PM Kisan 14th Installment Release Date: આજે પીએમ કિસાન યોજના 14મો હપ્તો ક્યાં મહિનામાં આવશે અને PM Kisan 14 માં હપ્તાના નાણાં મળે તે પહેલા લાભાર્થી નું લિસ્ટ કેવી રીતે ચકાશવું તેની સંપૂર્ણ માહિતી અહીથી મેળવીશું.
ભારત સરકાર દ્વારા ખેડુતોને આર્થિક રીતે મદદ કરવા માટે વિવિધ કલ્યાણકારી સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેવી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, આયુષ્માન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના વગેરે. જેમાં આજે આપણે પીએમ કિસાન યોજના ના 14 માં હપ્તાનુ પેમેન્ટ ક્યારે આવશે અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ માં તમારુ નામ છે કે નહી ચેક કરો.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડુતોના ખાતમાં સરકાર દ્વારા નક્કી કરેલ રકમ જમા કરવામાં આવે છે. આ રકમ ખેડુતોને આર્થિક રીતે અને તેમનું જીવન સ્ત્તર ઉચ્ચુ લાવા માટે મદદ કરે છે. આ યોજના અંતર્ગત ખેડુત ખાતામાં દર વર્ષ ૬૦૦૦ રુપિયા ત્રણ માસિક સરખા હપ્તા ના આધાર પર ડાયરેક્ટ DBT મુજબ બેંક ખાતામાં જમાં કરવામાં આવે છે. તો હવે પીએમ કિસાન નો 14મો હપ્તો જમાં કરવામાં આવશે.
PM Kisan 14th Installment Date
યોજનાનુ નામ | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના |
આર્ટીકલ | પીએમ કિસાન યોજના 14મો હપ્તો |
હપ્તાની તારીખ | 1 થી 10 જૂન 2023 |
લાભાર્થી | પાત્રતા ધરાવતા તમામ ખેડૂતો |
હપ્તાની રકમ | 2000 રૂપિયા |
ઓફિશિયલ સાઇટ | https://pmkisan.gov.in/ |
આ વખતે હપ્તો 4000 રુપીયાનો હશે
આ વખતે ખેડુતોના ખાતામાં 4000 રૂપિયા હપ્તા ના રુપ માં મોકલાવામાં આવશે. આ એ ખેડુતો હશે જેઓ પાછળના હપ્તા નથી મળ્યા. આ ખેડુતોને પાછળનો હપ્તો ચૂકી ગયા હતા જેનુ મુખ્ય કારણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ઈકેવાયસી નથી કરાવ્યું. આ કારણ ના લીધે જે દર ૪ મહિને હપ્તો આવતો તેના પર રોક લગાવી દિધી હતી જેથી ખેડુતો પોતાનુ ઈકેવાયસી કરાવે અને ૧૪ માં હપ્તા સાથે સાથે પોતાનો પાછળના હપ્તાનું પેમેન્ટ પણ મેળવી શકે.
પીએમ કિસાન યોજના 14મો હપ્તો ક્યારે જમા થશે ?
જે ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના ના 14 માં હપ્તાની રાહ જોઈને બેઠા છે તેમના માટે સારા સમાચાર છે પીએમ કિસાન યોજના નું 14 મો હપ્તો જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે તો અમે આશા રાખીએ છીએ કે આગામી હપ્તાનું ચુકવણી પહેલા અહી આપેલ માહિતી એક વાર જોઈ લો.
પીએમ કિસાન યોજના આપવાના નાણા જમા થતા પહેલા જે ખેડૂત મિત્રો પોતાનો કેવાયસી નથી કરાવેલું તેઑ જલ્દીથી પોતાનું ઈ-કેવાયસી કરાઈ લે કેમકે સરકાર દ્વારા આ વખતે જે ખેડૂત મિત્રોએ પોતાનો છેલ્લો હપ્તો ગુમાવેલ છે તેમને બે હપ્તાનું પેમેન્ટ એક સાથે મળશે પરંતુ જો આ વખતે પણ ખેડૂત લાભાર્થી પોતાનું કેવાયસી નહીં કરાવેલ હોય તો પીએમ કિસાન યોજના 14મો હપ્તો અને 13 માં હપતાનું બાકી પેમેન્ટ ગુમાવી શકે છે.
અમે અહીં PM કિસાન યોજના 14માં હપ્તાના લાભાર્થીઓની પોતાની સ્થિતિ ચકાસવા અને લાભાર્થીનું લિસ્ટ ચકાસવાની માહિતી તમારી સાથે પ્રદાન કરીશું જેના માધ્યમથી તમારો સુનિશ્ચિત કરવાનું રહેશે કે તમારું નામ પીએમ કિસાન યોજના ના લિસ્ટમાં છે કે નહી.
PM Kisan યોજના 14મો હપ્તાના લાભાર્થીઓને સ્થિતિ કેવી રીતે ચકાસી ?
PM Kisan 14th Installment Status: જે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના 14માં હપ્તાના નાણા મેળવવા માગે છે તેઓએ 14મો હપ્તો છૂટે તે પહેલા PM કિસાન યોજનાનું લાભાર્થીનું સ્ટેટ્સ અને લાભાર્થી નું લિસ્ટ ચકાસી લેવું જરૂરી છે તો અહીં આપણે લાભાર્થી પોતાનું સ્ટેટસ કેવી રીતે ચકાશી શકે તેની માહિતી મેળવીશું.
- સૌ પ્રથમ પીએમ કિસાન યોજના ની સત્તાવાર સાઇટ પર જાઑ.
- ત્યારબાદ હોમપેર ડાબી સાઈડ “Former Corner” પર જઓ.
- ત્યાં તમને ત્યાં “Beneficiary Status” નામનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો
- . હવે તમારો એકાઉન્ટ નંબર આધાર નંબર કે મોબાઈલ નંબરમાંથી કોઈપણ એક નંબર દાખલ કરો
- ત્યારબાદ “GET DATA” બટન પર ક્લિક કરો
હવે તમને તમારું PM Kisan યોજના 14મો હપ્તાના લાભાર્થીઓને સ્થિતિ જોવા મળશે જો સ્ટેટસમાં એ કેવાયસી બાકી હોય તો જલ્દીથી નજીકના CSC સેન્ટર પર જઈ તમારું એ કેવાયસી ને પૂર્ણ કરો અને પીએમ કિસાન યોજના 14મો હપ્તો મેળવો.
પીએમ કિસાન યોજનાનું લાભાર્થીનું લિસ્ટ કેવી રીતે તપાસવું ?
PM Kisan 14th Installment List: પીએમ કિસાન યોજના 14મો હપ્તો મેળવાનો છે કે નહીં તે તમે અગાઉથી જાણી શકશો કેમ કે જો તમારું નામ લાભાર્થીના લિસ્ટ માં હશે તો તમે હપ્તો મળવા પાત્ર થશે જેના માટે નીચે આપેલ સ્ટેપ ને ફોલોવ કરો.
- સૌ પ્રથમ PM Kisan Yojana ની સત્તાવાર સાઇટ પર જાઓ.
- ત્યારબાદ હોમપેજ પર “Former Corner” પર જાઓ.
- હવે તમારે ત્યાં “Beneficiary List” ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.
- હવે તમારી સામે નીચે મુજબનું પેજ ખુલશે.
- હવે તમારે તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો અને તમારું ગામ પસંદ કરવાનું રહેશે.
- છેલ્લે તમે બધી માહતી પસંદ કર્યા બાદ “Get Report” બટન પર ક્લિક કરો.
તમારી સામે પીએમ કિસાન યોજના 14મો હપ્તો નું લાભાર્થીનું લિસ્ટ ખુલશે જેમાં તમારે તમારું નામ સર્ચ કરવાનું રહેશે, જો નામ હોય તો તમને હપ્તો મળશે અને ના હોય તો તમારું સ્ટેટ્સ ચકાશી તમે જો ઈ કેવાયસી ના કરાવેલ હોય તો નીચે આપેલ લિન્ક ની મદદથી કેવાયસી કરાવી લો અને આવતા હપ્તા નો લાભ મેળવો.
આ જુઓ :- પીએમ કિસાન યોજનાના 14 માં હપ્તાના પૈસા મેળવવા કેવાયસી કરો
મિત્રો, અહી અમે પીએમ કિસાન યોજના 14મો હપ્તો ની માહિતી આપી જો આવી સરકારી યોજનાઓની માહિતી મેળવવા માંગતા હોવ તો અમારા વોટસઅપ ગ્રૂપ માં જોડાઈ શકો છો અને અમારી વેબસાઈટ ની તમામ અપડેટ સૌથી પહેલા મેળવી શકો છો.
FAQ’s
પીએમ કિસાન યોજના 14મો હપ્તો ક્યારે આવશે ?
પીએમ કિસાન યોજના 14મો હપ્તો જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં આવી શકે છે.
PM Kisan યોજના ની સત્તાવાર સાઇટ કઈ છે ?
પીએમ કિસાન યોજના માટેની સાઇટ https://pmkisan.gov.in/ છે.