PM Yojana PM-Kisan-Yojana

PM Kisan Yojana : ખેડૂતભાઈઓ PM કિસાન યોજનાનો 17 મો હપ્તો મેળવવો હોયતો આ કામ ફટાફટ પૂરું કરી લેજો

Pm Kisan Sanman nidhi yojana 17 th Instolment
Written by Gujarat Info Hub

PM kisan Yojana : ખેડૂતભાઈઓ PM કિસાન યોજનાનો 17 મો હપ્તો મેળવવો હોયતો આ કામ ફટાફટ પૂરું કરી લેજો.

મિત્રો PM કિસાન સન્માન નિધી યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મહત્વની યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6000 ની સહાય આપી તેમની આર્થિક સ્થિતિ સુધારી ખેડૂતોને શશ્ક્ત કરવા માટે માહત્વની ખેડૂત લક્ષી યોજના છે. અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં 16 હપ્તાની રકમ આ યોજના અંતર્ગત ચૂકવવામાં આવી છે.

PM કિસાન યોજના માં દર 4 માસે રૂપિયા 2000 ખેડૂતોના ખાતામાં ડાયરેકટ DBT પધ્ધતિથી ચૂકવાવામાં આવે છે. અત્યાર સુધી ખેડૂતોને PM કિસાન યોજનાના 16 હપ્તા ચૂકવાવામાં આવ્યા છે. ખેડૂતોને 16 માં હપ્તાની ચુકવણી ફેબ્રુઆરી 2024 ની 28 તારીખે ચૂકવવામાં આવ્યો હતો ઘણા ખેડૂતો દ્વારા 17 માં હપ્તાને લઈને તે ક્યારે ચૂકવવામાં આવશે તેવા પ્રશ્નો છે. તો ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે સરકાર દ્વારા જૂન માસના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં હપ્તાની ચુકવણી થઈ શકે છે.

e-KYC શું છે

પરંતુ ખેડૂત મિત્રોએ તેમના 17 મા હપ્તાની રકમ મેળવવી હશે તો તેમણે e-KYC કરાવવું પડશે. જે ખેડૂતમિત્રોએ હજી સુધી e -KYC થી કરાવ્યુ હોય તેવા ખેડૂત મિત્રોને તેમના 17 માં હપ્તાની રકમ મળશે નહી. માટે ખેડૂત મિત્રોએ નિયમિત રીતે તેમના PM કિસાન યોજનાના હપ્તાની રકમ મેળવતા રહેવા માટે વહેલાસર e -KYC પૂર્ણ કરવાનું રહેશે. e-KYC એટલે PM કિસાન પોર્ટલ પર પોતાની જમીન આધાર અને બેંકની વિગતો મોબાઈલ નંબર સાથે સાથે લિન્ક કરવી.

ખેડૂત મિત્રોએ તેમના PM કિસાન યોજના અંતર્ગત મળતા હપ્તા મળતા રહે તે માટે નજીકના CSC સેન્ટર પર જઈ PM કિસાન પોર્ટલ પર જઈને તેમણે e-KYC કરાવી દેવું જોઈએ. PM કિસાન યોજનાનો 17 મો હપ્તો જરુરીયાત મંદ અને જે લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા નથી તેવા ખેડૂતભાઇઓની સહાય માટેની યોજના છે. તેથી જે ખેડૂતો તેના માપદંડો માં ખરા ઉતરતા નથી તેમણે પણ આ યોજનાનો લાભ લેવો જોઈએ નહી.

e-KYC કેવી રીતે કરવું :

ખેડૂત મિત્રોએ સૌ પ્રથમ pm કિસાન યોજના માટે e -KYC કરવા માટે PM Kisan પોર્ટલની સત્તાવાર વેબ સાઇટ પર જવાનું રહેશે. ત્યારબાદ તેમણે e-KYC ટેબ શોધીને તેના પર ક્લિક કરવાનું રહેશે. હવે આધાર અને કેપ્ચા કોડ નાખીને OTP મેળવવાનો રહેશે.ખેડૂત મિત્રોએ તેમનો આધાર સાથે રજીસ્ટ્રેશન કરેલ ચાલુ હોય તેવા મોબાઈલ માં OTP મેળવી વિગતો દાખલ કરી તેમની જમીનની વિગતો અને બેક સાથે આધાર લિન્ક વગેરે વિગતો પૂર્ણ કરી તેમનું ઈ કેવાયસી પૂર્ણ કરવાનું રહેશે.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment