ગુજરાતી ન્યૂઝ India-News જનરલ નોલેજ

પદ્મ એવોર્ડ 2023 ꠱ Padma Awardees 2023 List in Gujarati

Padma Awardees 2023
Written by Gujarat Info Hub

Padma Awardees 2023 List in Gujarati | પદ્મ એવોર્ડ 2023 | Padma Bhushan & Vibhushan| Padma Shri 2023 in Gujarati | પદ્મ વિભૂષણ ,પદ્મભૂષણ અને પદ્મશ્રી એવોર્ડ

પદ્મ એવોર્ડ 2023 : કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ શ્રેણીના પુરુસ્કાર આપવામાં આવે છે . પ્રજાસત્તાક દિનની  પૂર્વ સંધ્યાએ  ભારતના રાષ્ટ્રપતિ દ્વારા દેશના વિવિધ ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપી દેશને ગૌરવ અપાવનાર અગ્રગણ્ય હસ્તીઓને  પદ્મ પુરુસ્કાર આપી સન્માનીત કરવાની પરંપરા છે . સૈનિક ક્ષેત્ર સિવાયનાં ક્ષેત્રો જેવાં કે કળા ,સામાજીક સેવા ,વિજ્ઞાન અને ટેક્નોલૉજી ,શિક્ષણ ,કૃષિ જેવાં અનેક વિધ ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન આપનાર વ્યક્તિઓને પસંદ કરી આ પુરુસ્કાર આપવામાં આવે છે . પદ્મ વિભૂષણ ,પદ્મભૂષણ અને પદ્મશ્રી એવોર્ડ એ ગૌરવ શાળી એવોર્ડ ગણાય  છે.  74 મા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા 2023 માટેના પદ્મ વિભૂષણ ,પદ્મભૂષણ, અને પદ્મશ્રી એવોર્ડ  અર્પણ આપવામાં આવ્યા છે .

પદ્મ એવોર્ડ 2023 ꠱  Padma Awardees 2023 List in Gujarati

Padma Awardees 2023 ના પદ્મ પુરુસ્કારોની વાત કરીએ તો કુલ 106 મહાનુભાવોને આ એવોર્ડ આપવામાં આવ્યા છે . જેમાં 6 પદ્મ વિભૂષણ , 9 પદ્મ ભૂષણ અને 91 મહાનુભાવોને પદ્મશ્રી પુરુસ્કાર થી સન્માનીત કરવામાં આવ્યા છે . જે પૈકી 3 પુરુસ્કાર સંયુક્ત રીતે અને 7 પુરુસ્કાર મરણોત્તર આપવામાં આવ્યા છે . જ્યારે  19 મહિલાઓને પણ આ પદ્મ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે  તેમજ પદ્મ એવોર્ડ મેળવનાર માં 2 વ્યક્તિઓ બીન નિવાસી ભારતીયો છે . 

પદ્મ પુરુસ્કાર મેળવનાર ગુજરાતીઓ – Padma Puruskaar Gujarat

પદ્મ પુરુસ્કાર મેળવનાર ગુજરાતીઓમાં કુલ 9 મહાનુભાવો છે .જે પૈકી 1 મહિલા હીરાબાઈ લોબી નો સમાવેશ થાય છે . તો ચાલો જાણીએ કોણ છે આ ગુજરાતીઓને

પદ્મવિભૂષણ બાલકૃષ્ણ વિઠ્ઠલભાઈ દોશી 

બાલકૃષ્ણ વિઠ્ઠલભાઈ દોશી Balkrushn doshi ને તેમની આર્કિટેક તરીકેની અસાધારણ સેવાઓ માટેનો પદ્મ વિભૂષણ(મરણોપરાંત ) એવોર્ડ મળ્યો છે . તેઓ પદ્મશ્રી અને પદ્મ ભૂષણ થી પણ સન્માનીત થયેલા છે. બાલકૃષ્ણ વિઠ્ઠલભાઈ દોશી જન્મ 26 ઓગસ્ટ 1927 ના રોજ મહારાષ્ટ્રના પુનામાં થયો હતો . સમગ્ર દક્ષિણ એશિયામાં ખ્યાતિ પ્રાપ્ત મહાન આર્કિટેક તરીકે જાણીતા બનેલા બાલકૃષ્ણ દોશી એ અમદાવાદ આવીને વાસ્તુ શિલ્પ સંસ્થાની સ્થાપના કરી હતી . તેમજ તેમણે અનેક સંસ્થાઓની સ્થાપના અને સેવામાં તેમનું બહુમૂલ્ય યોગદાન આપ્યું હતું . તેમણે સ્કૂલ ઓફ આર્કિટેકની સ્થાપના પણ કરી હતી.  તેમની સંસ્થાએ સસ્તાં અને ટકાઉ ઘરોની સ્થાપના માટે કરેલું કામ પણ જાણીતું છે . તેમને આર્કિટેક ક્ષેત્રનો ઉચ્ચ એવોર્ડ પ્રીતઝર પ્રાઇઝ પણ મળેલું છે . 95 વર્ષની વયે પદ્મ વિભૂષણ પ્રાપ્ત કરવાની પૂર્વ સંધ્યાએજ એમનું અવસાન થયું છે .

પદ્મ ભૂષણ કમલેશ પટેલ

કમલેશ પટેલ Kamlesh Patel તેલંગાણા ના, પણ મુળ ગુજરાતી છે . તેઓ આધ્યાત્મિક નેતા ,લેખક અને સહજ માર્ગ પ્રણાલીમાં હાર્ટફૂલનેશ ધ્યાન માટે વિશ્વ કક્ષાએ જાણીતા છે . કમલેશ પટેલનો જન્મ 28 સપ્ટેમ્બર 1956 માં ગુજરાતમાં થયો હતો . તેમણે તેમના ફાર્મસીના અભ્યાસની સાથે સાથે યોગનો અભ્યાસ કર્યો અને વર્ષો સુધી સહજ માર્ગ અને યોગ માટે કામ કરતા રહ્યા . કમલેશ પટેલ રામચંદ્ર મિશનના ચોથા ગુરુ બન્યા. તેઓ યોગને સૌથી શક્તિશાળી માને છે . તેઓ કહે છે કે યોગ થી બધુજ સંભવ છે . તેમના અધ્યાત્મ ક્ષેત્ર ના  બહુમૂલ્ય યોગદાન માટે પદ્મભૂષણ પુરુસ્કારથી  સન્માનીત કરવામાં આવ્યા છે .  

પદ્મશ્રી ભાનુભાઈ ચિતારા

ભાનુભાઈ ચિતારા Bhanubhai Chitara ને તેમની કળા ની અસાધારણ સેવાઓ માટે પદ્મશ્રી પુરુસ્કાર પ્રાપ્ત થયો છે . તેઓ ખૂબ સારી કલમકારી કલાના ઉચ્ચ કોટીના કલાકાર છે . તેમને  પ્રાચીન સમય ની સાંસ્કૃતિક ધરોહર સમી માતાજીની પછેડી ની કલાને જીવંત રાખવાનો શ્રેય જાય છે . ભાનુભાઈ ચિતારા કલમ કારી કલાની સાતમી પેઢીના કલાકાર છે . રામાયણ અને મહાભારતની કથાને તેઓ એક જ સળંગ ચિત્રો દ્વારા પ્રસ્તુત કરી શકે છે ભાનુભાઈ ચિતારા ભારતના કલમ કારીના  બહુમૂલ્ય કલા વારસાનું જતન કરી રહ્યા છે . અમદાવાદની પોતાની આગવી કલાના કસબી નું સન્માન થતાં માતાજી ની પછેડી કળા ને પ્રોત્સાહન મળશે .  

પદ્મશ્રી મહિપત કવિ

પદ્મશ્રી મહિપત કવિ ને કળા ના ક્ષેત્રે કરેલા તેમના અમૂલ્ય પ્રયાસો માટે પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે . વ્યવસાયે શિક્ષક મહિપત કવિ કઠ પુતળી કલાને છેક 1975 થી જાળવી રહ્યા છે કઠ પુતળી ભારતીય કલા વારસામાં મહત્વ ધરાવતી માનવજીવનની ઘટનાઓને કઠ પુતળી વાર્તા સ્વરૂપે વણી બોધ આપતી કળા સમાજ જીવનની ઘટનાઓને રજૂ કરે છે . મહિપતભાઈ કવિ Mahipatbhai Kavi વાર્તાકાર  અને અનુવાદક પણ છે .તેમણે 100 થી વધુ કઠ પુતળી વાર્તાઓ લખી છે .

આ પણ વાંચો :- પંચાયતી રાજ મહત્વના પ્રશ્નો

પદ્મશ્રી હીરાબાઈ  લોબી

પદ્મશ્રી હીરાબાઈ લોબી Hirabai Lobi જાફરાબાદના જાંબુર ના સીદી અનુસૂચિત જન  જાતિના લોકોના  સામાજીક અને આર્થિક ઉત્થાન માટે જીવનભર પ્રયત્ન કરનાર મહિલા છે . પદ્મશ્રી હીરાબાઈ લોબીના પ્રયત્નોથી 700 કરતાં વધારે મહિલાઓના જીવનમાં આમૂલ પરીવર્તન લાવ્યું છે .  તેમનાં બાળકોના શિક્ષણ માટે પણ પદ્મશ્રી હીરાબાઈ લોબી અથાગ પ્રયત્નો કર્યા છે .આ માટે તેમને રીલાયન્સનો રીયલ એવોર્ડ,ગ્રીન એવોર્ડ ,જાનકીદેવી બજાજ એવોર્ડ વગેરે 13 જેટલા એવોર્ડ્ઝ પ્રાપ્ત થયા છે . સન્માન પણ પ્રાપ્ત થયાં છે .  

પદ્મશ્રી હેમંત ચૌહાણ

હેમંત ચૌહાણનો જન્મ 7 નવેમ્બર 1955માં થયો હતો તેમનું વતન રાજકોટ જીલ્લાનું કુંદણી છે.હેમંત ચૌહાણ Hemant Chauhanગુજરાતના ઉચ્ચ કોટીના ભજનીકોમાં મોખરાનું સ્થાન ધરાવે છે .  પ્રાચીન અને અર્વાચીન ભજનો ગાયાં છે . અને તેને આલ્બમ સ્વરૂપે રેકોર્ડ પણ હેમંત ચૌહાણે  માતાજીની સ્તુતિના અનેક ગરબાઓની રચનાઓ કરી છે .અને તેને ગાયા છે . સિતાર અને એકતારા જેવા પરંપરાગત સંગીત સાધનોનો ઉપયોગ કરી મધુર સ્વરે ગાયેલા તેમનાં ભજનો ખૂબ લોકપ્રિય બન્યો છે . હે માનવ વિશ્વાસ કરીલે …. તું રંગાઈ જાને રંગમાં …તેમનાં પ્રખ્યાત ભજન છે . 43 વર્ષની ભક્તિભાવે કરેલી ભજન સાધના થી તેમના પ્રસંશકો માં ખુશી જોવા મળે છે . કળા  માટેની તેમની આ સેવા માટે તેમણે 2023 નો પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો છે .

પદ્મશ્રી અરિઝ ખંભાતા

અરીઝ પીરોજશાહ ખંભાતા Ariz Khambhata નો જન્મ 22 સપ્ટેમ્બર 1937 માં થયો હતો . અરીઝ પીરોજશાહ ખંભાતા રસના ગ્રૂપના સ્થાપક છે . 1970 ના દાયકામાં મોંઘા સોફ્ટ ડ્રીંક્સ ના વિકલ્પ રૂપે રસના સોફ્ટ ડ્રીંકનો વિકલ્પ આપનાર અરીઝ ખંભાતા પદ્મશ્રી (મરણોત્તર) પુરુસ્કાર માટે પસંદ થયા છે . રસના  સોફ્ટ ડ્રિંક ઘર ઘરમાં લોકપ્રિય બન્યું હતું .  માત્ર ભારતમાં જ નહીં . એનેક દેશોમાં તેની ભારે નિકાસ થતી હતી . તેઓ અમદાવાદ પારસી સંસ્થાના અગ્રણી પણ હતા . તેમનું અવસાન 85 વર્ષની ઉમરે ઓક્ટોબર 2022 માં થયું હતું .

પદ્મશ્રી ડો મહેન્દ્ર પાલ

પદ્મશ્રી ડો મહેન્દ્ર પાલ Dr. Mahendra Pal ને  વેટનરી પબ્લીક હેલ્થ ક્ષેત્રે 50 વર્ષથી એમણે આપેલ ઉત્કૃષ્ઠ સેવાઓ બદલ  પદ્મશ્રી પુરુસ્કાર આપવામાં આવ્યો છે તેમણે ભારતના જ નહી પરંતુ આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા માઈક્રોબાયોલોજીના વૈજ્ઞાનિકોમાં સ્થાન મળ્યું છે . ડો મહેન્દ્ર પાલને  આ સેવાઓ બદલ તેમને આ પુરુસ્કાર આપવામાં આવ્યો છે.  

પદ્મશ્રી પરેશ રાઠવા

છોટાઉદેપુર જીલ્લાના રાઠવા આદિવાસી સમુદાયના પીઠોરા કળાના લખારા પરેશભાઈ રાઠવાને પદ્મશ્રી એવોર્ડ તેમની પીઠોરા દોરવાની કળા માટે એનાયત થયો છે. રાઠવા આદિવાસીઓમાં પીઠોરા દેવનું ખૂબ મહત્વ છે . ઘરની દીવાલ પર પીઠોરા દેવનું ચિત્રો દોરવાથી ખુશી અને સમૃધ્ધી મળે છે . પીઠોરા બાબાની હાજરી થી ઘરમાં સુખ સમૃધ્ધી વધશે . ઘરની આખી દીવાલ પર પીઠોરા દાદાનાં ચિત્રો દોરવામાં આવે છે . પીઠોરા દાદા ની લીપી 5000 વર્ષ જૂની હોવાનું કહેવાય છે  . પરેશભાઈ રાઠવા Pareshbhai Rathavaને તેમની આ સંસ્કૃતિને જાળવી રાખવા અને પીઠોરા દેવનાં ચિત્રો દોરવાની તેમની કલા માટે  પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે .

Padma Awardees 2023 List in Gujarati – પદ્મ એવોર્ડ 2023

પદ્મ વિભૂષણ
1શ્રી બાકૃષ્ણ દોશી (મરણોત્તર )અન્ય – સ્થાપત્યગુજરાત
2શ્રી ઝાકીર હુસૈનકળામહારાષ્ટ્ર
3સુશ્રી  એસ એમ કૃષ્ણાપબ્લીક અફેર્સકર્ણાટક
4શ્રી દિલીપ મહાલનાબીસ (મરણોત્તર )તબીબી સેવાપ.બંગાળ
5શ્રી શ્રીનિવાસ વર્ધનવિજ્ઞાન અને ટેક્નોલૉજીયુ.એસ.એ.
6શ્રી મુલાયસિંહ યાદવ  (મરણોત્તર )પબ્લીક અફેર્સઉત્તરપ્રદેશ
પદ્મ ભૂષણ
1શ્રી એસ એલ ભૈરપ્પાસાહિત્ય અને શિક્ષણકર્ણાટક
2શ્રી કુમારમંગલમ બીરલાવેપાર અને ઇન્ડસ્ટ્રીઝમહારાષ્ટ્ર
3શ્રી દિપક ધારવિજ્ઞાન અને ટેક્નોલૉજીમહારાષ્ટ્ર
4સુશ્રી વાણી જયરામકળાતામીલનાડુ
5શ્રી સ્વામી ચિન્ના જીયરઆધ્યાત્મિકતાતેલંગાણા
6સુશ્રી સુમન કલ્યાણપુરકળામહારાષ્ટ્ર
7શ્રી કપિલ કપૂરસાહિત્ય અને શિક્ષણદિલ્હી
8સુશ્રી સુધા લક્ષ્મીસામાજીક સેવાકર્ણાટક
9શ્રી કમલેશ ડી પટેલઆધ્યાત્મિકતાતેલંગાણા
પદ્મ શ્રી
1ડૉ સુકમા આચાર્યઆધ્યાત્મિકતાહરિયાણા
2સુશ્રી જોધૈયાબાઈ બૈગા  કળામધ્યપ્રદેશ 
3શ્રી પ્રેમજીત બારૈયાકળાદાદરા અને નગરહવેલી દીવ અને દમણ
4સુશ્રી ઉષા બલેંકળાછત્તીસગઢ
5શ્રી મુનીશ્વર ચંદાવરતબીબી સેવામધ્યપ્રદેશ 
6શ્રી હેમંત ચૌહાણકળાગુજરાત
7શ્રી ભાનુભાઇ ચિતારાકળાગુજરાત
8શ્રી હેમોપ્રોવા ચૂટિયાકળાઅસમ
9શ્રી નરેંદ્રચંદ્ર  દેવવર્મા (મરણોતર )પબ્લીક અફેર્સત્રિપુરા
10શ્રીમતી સુભદ્રાદેવીકળાબિહાર
11શ્રી ખાદરવલ્લી ડુડેકુલા વિજ્ઞાન અને ટેક્નોલૉજીકર્ણાટક
12શ્રી હેમચંદ્ર ગોસ્વામીકળાઅસમ
13સુશ્રી પ્રીતિકાના ગોસ્વામીકળાપ.બંગાળા
14શ્રી રાધાકૃષ્ણ ગુપ્તાસાહિત્ય અને શિક્ષણઉત્તરપ્રદેશ
15શ્રી મોદાદુગુ  વિજયગુપ્તાવિજ્ઞાન અને ટેક્નોલૉજીતેલંગાણા
16શ્રી અબ્દુલહુસૈન અને  મોહમ્મદ હુસૈન (સંયુક્ત )કળા રાજસ્થાન 
17શ્રી દિલસાદ હુસૈનકળાઉત્તરપ્રદેશ
18શ્રી ભીખુ રામજી ઈદાત સામાજીક સેવામહારાસ્ટ્ર
19શ્રી સી આઈ ઇસ્સાકસાહિત્ય અને શિક્ષણકેરાલા 
20શ્રી રતનસીંગ  જગ્ગીસાહિત્ય અને શિક્ષણપંજાબ
21શ્રી બિક્રમ બહાદુર જમાતીયાસામાજીક સેવાત્રિપુરા
22શ્રી રામકુઇ વાંગબે જેનેસામાજીક સેવાઆસામ
23શ્રી રાકેશ રાધેશ્યામ ઝુન ઝુન વાલા (મરણોત્તર )વેપાર અને ઇન્ડસ્ટ્રીઝમહારાષ્ટ્ર
24શ્રી રતન ચંદ્ર કારતબીબી સેવાઆંદામાન નિકોબાર
25શ્રી મહિપત કવિઆર્ટગુજરાત
26શ્રી એમ એમ કિરવાનીઆર્ટ આંધ્રપ્રદેશ
27શ્રી અરિઝ ખંભાતા (મરણોતર)વેપાર અને ઇન્ડસ્ટ્રીઝગુજરાત
28શ્રી પરશુરામ કોમાજી ખૂણેઆર્ટમહારાષ્ટ્ર
29શ્રીગણેશ નાગપ્પા ક્રિશ્નરાજનગરવિજ્ઞાન અને ટેક્નોલૉજીઆંધ્રપ્રદેશ
30શ્રી મગુની ચરણ કુમારકલાઓરીસ્સા
31શ્રી આનંદકુમારસાહિત્ય અને શિક્ષણબિહાર
32શ્રી અરવિંદ કુમારવિજ્ઞાન અને ટેક્નોલૉજીઉત્તરપ્રદેશ
33શ્રી ડોમરસિંહ કુંવરકલાછત્તીસગઢ
34શ્રી રાઈજીંગબોર કુર્કલંઘ કલામેઘાલય
35સુશ્રી હીરબાઈ લોબીસામાજીક સેવાગુજરાત
36શ્રી મુલચંદ લોઢાસામાજીક સેવારાજસ્થાન 
37સુશ્રી રાણી મચૈરકલાકર્ણાટક
38શ્રી અજયકુમાર માંડવીસાહિત્ય અને શિક્ષણછત્તીસગઢ
39શ્રી પ્રભાકર ભાનુદાસ મંડેસાહિત્ય અને શિક્ષણમહારાષ્ટ્ર
40શ્રી ગજાનન જગન્નાથ માનેસામાજીક સેવામહારાષ્ટ્ર
41શ્રી અંતર્યામી મીશ્રાસાહિત્ય અને શિક્ષણઓરીસ્સા
42શ્રી નાડોજા પિંડીપાપન હલ્લી  મુનિવેંકટપ્પાકલાકર્ણાટક
43શ્રી ડૉ મહેન્દ્ર પાલતબીબી સેવાગુજરાત
44શ્રી ઉમાશંકર પાંડેસામાજીક સેવાઉત્તર પ્રદેશ
45શ્રી રમેશ પરમાર અને શ્રીમતી શાંતિ પરમાર (સંયુકત)કલામધ્યપ્રદેશ 
46શ્રી ડૉ નલીનીપર્થાં સારથીતબીબી સેવાપાંડીચેરી
47શ્રી હનુમંતારાવ પશુપુલેટીતબીબી સેવાતેલંગાણા
48શ્રી રમેશ પતંગેસાહિત્ય અને શિક્ષણમહારાષ્ટ્ર
49સુશ્રી કૃષ્ણા પટેલકલાઓરીસ્સા
50શ્રી કે કલ્યાણસુંદરમ  પિલ્લાઈકલાતામીલનાડુ
51શ્રી વી પી અપ્પુકૂટન  પૌંડુવલસામાજીક સેવાકેરાલા 
52શ્રી કપિલદેવ પ્રસાદકલાબિહાર
53શ્રી એસ આર ડી પ્રસાદસ્પોર્ટ્સકેરાલા 
54શ્રી શાહ રસીદ અહમદ કુરેશીકલાકર્ણાટક
55શ્રી સી વી રાજૂકલાઆંધ્રપ્રદેશ
56શ્રી બક્સીરામવિજ્ઞાન અને ટેક્નોલૉજીહરિયાણા
57શ્રી ચેરૂવાયલ કે રમણઅન્ય -ખેતીકેરાલા 
58સુશ્રી સુજાતા રામદોરાઈવિજ્ઞાન અને ટેક્નોલૉજીકેનેડા
59શ્રી અબ્બારેડ્ડી નાગેશ્વર રાવવિજ્ઞાન અને ટેક્નોલૉજીઆંધ્રપ્રદેશ
60શ્રી પરેશભાઈ રાઠવાકલાગુજરાત
61શ્રી બી રામકૃષ્ણ રેડ્ડીસાહિત્ય અને શિક્ષણતેલંગાણા
62શ્રી મંગલા કાંતિરામકલાપ.બંગાળ
63શ્રી કે સી રનરેમ સંગીકલામિઝોરમ
64શ્રી વાડીલાલ ગોપાલ અને મશી સાહિયાન (સંયુક્ત )સામાજીક સેવાતામીલનાડુ
65શ્રી મનોરંજન શાહુતબીબી સેવાઉત્તર પ્રદેશ
66શ્રી પતાયન સાહુખેતીઓરીસ્સા
67શ્રી ઋત્વિક સાન્યાલકલાઉત્તર પ્રદેશ
68શ્રી કોટા સચ્ચિદાનંદ શાસ્ત્રીકલાઆંધ્રપ્રદેશ
69શ્રી શંકુરાર્થી ચંદ્ર શેખરસામાજીક સેવાઆંધ્રપ્રદેશ
70શ્રી કે સનાથોઇબા શર્માસ્પોર્ટ્સમણીપુર
71શ્રી નેકરામ શર્માખેતીહિમાચલ પ્રદેશ
72શ્રી ગુરુ ચરણસિંહસ્પોર્ટસદિલ્હી
73શ્રી લક્ષમણ સિંહસામાજીક સેવારાજસ્થાન 
74શ્રી મોહનસિંહસાહિત્ય અને શિક્ષણજમ્મુ અને કાશ્મીર
75શ્રી થૌના ઓજમ ચૌબાસીંગ પબ્લીક અફેર્સમણીપુર
76શ્રી પ્રકાશ ચંદ્ર સુદસાહિત્ય અને શિક્ષણઆંધ્રપ્રદેશ
77સુશ્રી નેહુનો સોરહીકલાનાગાલેંડ
78શ્રી જાનુંમસીંગ સોયસાહિત્ય અને શિક્ષણઝારખંડ
79શ્રી કુશોક થિક્સે નવાંગ ચમ્બા સ્ટેજિનઆધ્યાત્મિકલદ્દાખ
80શ્રી એસ સુબ્રમણ્યમઅન્ય આર્કિયોલોજીકર્ણાટક
81શ્રી મૌઆ  સુબોગકલાનાગાલેંડ
82શ્રી પાલમ કલ્યાણ સુંદરમસામાજીક સેવાતામીલનાડુ
83સુશ્રી રવિના રવિ ટંડનકલામહારાષ્ટ્ર
84શ્રી વિશ્વનાથ પ્રસાદ તિવારીસાહિત્ય અને શિક્ષણઉત્તરપ્રદેશ
85શ્રી ધનિરામ ટોટોસાહિત્ય અને શિક્ષણપ.બંગાળ
86શ્રી તુલારામ ઉપ્રેતીઅન્ય -ખેતીસિકકમ
87ડૉ ગોપાલસામી  વેલું ચાર્મીતબીબી સેવાતામીલનાડુ
88ડૉ ઈશ્વરચંદ્ર વર્માતબીબી સેવાદિલ્હી
89સુશ્રી નરીમાન વાડિયાકલામહારાષ્ટ્ર
90શ્રી કર્મ વાન્ચુ (મરણોતર)સામાજીક સેવાઅરુણાચલ પ્રદેશ
91શ્રી ગુલામ મહમદ ઝાઝકલાજમ્મુ અને કાશ્મીર

પદ્મ એવોર્ડ (Padma Awardees 2023) મેળવનાર ગૌરવશાળી ગુજરાતીઓને  gujaratinfohub ખૂબખૂબ અભિનંદન પાઠવે છે . અમારો આ આર્ટીકલ તમને કેવો લાગ્યો તે કોમેંટમાં જરૂર જણાવશો અને આવી રોજે રોજ નવી માહિતી માટે અમારી વેબ સાઇટ જોતા રહો ,આભાર !

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment