PM Yojana

PM Awas Yojana 2024 : PM આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને મળશે 1.30 લાખ રૂપિયા આ રીતે કરો ઓન લાઇન અરજી.

PM awas yojana 2024
Written by Gujarat Info Hub

PM Awas Yojana 2024 : PM આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને મળશે 1.30 લાખ રૂપિયા આ રીતે કરો ઓન લાઇન અરજી. આપણા યશ્શ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના નાગરિકોના લાભ અને કલ્યાણ માટે સમયાંતરે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવેલ તેવી એક મહત્વની યોજના છે,PM આવાસ યોજના. જે દેશના ઘર વગરના કરોડો લોકો માટે આશીર્વાદ રૂપ બની રહી છે. આ યોજના વર્ષ 2015 થી લાગુ કરવામાં આવી છે. દેશના લાખો લોકોઅત્યાર સુધી આ યોજનાનો લાભ મેળવ્યો છે. મિત્રો આપ પણ આ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકશો અને શું છે તેની પાત્રતા તો આવો જાણીએ.

PM Awas yojana 2024 :

પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ : 

આર્થિક રીતે નબળા અને ઘર વગરના લોકોને પોતાનું ઘરનું સપનું સાકાર થાય અને તેઓને પાકું ઘર મળી રહે તે માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2015 માં શરૂ કરવામાં આવેલી છે. આ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા લોકોને તેમનું ઘર બનાવવા આર્થિક સહાય પૂરું પાડવાનો હેતુ છે. ગ્રામીણ વિસ્તારના લોકોને રૂપિયા 1.30 લાખ જ્યારે શહેરી વિસ્તારના લોકોને 2.50 લાખ રૂપિયા મકાન બાંધવા સહાય આપવામાં આવે છે. 

પીએમ આવાસ યોજના માટેની પાત્રતા

પીએમ આવાસ યોજનાના લાભો મેળવવા માટે, લાભાર્થી અરજદારોએ  સરકારની સંબંધિત વિભાગની અધિકૃત વેબસાઇટ પર જઈ ઓન લાઇન અરજી ફોર્મ ભરવું  પડશે અને ઑનલાઇન નોંધણી કરાવવી પડશે. જેઓ આ યોજનાનો લાભ મેળવવા હકદાર છે જેમનું એ યાદીમાં નામ સામેલ કરવામાં આવેલ હોય છે. 

પીએમ આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રીત : 

જો તમે PM આવાસ યોજના લાભાર્થી માટેની પાત્રતા ધરાવતા હો અને તેના લાભ માટે અરજી કરવા ઇચ્છતા હો તો તમારે ઓન લાઇન અરજી કરવા નીચે મુજબ સ્ટેપને અનુસરવા અને અરજી સબમિટ કરવી. 

1. સૌ પ્રથમ કોમ્પ્યુટરના બ્રાઉઝરમાં જઈ PM આવાસ યોજનાની વેબ સાઇટ શોધો. 

2. PM આવાસ યોજનાની  વેબસાઇટની મેનૂ બટન  પર ક્લિક કરો.   

3. મેનુ પર નેવિગેટ કરો અને નાગરિક મૂલ્યાંકન માટે વિકલ્પ પસંદ કરો.

4. ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ઓનલાઈન અરજી  માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

5. આગલા પૃષ્ઠ પર તમારા આધાર કાર્ડની વિગતો ભરો.

6. હવે તમારી વિગતો ની ચકાસણી કરો 

7. અરજી ફોર્મ પર માગવામાં આવેલી વિગતો કાળજી પૂર્વક ભરો 

8. તમારા રાજ્ય અને ઘરના સરનામાની વિગતો દાખલ  કરો.

9. નોંધણી ફોર્મ પૂર્ણ ભરાઈ ગયા  પછી, કેપ્ચા દાખલ કરો અને સબમિટ કરો.

જે તે વિભાગ તરફથી તમારી અરજી મંજૂર કરવા માટે ચકાસણી કરવામાં આવશે અને ચકાસણીના અંતે તમે pm આવાસ યોજનનો લાભ મેળવવાની પાત્રતા ધરાવતા હશો તો તમોને સરકાર તરફથી ઘર બાંધવા  નાણાકીય સહાય આપવામાં આવશે.

PM આવાસ યોજના માટે જરૂરી ડૉક્યુમેન્ટ : 

પ્રધાનમંત્રી  આવાસ યોજનાનો લાભ મેળવવા  માટે ઓનલાઈન અરજી કરવા માટે, અરજદારોને અમુક જરૂરી દસ્તાવેજોની જરૂર પડશે જે નીચે મુજબ હોય

– આધાર કાર્ડ 

– રેશન કાર્ડ 

– પાન કાર્ડ

– મતદાર આઈડી

– જાતિનું પ્રમાણપત્ર 

– મોબાઈલ નંબર 

સારાંશ : 

મિત્રો, માન. વડા પ્રધાન નરેન્દ્ર  મોદીની પ્રેરણાથી આર્થિક પછાત વર્ગના લોકોને ઘરનું ઘરનું સપનું સાકાર કરવા સરકાર તરફથી ચલાવવામાં આવતી PM આવાસ યોજના ગરીબ અને ઘર વગરના લાખો લોકો માટે આશીર્વાદ રૂપ બની છે. જો તમે પણ ઘર વગરના અને પાત્રતા ધરાવો છો તો તમે પણ PM આવાસ યોજનાનો લાભ મેળવી શકો છો. 

આ પણ વાંચો : GSEB Result 2024: ધોરણ 12 આર્ટસ અને કોમર્સ ના રિઝલ્ટ ની તારીખ જાહેર, જુઓ Gujarat HSC Board પરિણામ અહિંથી

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment