામાં આવે છે અને માર્કેટમાં પણકેરીની માગ વધુ રહેતી હોવાથી આ પ્રક્રિયા કુદરતી પ્રક્રિયા કરતા ઝડપી હોય તેને અપનાવી માર્કેટમાં સારો એવો વેચાણ કરવામાં આવે છે. તો તમે બજારમાંથી કેરીની ખરીદી કરતા પહેલા કેરી કુદરતી રીતે પાકેલી છે કે રાસાયણિક રીતે તેની માહિતી મેળવતા મેળવવા માગતા હો તો અમારા નીચે આપેલા સ્ટેપ ને ફોલો કરી શકો છો
રાસાયણિક રીતે પકાવેલ કેરીની માહિતી કેવી રીતે મેળવવી
તમે કોઈ પણ વેપારી જોડે થી કેરીની ખરીદી કરો છો ત્યારે તે કેરી રાસાયણિક રીતે પકવેલી છે કે કુદરતી રીતે તે તમે આ સરળ રીતથી નક્કી કરી શકો છો.
પાણીની મદદથી
સૌ પ્રથમ એક બાઉલમાં પાણી ભરો અને તેમાં તમે ખરીદેલી કેરી ને હળવા હાથે મૂકો, જો તમે પાણીમાં મૂકેલી કેરી બાઉલમાં ઉપરના ભાગે તરતી રહે તો સમજવાનું કે આ કેરી રાસાયણિક રીતે પકવેલ છે અને જો કેરી બાઉલના તળિયે ના ભાગમાં ડૂબી જાય તો સમજવાનું કે તે કુદરતી રીતે પકવેલી છે.
જો કેરી રાસાયણિક સામાન્ય રીતે પિળી હોય છે,અને તમે જ્યારે રાસાયણિક કેરીના સેવન કરો છો ત્યારે મોમાં બળતરા થઈ શકે છે.
કેમિકલ થી પકવેલ કેરી કદમાં નાની હોય છે અને આ કેરી જલ્દી સડી જાય છે અને તેમાંથી રસ પણ લીક થવાના સંભાવનાઓ ઘણી બધી રહેલી છે તો રાસાયણિક કેરી માર્કેટમાંથી ખરીદતા પહેલા ઉપરની બાબતો ધ્યાનમાં રાખી કેરીની ખરીદી કરવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય માટે બેસ્ટ રહેશે.
કેરી ના ફાયદા
જ્યારે તમે કુદરતી રીતે પકવેલ કેરીનું સિઝ્ન દરમિયાન સેવન કરો છો, તેનાથી ઘણા બધા ફાયદા થાય છે, જે નીચે મુજબ છે.
- કેરીમાં લ્યુટીન, ઝેક્સાન્થિન અને વિટામિન એ જેવા એન્ટીઑકિસડન્ટો સમૃદ્ધ છે, જે મેક્યુલર ડિજનરેશન સામે લડવામાં મદદ કરી શકે છે. કેરીમાં કેરોટીન પણ ભરપૂર હોય છે જે દ્રષ્ટિ સુધારવામાં મદદ કરે છે
- કેરીમાં જોવા મળતા પોલિફીનોલ્સ, જેમ કે ગેલિક એસિડ, ગેલોયલ ગ્લાયકોસાઇડ્સ અને ગેલોટેનિન, સ્તન કેન્સરની સારવારમાં કીમોથેરાપ્યુટિક સંભવિત હોઈ શકે છે. આ સૂચવે છે કે કેરી સ્તન કેન્સરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
- કેરીમાં ફાઇબર અને વિટામિન સી પણ ખૂબ ખૂબ પ્રમાણમાં હોય છે જેથી તમારા શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલ ને સંતુલિત કરવામાં મદદ કરે છે
- કેરીમાં એવું એક ખાસ તત્વ છે જે પ્રોટીનને તોડવામાં મદદ કરે છે જેથી તમારું ભોજન જલ્દીથી પચી જાય છે અને તમારા પાચન ક્રિયાને મજબૂત કરે છે
- કેરી માં રહેલ વિટામિન ઈ તમારી સિસ્ટમને વધારવામાં મદદ કરે છે જેથી તમે યંગ દેખાવ છો
- ઉનાળાની સિઝનમાં તમે જ્યારે ઘરની બહાર નીકળો છો ત્યારે કેરીનો એક ગ્લાસ રસ પીને નીકળશો તો તમને તડકો અને લો ઓછી લાગશે કેમ કે કેરીનો રસ શરીરમાં રહેલા પાણીની કમીને સંતુલિત રાખે છે
આ જુઓ :- આજના કેસર કેરીના તાજા બજાર ભાવ 2023
તો મિત્રો આજે આપણે આર્ટીકલ ની મદદથી કેરી પકવવાની રાસાયણિક અને કુદરતી રીત ની માહિતી મેળવી. જો કેરી રાસાયણિક રીતે પકવેલી હોય તો તેને ખબર કેવી રીતે પાડવી તેની માહિતી હવે તમને મળેલી ગઈ હશે તો જ્યારે તમે કોઈપણ વેપારી પાસેથી કેરી ની ખરીદી કરો છો તે પહેલા ઉપરોક્ત ટીપ્સને એકવાર અવલોકન કરવો જરૂરી છે, તો ઉનાળાને સિઝનમાં કુદરતી રીતે પકવેલ કેરીઓનો આનંદ લો. અમારું આ આર્ટીકલ તમને જો પસંદ આવ્યું હોય તો તમે તમારા મિત્રો સાથે પણ બ્લોગને શેર કરી શકો છો જેથી તેઓ પણ કેરીની ખરીદી કરતા સમયે કેરી કુદરતી રીતે પાકેલી છે કે રાસાયણિક રીતે તેવી બાબતોના માહિતગાર થાય, આભાર.