નોકરી & રોજગાર

LRD-PSI Recruitment 2024: અરજી કરતા દરેક ઉમેદવાર માટે ખાસ સમાચાર, જાણો હસમુખ સરે શું માહિતી આપી

LRD-PSI-Recruitment-2024
Written by Gujarat Info Hub

LRD-PSI Recruitment 2024 : ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ સર દ્વારા ટ્વિટ કરી જાણકારી આપવામાં આવી કે પીએસઆઇ માં હવે લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે આપવાના રહેશે તેમ જ જે ઉમેદવાર પહેલા પેપરમાં પાસ થયા હશે તેનું જ બીજું પેપર તપાસવામાં આવશે.

એટલે કે પીએસઆઇની તૈયારી કરતા ઉમેદવાર મિત્રોને જણાવી દઈએ કે આ ભરતીમાં સફળ થવા માટે હવે તમારે પેપર વન ના વિષયો તેમજ પેપર ટુ ના વિષયો બંને પર ભારણ આપવું પડશે. તો પછી તમે પેપર વન પાસ કરી શકશો અને પેપર 2 માં સારા માર્ક્સ લાવી મેરીટ લીસ્ટમાં સારો સ્કોર મેળવી શકશો.

નવા નિયમ મુજબ પરીક્ષા લેવાશે | LRD-PSI Recruitment 2024

જ્યારથી હસમુખ પટેલ સર ભરતી બોર્ડ ના અધ્યક્ષ બન્યા છે ત્યારથી જ પરીક્ષાના નિયમો માં ફેરફાર જોવા મળી રહ્યો છે તો ચાલો જાણીએ કે આ ભરતીમાં સફળ થવા માટે કયા નિયમ મુજબ પરીક્ષાઓ આપવી પડશે.

  • શારીરિક પરીક્ષા : અગાઉની ભરતીમાં શારીરિક પરીક્ષા એટલે કે દોડમાં ઉમેદવારને વધુમાં વધુ માર્કસ લાવવા પડતા હતા જેથી તેનું મેરીટ ઊંચું બને પરંતુ નવા નિયમ મુજબ હવે શારીરિક પરીક્ષા ફક્ત કવોલિફાય પરીક્ષા છે એટલે કે આ પરીક્ષામાં કવોલીફાય થયેલા બધા ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકે અને આ શારીરિક પરીક્ષાના માર્ક ફાઇનલ મેરીટમાં ગણવામાં નહીં આવે.
  • લેખિત પરિક્ષા : પીએસઆઇની લેખિત પરિક્ષાના નિયમોમાં પણ ફેરફાર થયો છે, હવે મુખ્ય બે પેપર લેવામાં આવશે જેમાં પ્રથમ પેપર એમસીક્યુ આધારિત હશે અને તેમાં પણ પાર્ટ એ અને પાર્ટ બી એમ બે પાર્ટ પડશે. તમને જણાવી દઈએ કે આ પ્રથમ પેપર ના પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં 40%-40% લાવવા ફરજિયાત છે.

હવે બીજા પેપરની વાત કરીએ તો, બીજા પેપરમાં પણ બે પાર્ટ હશે, પાર્ટ એ અને પાર્ટ બી. આ બીજું પેપર વર્ણનાત્મક હશે. પાર્ટ એ ગુજરાતી વિષયનો હશે જ્યારે પાર્ટ બી અંગ્રેજી વિષયનો હશે. પાર્ટ એ માટે 70 માર્કસ અને પાર્ટ બી માટે 30 માર્ક રાખવામાં આવ્યા છે.

ઉમેદવાર મિત્ર તમને જણાવી દઈએ કે ઉપરના બંને પેપર માટે તમને ત્રણ-ત્રણ કલાકનો સમય આપવામાં આવશે આ ઉપરાંત વિષયોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

અરજી કરવા માટે બીજી તક

હજુ હમણાં જ થોડા દિવસ પહેલા જ હસમુખ સર દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે જે ઉમેદવારો ને આ ભરતીમાં ભાગ લેવો છે અને હજુ અરજી ફોર્મ ભરવાના બાકી હતા તો તેઓને અરજી કરવા માટે હજુ એક તક મળશે.

આ ભરતીમાં ભાગ લેવા માટે આ ઉમેદવારો 26 ઓગસ્ટથી ઓનલાઇન અરજી કરી શકશે. પરંતુ ધ્યાન રહે કે જે ઉમેદવાર મિત્રોએ અગાઉ આ ભરતીમાં ફોર્મ ભરેલ છે તેઓએ બીજી વાર ફોર્મ ભરવાનું નથી.

આશા રાખું છું કે તમને માહિતી પસંદ પડી હશે, આવી જ રીતે કોઈપણ સરકારી ભરતીની સચોટ રીતે માહિતી મેળવવા માટે તમારી સાથે જોડાયા રહો અને જો તમારો કોઈ મિત્ર આ ભરતીની તૈયારી કરી રહ્યો હોય તો તેને પણ આ લેખ શેર કરવા વિનંતી, ધન્યવાદ.

Read More: Personal Loan App: આ એપ ફક્ત 5 મિનિટમાં તમારા ખાતામાં 20 હજારથી 2 લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે.

About the author

Gujarat Info Hub

Leave a Comment