Parivahan yojana 2024 : ગુજરાતી સરકાર અવારનવાર અલગ અલગ વર્ગના નાગરિકો માટે નવી નવી સરકારી યોજનાઓ અમલમાં મૂકે છે અને આ યોજના દ્વારા નાણાકીય કે અન્ય પ્રકારની સહાય આપવામાં આવતી હોય છે. ઘણીવાર એવું થાય છે કે યોજના ચાલુ હોય છે પરંતુ આપણને તે યોજના વિશે ખ્યાલ ન હોવાથી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા ફોર્મ ભરી શકતા નથી અને જે તે યોજનાનો લાભ મેળવી શકતા નથી.
તો જો તમે ઓટોરિક્ષા કે લોડીંગ રીક્ષા ખરીદવાનો વિચારી રહ્યા છો અને તેને ખરીદી પર રૂપિયા બે લાખ સુધીની નાણાકીય સહાય મેળવવા ઈચ્છો છો તો તમારે આ યોજના વિશે જરૂર જાણવું જોઈએ, હાલ આ યોજનામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ જ છે.
ઓનલાઇન ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ | Parivahan yojana 2024-25
જો તમે આ પરિવહન યોજનાનો લાભ મેળવી, ઓટોરિક્ષા કે લોડીંગ રીક્ષાની ખરીદી માટે રૂપિયા બે લાખ સુધીની સહાય મેળવવા ઈચ્છો છો તો તારીખ 20 નવેમ્બર 2024 સુધીમાં ગુજરાતી સરકારની સત્તાવાર વેબસાઈટ https://ggdconline.gujarat.gov.in પણ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
જો સરકાર દ્વારા તમારી અરજી મંજૂર થાય છે તો તમને સરકાર તરફથી રૂપિયા બે લાખ સુધીની લોન આપવામાં આવે છે અને આ લોન પર વાર્ષિક છ ટકા સુધીનું વ્યાજ ચૂકવવાનું રહેશે. તેથી જો તમે ઓટોરિક્ષા કે લોડીંગ રીક્ષા દ્વારા પોતાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છો છો પરંતુ તમારી પાસે નાણાકીય વ્યવસ્થા નથી તો તમે આ યોજના દ્વારા લોન મેળવી પોતાનો વ્યવસાય શરૂ કરી શકો છો.
કોણ કોણ અરજી કરી શકે છે ?
આ યોજનાનો લાભ મેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા કેટલીક યોગ્યતા રાખેલ છે, આ યોગ્યતા ધરાવતા નાગરિકો જ પરિવહન યોજનાના દ્વારા બે લાખ સુધીની લોન મેળવી શકે છે.
- અરજી કરનાર અરજદારની વાર્ષિક આવક ત્રણ લાખથી વધારે ના હોવી જોઈએ.
- અરજી કરનારની ઉંમર 21 વર્ષ થી 45 વર્ષ સુધીની હોવી જોઈએ.
- અરજદાર સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનો હોવો જોઈએ ઉપરાંત રબારી કે ભરવાડ જાતિનો જ હોવો જોઈએ.
- અરજદાર પાસે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ જેમ કે પાનકાર્ડ, રહેણાંકના પુરાવો, બેંક ખાતાની પાસબુક, આધાર કાર્ડ, જાતિનો દાખલો, ઉંમર નો પુરાવો વગેરે જેવા દસ્તાવેજ હોવા જોઈએ.
તો જો તમે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના રબારી કે ભરવાડ જાતિના નાગરિક છો અને ઓટોરિક્ષા કે લોડીંગ રીક્ષા ને લાગતો વ્યવસાય શરૂ કરવા ઈચ્છો છો અને પરિવારની યોજનાના બે લાખ સુધીની લોન મેળવવા ઈચ્છો છો તો તમારે તારીખ 20 નવેમ્બર 2024 પહેલા ઓનલાઇન અરજી કરી દેવી.
ખાસ નોંધ : આ યોજનામાં ઓનલાઈન અરજી કરતી પહેલા ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઈટ https://ggdconline.gujarat.gov.in પરથી આ યોજના વિશેની માહિતી મેળવી લેવી, ત્યારબાદ જ અરજી કરવી.
આશા રાખું છું કે તમને આ યોજના વિશે માહિતી પસંદ આવી હશે અને જો તમારો કોઈ મિત્ર આ યોજના માટે યોગ્ય લાયકાત ધરાવે છે અને આ યોજનાની સહાય મેળવવા રીતે છે તો તેને આ લેખ જરૂર શેર કરજો તેમજ સરકારની નવી નવી સરકારી યોજના વિશેની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.