મહિલા દિવસ નિબંધ : ભારતે પ્રાચીન અને વૈદિક કાળથી જ હમેશાં નારી શક્તિને આદર અને ગૌરવ પ્રદાન કરી તેના મહિમાનાં ગુણ ગાન કર્યાં છે. નારીને શક્તિ સ્વરૂપા માની તેની પુજા અર્ચના કરી છે . મનુ સ્મૃતિના ત્રીજા અધ્યાયમાં કાહેવામાં આવ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા અર્થાત જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવોનો વાસ હોય છે . તેથીજ કહેવાયું છે કે નારી તું નારાયણી. આપણા વૈદિક શાસ્ત્રે આહ્વાન કર્યું છે કે નારી શક્તિ રાષ્ટ્રને દિશા અને ગતિ આપવા સમર્થ હોવી જોઈએ . પ્રાચીન કાળથીજ ભારતમાં મહિલાઓએ નિર્ણાયક નેતૃત્વ અને પ્રેરણા આપી રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે.
રાષ્ટ્રીય મહિલા દિવસ નિબંધ
પ્રાચીન કાળથી લઈ આજ સુધી અનેક મહિલાઓએ દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે .જે કર ઝુલાવે પારણું તે જગત પર સાસન કરે એ ઉક્તિ આજે નારી શક્તિએ ચરિતાર્થ કરી છે . દેશના વિકાસમાં મહિલા શશક્તિકરણ થકી આજે પણ મહિલાઓ મહત્વની ભૂમિકા અદા કરી રહી છે. રાજકારણ, અર્થ વ્યવસ્થા , સુરક્ષા, અવકાશ સંસોધન,ટેક્નોલૉજી અને પ્રૌધોગિકી જેવાં મહત્વનાં ક્ષેત્રે સમાન નેતૃત્વ પુરું પાડી ભારતની વિકાસ યાત્રામાં સંપૂર્ણ ભાગીદાર બની રહી છે.
ભારત તેની પ્રાચીન સંસ્કૃતિ અને ભવ્ય વારસો ધરાવે છે . ભારતની નારી શક્તિએ વિશ્વને જ્ઞાન અને સામર્થ્યનો પરિચય કરાવ્યો છે. ઉત્તરમાં મીરાંબાઈ થી દક્ષિણમાં અકકા મહાદેવી સુધીની નારી શક્તિએ ભક્તિ અને જ્ઞાનનો સંદેશ આપી ઉન્નત સમાજ ઘડતરમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે . નારી શક્તિએ હમેશાં નીતિ અને સામર્થ્ય વડે શશક્ત રાષ્ટ્ર નિર્માણમાં મહાન નારી શક્તિના પરાક્રમ ,બલીદાન અને શૌર્ય થી ભારતીય ઇતિહાસ સુવર્ણ અક્ષરે અંકિત છે.
રાણી લક્ષ્મી બાઈ,શિવાજીનું ધડતર કરનાર માતા જીજાબાઈ, અહલ્યાબાઈ હોલકર, વિદુષી ગાર્ગી જેવી અનેક મહિલાઓ સહિત ખુદીરામ બોઝના મોટાં બહેન અપરૂપા દેવી, ચંદ્રશેખર આઝાદની માતા જગરાની દેવી . વીર સાવરકરની ભાભી યેશું ભાભી જેવા અનેક નારી રત્નોએ ભારતની સ્વાતંત્ર્ય ચળવળમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે .
ભારતમાં સરોજીની નાયડુના જન્મ દિવસ 13 ફેબ્રુઆરી ના દિવસને રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સરોજીની નાયડુનો જન્મ દિવસ 13 ફેબ્રુઆરી 1879 ના રોજ હૈદરાબાદમાં થયો હતો .તેમના અવાજમાં ઘણી મીઠાસ હતી .તેથી તેમને હિંદનું બુલબુલ કહેવામાં આવતાં હતાં . 1917 થી તેઓ રાજકારણમાં સક્રીય બન્યાં હતાં . ધરાસણા સત્યાગ્રહ વખતે જ્યારે ગાંધીજી,સરદાર પટેલ,અબ્બાસ તૈયબજીની બ્રીટીશ સેનાએ ધરપકડ કરી ત્યારે સરોજીની નાયડુએ સત્યાગ્રહીઓનું નેતૃત્વ કર્યું હતું . તેમની ધરપકડ કરી 21 માસની જેલની સજા કરવામાં આવી હતી. 1942 ની હિન્દ છોડો ચળવળમાં અને બંધારણ સમિતિમાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું . 2 માર્ચ 1949 ના દિવસે તેમનું અવસાન થયું ત્યારે તેઓ રાજ્યપાલ ના હોદ્દા પર હતાં .
યા દેવી સર્વ ભૂતેષુ માતૃ રૂપેન સંસ્થિતા નમસ્ત્સ્યૈ નમસ્ત્સ્યૈ નમો નમ:
મિત્રો અમારો આ નિબંધ રાષ્ટ્રીય મહિલા દિવસ નિબંધ ꠰ National Women’s Day nibandh ꠰ rashtriy mahila divas Nibandh અથવા National Women’s Day speech રાષ્ટ્રીય મહિલા દિવસ ભાષણ અર્થાત મહિલા શશક્તિ કરણ નિબંધ Mahila shashktikaran Nibandh અથવા નારી તું નારાયણી Nari Tu Narayani લાગ્યો તે અમને કોમેંટમાં અચૂક જણાવશો .અને અમારા આવા બીજા આર્ટીકલ જોવા માટે અમારી વેબસાઇટ જોતા રહો આભાર !
મિત્રો, ૮ માર્ચ ના રોજ વિશ્વ મહિલા દિવસ ઉજવવામાં આવે છે, જો તમે વુમન દિન ૨૦૨૩ ની થીમ અને ક્યારથી ઉજવવામાં આવે છે તેની સંપુર્ણ માહિતી મેળવવાં માંગતા હોવ તો નિચે આપેલ લિંક પર ક્લિક કરી મેળવી શકો છો.
આ પણ જુઓ :-
FAQs :
1 રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?
Ans : દર વર્ષે 13 ફેબ્રુઆરી ના રોજ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે .
2. કયા દિવસને રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માટે પસંદ કરવામાં આવ્યો છે ?
Ans : સરોજીની નાયડુના જન્મ દિવસને રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માટે પસંદ કરવામાં આવ્યો છે .
3. ક્યા વર્ષથી જુદી જુદી થીમ આધારિત વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે ?
Ans : 1996 ના વર્ષથી જુદી જુદી થીમ આધારિત વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે .
4. ભારતમાં સૌ પ્રથમ મહિલા રાજ્યપાલ બનવાનું શ્રેય કોને ફાળે જાય છે ?
Ans : ભારતમાં સરોજીની નાયડુને પ્રથમ મહિલા રાજ્યપાલ બનવાનો શ્રેય જાય છે .