પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન): ખેડૂત મિત્રો, ગુજરાત સરકાર દ્વારા પાક સંગ્રહ સ્ટ્ર્ક્ચર ગોડાઉન માટે ફરીથી તારીખ 05 જૂન 2023 થી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી શરૂ કરવામાં આવેલ છે. આ ગોડાઉન યોજના હેઠળ ખેડૂતો પોતાના પાક ને સંગ્રહ કરવા માટે ગોડાઉન બનાવા ઉપર સરકાર દ્વારા 75,000 રૂપિયાની સહાય ચૂકવાવમાં આવશે. તો આજે આપણે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્ર્ક્ચર ગોડાઉન 2023 માટે અરજી કેવી રીતે કરવી, ગોડાઉન કેટલા ચોરસ ફૂટ માં બનાવવાનું રહેશે અને સહાયની વિગતો વિષે સંપૂર્ણ માહિતી આ લેખની મદદથી મેળવીશું.
પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) | Pak Sangrah Yojana 2023
યોજનાનુ નામ | પાક સંગ્રહ સ્ટ્ર્ક્ચર (ગોડાઉન) યોજના |
હેતુ | પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા માટે સહાય પૂરી પાડવી |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
સહાય | 75,000 રૂપિયા |
લાભાર્થી | ગુજરાતનાં ખેડૂતો |
સતાવાર સાઇટ | https://ikhedut.gujarat.gov.in |
પાક સંગ્રહ ગોડાઉન યોજનાનો હેતુ
રાજ્યના ખેડૂતો દ્વારા કૃષિ પેદાશોનું સારું એવું ઉત્પાદન મળવા છતાં વાવાઝોડા, કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ સમયે તેમના ઉત્પાદન પર સારી એવી અસર થાય છે, તેમજ ખેડૂતો દ્વારા પોતાનો પાક ચોમાસની સિઝનમાં સંગ્રહ કરવા માટે યોગ્ય વ્યવસ્થા ના હોઈ, ખેડૂતોના પાક માં બગાડ થાય છે, સરકારે આ પરિબળોને ધ્યાનામાં લઈ ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્ર્ક્ચર (ગોડાઉન) બનાવવા ઉપર સબસિડી આપી પાક ગોડાઉન બનાવવા માટે પ્રેરિત કર્યા છે, જેથી ખેડૂતો પોતાની ખેત પેદાશોને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકે અને ખેત પેદાશોની ગુણવતા જળવાઈ રહે, જેથી ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થાય. તો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગો છો તો જલ્દીથી તમારી અરજી કરો.
આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવામાં આવેલા સુધારા
ખેડૂત મિત્રો, પાક સંગ્રહ ગોડાઉન બનાવવા માટે તમે ગામના વી.સી ની મદદથી ઓનલાઈન અરજી કરી શકો છો અને આ અરજીઑ વહેલા તે પહેલા ધોરણે સ્વીકારવામાં આવશે. એક ખેડૂત ખાતેદાર એક સર્વે નંબર પર એક જ વાર ગોડાઉન બનાવવા માટે સબસિડી મળવા પાત્ર થશે અને આ યોજનાની અરજાઈ ફોર્મ તમારે પ્રિન્ટ નિકાળી તમારા ગામના ગ્રામ સેવક ને આપવાની રહેશે જે ગોડાઉનની ચકાસણી કરી જરૂરી ફોટા અને ડૉક્યુમેન્ટ ચકાશી તમારી અરજી મંજૂર કરવા માટે આગાળ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ગોડાઉન યોજનાનો લાભ મેળવવા માટે પાત્રતા
- રાજ્યનો કોઈપણ ખેડૂત આ યોજનાનો લાભ મેળવી શકે છે
- એક ખાતા ડેટ આજીવન એક વખત સહાય લઈ શકો છો
- ઓછામાં ઓછું 330 (22*15 ) ચોરસ ફુટ વિસ્તારમાં પાક સ્ટ્રક્ચર બનાવવાનો રહેશે.
- ગોડાઉનની આગળની મોભની ઊંચાઈ 10 ફૂટ કે તેથી વધુ હોવી જરૂરી છે
- ગોડાઉનની પાછળના ભાગને દિવાલને ઊંચાઈ 12 ફૂટ કે તેથી વધુ હોવી જરૂરી છે
- પાક સ્ટ્રક્ચર ગોડાઉન માટે ખેડૂત ખાતેદારે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે
પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના લાભ
ખેડૂત લાભાર્થીને ગોડાઉન બનાવવા માટે કુલ ખર્ચના 50% અથવા 75,000 હજાર રૂપિયા આ બંનેમાંથી જે ઓછું હશે તે સહાય પેટે મળવા પાત્ર થશે.
અગાઉના વર્ષમાં ગોડાઉન બનાવવા માટેની સબસીડી ₹50,000 સુધીની હતી જે હવે વધારીને 75000 કરવામાં આવી છે
આ જુઓ :- હવે ખેડૂતોને મોબાઈલ ખરીદી પર 6000 રૂ. સહાય
ગોડાઉન સહાય મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
આ ખેડૂત પોર્ટલ પર વર્ષ 2023 માટે ખેતીવાડી ને લગતી સાધન સહાય યોજનાઓ આજરોજ એટલે કે 5 જૂન 2023 થી ચાલુ કરવામાં આવે છે જેમાં ઓનલાઇન અરજી કરવા માટે નીતિ મુજબના ડોક્યુમેન્ટ ની જરૂર રહેશે
- ખેડૂતનો આધાર કાર્ડ ની નકલ
- 7/12 અને 8-અ ની નકલ
- લાભાર્થી નું રેશનકાર્ડ
- લાભાર્થીની બેંક પાસબુક ની નકલ
- જો લાભાર્થી અનુસૂચિત જાતિ અને જનજાતિ કેટેગરીમાં આવતા હોય તો તે અંગ જાતિનું પ્રમાણપત્ર
- જો 7/12 અને 8-A જમીનમાં સંયુક્ત ખાતેદાર કિસ્સામાં તમામ ખાતેદારોની સંમતિ
આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રીત
જે ખેડૂત મિત્રો પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન માટે ઓનલાઈન અરજી કરવા માંગે છે તેઓ અમારા નીચેના સ્ટેપ ફોલો કરી ઓનલાઈન ફોર્મ ભરી શકશે
- સૌપ્રથમ આઇ ખેડૂત પોર્ટલ અને તમારા મોબાઇલ અથવા કોમ્પ્યુટરમાં
- ત્યારબાદ પોર્ટલમાં જમણી સાઈડ વિવિધ યોજનાઓમાં અરજી કરો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો
- હવે તમને ત્યાં ગોડાઉન સહાય યોજના જોવા મળશે જેની સામે અરજી કરવા એક ક્લિક કરો ના બટન પર ક્લિક કરો
- હવે તમારી સામે નવા પેજમાં આજે ફોન ખુલશે જેમાં તમારે તમારી સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે
- ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભર્યા બાદ અરજીની એકવાર ચોક્કસ શીખો અને સબમિટ કરો
- ત્યારબાદ અરજી ફોર્મ નીકળ્યા હતા અને સાથે જરૂરી દસ્તાવેજો પણ પ્રિન્ટ કરી રાખો
આ જુઓ :- આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી સાધન સહાય મેળવવા અરજી કરવાનું શરૂ
હવે તમારા તમે તમારા ગ્રામસેવકને અરજી ફોર્મ જમા કરાવી શકો છો આની સાથે જરૂરી ડોક્યુમેન્ટ ચકાસણી પણ કરાવી શકો છો. જે ખેડૂત મિત્રો વહેલા તકે અરજી કરશે તેમને લાભ મળવા પાત્ર રહેશે.
અગત્યની લીંક
પાક સંગ્રહ ગોડાઉન માટે અરજી કરવા | અહીં ક્લિક કરો |
અન્ય યોજનાઓ માટે | અહીં ક્લિક કરો |
જે ખેડૂત મિત્રો પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન માટે અરજી કરવા ઈચ્છે છે તેઓ વહેલા તકે ઓનલાઈન અરજી કરી શકે છે, કેમ કે આઈ ખેડૂત પોર્ટલ પર પાક ગોડાઉન માટે અરજી ફોર્મ થોડા દિવસો સુધી સ્વીકારવામાં આવશે, ત્યારબાદ માકી રહેલા લાભાર્થીઓ આવતા વર્ષ લાભ મેયવિ શકશે. તો જલ્દીથી પાક સંગ્રહ ગોડાઉન માટે અમારી લિન્ક ની મદદથી અરજી કરો. આ યોજના સાથે ટેકટર સબસિડી યોજના અને ખેડૂત સાધન સહાય યોજનાઓ પણ ચાલુ થઈ છે જેની માહિતી તમને અમારી સાઇટ પર જોઈ શકશો.
FAQ’s
પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન માટે કેટલી સાહાય મળે છે ?
75000
પાક ગોડાઉન માટે અરજી ક્યાં કરવી ?
પાક સંગ્રહ સ્ટ્રક્ચર માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/ પર અરજી કરવાની રહેશે.
👌👌