Nabard Dairy Loan Apply Online: મિત્રો આજે આપણે આજે આપણે પશુપાલનના વ્યવસાય વિશે વાત કરવા જઈ રહ્યા છે જેમાં તમે ભારત સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ નાબાર્ડ ડેરી લોન વિશે જાણીશું. આ યોજના હેઠળ ભારતમાં લગભગ 30 કરોડ જેટલા ખેડૂતોને લોન આપવામાં આવશે અને આ લોન અંતર્ગત દૂધ ઉત્પાદન અને ડેરી ફાર્મીગને પ્રોત્સાહન આપવામાં આવશે.
મિત્રો સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં દૂધ ઉત્પાદનમાં વધારો કરવા ડેરી ફાર્મિંગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેના માટે નાબાર્ડ સંસ્થા દ્વારા કરોડો ખેડૂતોને લાખો રૂપિયાની લોન આપવામાં આવી રહી છે. જેની મદદથી ખેડૂતો જરૂરી મશીનરી તેમજ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીને પોતાનો ડેરી ફાર્મિંગનો ધંધો વિકસાવી શકે છે. તો આજે આપણે આ લેખના માધ્યમથી ડેરી ફાર્મિંગ માટે લોન કેવી રીતે મેળવવી અને તેમાં કયા દસ્તાવેજો ની જરૂર રહેશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
Nabard Dairy Loan Apply Online
નાબાર્ડ ડેરી લોન યોજનાનો મુખ્ય ઉદ્દેશ ડેરી સાહસિકતાનો વિકાસ કરવાનો છે. તેમજ નવી ટેકનોલોજી દ્વારા દૂધ ઉત્પાદનમાં અને ગુણવત્તામાં વધારો થઈ શકે તે માટે પ્રયાસ કરવાનો છે. તેમજ ગ્રામીણ વિસ્તારોમાં નવી રોજગારીની તકો ઊભી થાય તે માટે સરકાર દ્વારા નાબાર્ડ અંતર્ગત લોન ઉપલબ્ધ કરવામાં આવે છે જેથી કરીને ખેડૂતોની વાર્ષિક આવકમાં પણ વધારો થઈ શકે.
નાબાર્ડ ડેરી લોન લેવા માટેની પાત્રતા
ડેરી લોન મેળવવા માટે અરજદારે દૂધ ઉત્પાદક મંડળીનું ખાતા ધારક હોવો જોઈએ. તેમજ ડેરી ખોલવા માટે યોગ્ય જગ્યાની માલિકી ધરાવતા હોવા જોઈએ. અરજદારે પશુઓનું આરોગ્ય પ્રમાણપત્ર અને તેની આવકની વિગતો સંબંધિત તમામ માહિતી રજૂ કરવાની રહે છે. ત્યારબાદ સંબંધિત અધિકારી દ્વારા તપાસણી કરતા જો તમામ વિગતો બરાબર હશે તો તેઓ ડેરી લોન માટે પાત્ર ગણાશે.
ડેરી લોન મેળવવા જરુરી દસ્તાવેજ
જો તમે ડેરી લોન મેળવવા માંગતા હો તો તમારી પાસે કેટલાક આવશ્યક ડોક્યુમેન્ટ પણ હોવા જરૂરી છે જેમ કે આધાર કાર્ડ, બેંક પાસબુક ની નકલ, જમીનની માહિતી, ડેરી ખોલવા માટે થતો કુલ ખર્ચ અને જરૂરી સાધનોનો તેમજ અરજદાર પાસે હાલમાં રાખવામાં આવેલ પશુઓની માહિતી વગેરે જરૂરી દસ્તાવેજો સાથે તમે ડેરી લોન માટે અરજી કરી શકો છો.
ડેરી લોન પર વ્યાજ દર
નાબાર્ડ ડેરી લોન યોજના હેઠળ ડેરી ફાર્મિંગ માટે ખેડૂતોને લોન આપવામાં આવે છે અને જો લોનના વ્યાજદરોની વાત કરવામાં આવે તો તે અન્ય બેન્ક કરતાં ખૂબ જ ઓછા દરો વસૂલ કરવામાં આવે છે. જેમાં સામાન્ય વ્યાજ દરની વાત કરવામાં આવે તો 4 ટકાથી લઈને 9 ટકા સુધી રહે છે. પરંતુ વ્યાજ દરોમાં થતા વધારા ઘટાડા બેંકોની નીતિઓ ઉપર બદલાતા રહે છે.
જો ખેડૂત મિત્રો તમે ડેરી લોન માટે અરજી કરી અને લોન મેળવવા માગતા હો તો તમારા લોનની મંજૂરી પર તમને આ લોન પર 25 થી 50% સુધીની સબસીડી પણ આપવામાં આવે છે. જેથી કરીને તમને મોટો એવો ફાયદો થઇ શકે છે પરંતુ તમારે બાકી લોન નિયત સમયમાં ભરી દેવી જરૂરી છે.
નાબાર્ડ ડેરી લોન કેવી રીતે લેવી?
જો તમે નાબાર્ડ ડેરી લોન માટે અરજી કરવા માગતા હો તો તમારે તેનો ઓફલાઈન અરજી કરવાની રહેશે જેમાં તમે તમારી નજીકની બેંક શાખામાં જઈને ડેરી લોન માટેનું અરજી ફોર્મ મેળવી શકો છો. ત્યારબાદ આ ફોર્મમાં ઉપરોક્ત જણાવેલ તમામ દસ્તાવેજો અને માગ્યા મુજબની અન્ય માહિતી ભરીને ફોર્મને બેન્ક અધિકારીને સબમિટ કરવામાંનું રહેશે. જો તમારો સીબીલ સ્કોર સારો હશે. તો બેંક અધિકારી દ્વારા તમારા તબેલા ની મુલાકાત લઈને તમારી ડેરી લોન મંજૂર કરવામાં આવશે ત્યાર બાદ તમારા બેંક ખાતામાં 13 લાખ રૂપિયા જમા થશે.
તો મિત્રો આવી રીતે હવે તમે ઘરે બેઠા જ નાબાર્ડ ડેરી લોન માટે અરજી કરી શકો છો પરંતુ તે પહેલા તમારે ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાન દોરીને તમે પશુધન વિશે વ્યવસાય કરતા હોવા જરૂરી છે. તેમજ તમે આ લોનની મદદ થી જરૂરી મશીનરી ખરીદીને તમારે ડેરી લોનની મદદથી આ વ્યવસાયને વિકસાવી શકો છો. તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમે પણ તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.