Business Idea

New Business Idea: માત્ર 25000 ના રોકાણથી શરૂ કરો આ વ્યવસાય તમને મહિને 60000 કમાણી કરાવશે

New Business Idea
Written by Gujarat Info Hub

New Business Idea : મિત્રો સમગ્ર ભારતમાં ગુજરાતીઓ વિવિધ તહેવારો અને ઉજાણીઓ કરવામાં મોખરે છે. બસ ઉજવણીનો આનંદ કરવા બહાનું જોઈએ. એમાં આપણે ત્યાં પરંપરાઓ અને 16 સંસ્કારનું ખૂબ મહત્વ છે. બાળકનો જન્મ હોય,લગ્ન હોય,શ્રીમંત હોય કે પછી બેબી શાવરનો પ્રસંગ હોય. વિવિધ એનિવર્સરી હોય કે ખુશીનો માહોલ હોય આપણે અવશ્ય ઉજવણી કરીએ છીએ. અને દરેક ઉજવણીમાં કેક કાપવાનો તો જાણે રિવાજ થઈ ગયો છે. કેક ની સાથે ડેકોરેશન પણ હોય જ તોરણ,ફુગ્ગા પુષ્પગુચ્છ વિવિધ પ્રકારનાં પ્રસંગે અલગ અલગ પ્રકારનાં કાર્ડની ગોઠવણ પણ જોવા મળે છે.

કેક અને ડેકોરેશન આઈટમનો વેપાર :

હવે ભાગ્યેજ કોઈ ઘર એવું હશે જ્યાં જન્મ દિવસની ઉજવણી કેક વગર થતી હોય. તો મિત્રો તમારે કોઈ દુકાન ખોલવાની જરૂર નથી તમે તમારા ઘરમાં જ કેક બનાવવાના ઓર્ડર મેળવી શકો છો.અને કેકની સાથે ઉજવણીમાં રાખવામાં આવતી સુસોભનની ચીજ વસ્તુઓ જેવીકે પ્લાસ્ટિક તોરણ, બર્થડે પટ્ટા, ફુગ્ગા, સ્ટિકર, મીણબત્તી વગેરે  ઘેર બેઠાં વેચી રોજના બે ત્રણ હજાર રૂપિયા કમાઈ શકો છો.મિત્રો,આ વ્યવસાય શરૂ કરવા માટે તમારે શું તૈયારી કરવાની છે.તે અહી અમે આપને જણાવી રહ્યા છીએ.

અંદાજીત ખર્ચ :

 કેક અને સુશોભન આઈટમ માં નફાનું પ્રમાણ પણ વધારે હોય છે. કાગળ અને પ્લાસ્ટિકની સુસોભન આઈટમો તમે 15000 થી 2000 રૂપિયાની ખરીદીને તમારો ધંધો શરૂ કરી શકો છો. તેમજ કેક બનાવવાનો સામાન તમે 5000 રૂપિયાનો ખરીદશો તો પણ ચાલી જશે.

જો તમે જાતે કેક જાતે બનાવવા ઈચ્છ્તા હોવ તો પણ તેનું મશીન માર્કેટમાં સસ્તા ભાવે ઉપ્લબ્ધ છે, જેની બજાર કિંમત લગભગ ૩૦,૦૦૦ રુપીયાની આસપાસ છે. જેથી તમે તમારો આ ધંધો વિકસાવી શકો અને બીજા દુકાનદારોને પણ કેક વેચી શકો.

ધંધાનો પ્રચાર પ્રસાર :

ધંધાને આગળ વધારવા સારી ક્વોલીટીની  કેક બનાવવાની જરૂરી છે. તમારે કોઈ ધંધાદારી વ્યક્તિ અથવા કેક બનાવતાં આવડતું હોય તેવા સ્નેહી પાસે કેક બનાવવાનું શીખી લેવાનું છે. અને જો ના આવડતું હોય તો તેનુ મશીનની ખરિદી કરી શકો છો.

તેમજ પ્રસંગમાં ડેકોરેશન કેવી રીતે કરવાથી સારું લાગી શકે, અને તેમાં કઈ કઈ વસ્તુઓ કઈ જગ્યાએ ગોઠવવાથી સરસ લાગશે તે અભ્યાસ કરી લેવાનો છે. તે માટે ઘણા વિડિયા પણ તમે જોઈ શકો છો.

તમે તમારા ઘર આગળ સાઇન બોર્ડ,બેનર વગેરે લગાવી પ્રચાર પ્રસાર કરી તમારા ધંધાનો વ્યાપ વધારી શકો છો. આ માટે સોશીયલ મીડિયા,ફેસબુક પેજ કે ઇન્સ્ટાગ્રામ પર તમારી દુકાનની માહીતી અને ફોટા અપલોડ કરી  ગ્રાહકો વધારી શકો છો.

સૌથી અગત્યની બાબત એ છેકે ગ્રાહકો સાથે વિનમ્ર પણે વ્યવહાર કરી તેમની પસંદ જાણો. અને એમને પસંદ પડે એ રીતે તેમના પ્રસંગને સોભાવવા સહયોગ કરો.જેનો પ્રસંગ છે તેમને તમારા તરફથી પણ શુભેચ્છા સંદેશ પાઠવી શકાય.  આમ કરવાથી તમારી સારી સેવાઓ ની તમારી સોસાયટી અને તમારા શહેરમાં  નોધ લેવાશે, અને એ રીતે તમારા બિઝનેશનો વ્યાપ વધતો રહેશે. ધંધો નાનો છે.પરંતુ કમાણી કરાવનાર અને મનને આત્મસંતોષ આપનાર છે.   

આ પણ વાંચો:- પોસ્ટ ઓફિસમાં દર મહિને 3,000 રૂપિયા જમા કરાવવાથી તમને 2 વર્ષમાં કેટલા પૈસા મળશે, જુઓ સંપૂર્ણ ગણતરી અહીં.

મિત્રો,અમારો આજનો અમારો આ આર્ટીકલ આપને કેવો લાગ્યો તે અચૂક કોમેંટમાં  જણાવશો.અને આવા બીજા આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઇટ જોતા રહેશો. અમારો આ આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment