Mango Price Today : કેરીની આવકો વધતાં ભાવમાં થોડોક ઘટાડો ,અહીથી જાણો ગુજરાતની વિવિધ માર્કેટયાર્ડના કેરીના ભાવ. ઉનાળો આવતાંજ બજારમાં કેરીનું આગમન થતાંજ કેરીના રસિયાઓમાં આનંદ જોવા મળે છે. કેરી ઉનાળામાં સૌને ખૂબ પ્રિય હોય છે. અને કેરીની હાજરીમાં ઉનાળામાં બધાં ફળ ફિક્કાં લાગે છે. આમ પણ કેરી સ્વાદમાં મધુર અને સ્વાસ્થ્ય માટે આરોગ્ય પ્રદ ફળ છે.
Mango Price Today
કેરીનું ઉત્પાદન :
શિયાળામાં આંબા પર મોર ખરી પડવાને લીધે આ વર્ષે કેરીનું આગમન થોડું મોડુ થઈ રહ્યું છે. ખરાબ આબોહવા અને કમોસમી વરસાદે ઉત્પાદનમાં પણ ઘણો ઘટાડો કર્યો છે. કેટલાક ખેડૂતોએ કેસર કેરીનાં આંબાવાડીયા કાઢી નાખ્યાં હોવાના સમાચારો પણ મીડિયાના માધ્યમથી જાણવા મળી રહ્યા છે. કેરીનું ઉત્પાદન કેટલું ઘટશે એતો પછી ખબર પડે પરંતુ હાલમાં બજારમાં કેરીનું આગમન ધીરે ધીરે વધી રહ્યું છે. કેરીનાં મહત્વનાં માર્કેટયાર્ડમાં કેરીની કેટલી આવક થઈ છે અને આજરોજ કેરીનાં ભાવ વિવિધ બજારોમાં કેટલા રહ્યા તે આપણે જાણીએ.
કેરીની આવક
જુનાગઢ માર્કેટ યાર્ડમાં આજરોજ કાચી કેરીના ભાવ 1200રૂપિયાથી મોડી 2800 રૂપિયા સુધીના રહ્યા હતા.જ્યારે રાજાપુર કેરીના ભાવ 800 થી 900 રૂપિયાનો રહ્યો હતો જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં આપીશ કેરીના ભાવ 2,000 થી 3000 રૂપિયા સુધીના રહ્યા હતા જ્યારે કેસર કેરી ના ભાવ રૂપિયા 1000 થી રૂપિયા 200500 સુધીના રહ્યા હતા તેમજ આજરોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં આફૂસ કેરીની આવક 2,620 કિલોગ્રામ રહી હતી જ્યારે કેસર કેસર કેરીની આવક 1,14,370 kg રહી હતી.
કેરીના ભાવ :
અમરેલી માર્કેટ યાર્ડમાં આજ રોજ કાચી કેરીના ભાવ 700 થી 800 રૂપિયાના રહ્યા હતા જ્યારે પાકી કેરીના ભાવ રૂપિયા 1600 થી 2000 નો રહ્યો હતો કેસર કેરીના ભાવની વાત કરવામાં આવે તો અમરેલી માર્કેટ યાર્ડમાં કેસર કેરીનો ભાવ ₹1,200 થી ₹3,000 નો રહ્યો હતો જ્યારે આફૂસ કેરીનો ભાવ રૂપિયા 1800 થી રૂપિયા 3200 નો રહ્યો હતો.
આજરોજ નવસારી માર્કેટ યાર્ડમાં પણ કેરીની આવકો સારા પ્રમાણમાં જોવા મળી હતી. કેરીના ભાવની જ વાત કરવામાં આવે તો કેસર કેરીના ભાવ 2255 સુધી રહ્યા હતા જ્યારે દેશી કેરીના ભાવ ₹1200 ના જોવા મળ્યા છે આફૂસ કેરીના ભાવ 1970 રૂપિયા હતા.
આ ઉપરાત ગુજરાત બહાર મહારાષ્ટ્રથી પણ કેરી વેચાણ માટે બજારમાં મોટા પ્રમાણમાં લાવવામાં આવી રહી છે. કેરીની આવકો જળવાઈ રહેશેતો ભાવ માં પણ સ્થિરતા જળવાઈ રહેશે તેવું અનુમાન અનુભવી વેપારીઓ દ્વારા જણાવાઈ રહ્યું છે.