કોલ લેટર ડાઉનલોડ

GSSSB Call Letter : ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ 5554 જગ્યાઓ માટે ઉમેદવારો આ તારીખથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે

CCE Exam Call Letter 2024
Written by Gujarat Info Hub

GSSSB call Letter New Update : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCE એકઝામ માટેના કોલ લેટર માટે OJAS પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. CCE ની ચાલી રહેલ પરીક્ષા વહીવટી કારણોસર અમુક સમય મર્યાદા માટે બંધ રાખવામાં આવીતે પરીક્ષા ફરીથી શરૂ કરવામાં આવી રહી છે. અને આ પરીક્ષા માટેના કોલ લેટર આજથી એટલેકે તારીખ 5/06/2024 સાંજના 6.00 કલાકથી ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે. તેમજ કોલ લેટર પરીક્ષાની તારીખ સુધી ચાલુ રહેશે. ઉમેદવારો OJAS પોર્ટલ પરથી તેમના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.

GSSSB Call Letter Download  I ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 212 /202324  ની વિવિધ 5554 જગ્યાઓ માટે ઉમેદવારો 27/03/2024 થી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.

જો તમે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 212 ની  (ગ્રુપ : A તથા ગ્રુપ: B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉમેદવારી નોધાવી છે. અને તેની પ્રિલિમનરી  પરીક્ષાની રાહ જોઈ રહ્યા હોતો આપના માટે સારા સમાચાર છે. (Gujarat Subordinate Services Class ꠰꠰꠰ ) (Group A –and Grup B) (Combined Competitive Examination ) માટેની પરીક્ષાનો કાર્યક્રમ આ અગાઉ પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. હવે આ ઉમેદવારો માટે કોલ લેટર જાહેર ડાઉનલોડ કરવાની સૂચના મંડળ તરફથી આપવામાં આવી છે.

કોલ લેટર ડાઉનલોડ કરવાનો સમયગાળો :  

ઉમેદવારો તારીખ: 27/03/2024 સમય બપોરે 14.00 કલાક થી 31/03/2024 ના રાત્રીના 23.59 કલાક સુધી પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. તારીખ : 31/03/2024 રાત્રીના 23.59 પછી કોલ લેટર ડાઉનલોડ કરવાની લિંક આપોઆપ બંધ થઈ જશે તેથી પરીક્ષામાં ઉપસ્થિત રહેવા ઇચ્છતા ઉમેદવારોએ સમયસર કોલ લેટર ડાઉનલોડ કરી લેવા સૂચના આપવામાં આવી છે.   

GSSSB Call Letter Download

ઉમેદવારોએ GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત નં 212/202324 ની વિવિધ વિભાગો ની 5554 જગ્યાઓ માટેની પ્રાથમિક પરીક્ષા CBRT (Computer Based Response Test )  માટેના કોલ લેટર અને તે સાથેની સૂચનાઓ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. કોલ લેટરની પ્રિન્ટ  વગર ઉમેદવારોને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવશે નહી.

GSSSB Call Letter Download કરવાની રીત :

કોલ લેટર ડાઉનલોડ કરવા માટે ઉમેદવારો એ સૌ પ્રથમ તેમના કોમ્પ્યુટર અથવા મોબાઈલના બ્રાઉઝરમાં https ://ojas.gujarat.gov.in લખી સર્ચ કરી  ojas ની  વેબ સાઇટ ઓપન કરવાની છે. ત્યારબાદ call Letter/preference પર ક્લિક કરવાથી primary Call Letter પર ક્લિક કરવાથી select jobનું ઓબ્સન ખુલશે તેના પર ક્લિક કરવાથી આપ જે પરીક્ષા માટેનો કોલ લેટર ડાઉનલોડ કરવા માગતા હો તે જોબ સિલેક્ટ કરો. ત્યારબાદ માંગવામાં આવેલ confirmation number અને Date of Birth નાખી Print Call Letter પર ક્લિક કરવાથી નવા વિન્ડો માં કોલ લેટર ખુલશે. જો કોલ લેટર નવી વિન્ડોમાં ના ખુલેતો pop Up બ્લોક કરવું જરૂરી છે. હવે તમે ખુલેલા call Letter ને ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવી લેશો. ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ કોલ લેટર CBRT (Computer Based Response Test ) માટે ખૂબ જરૂરી હોઈ કાળજી પૂર્વક સૂચનાઓ વાંચી જવી, અને આપેલ સૂચનાઓનું પાલન કરવું.  

આપને કોલ લેટર ડાઉનલોડ કરવા સબંધી  કોઈ પણ પ્રશ્ન હોયતો આપ ગૌણ સેવા પસંદગી મંડળના હેલ્પ લાઇન નંબર પર કચેરી સમય દરમ્યાન ફોન કરી શકશો.

 અગત્યની લિંક્સ :

કોલ લેટર ડાઉનલોડ કરવા માટેઅહીક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીક્લિક કરો
હેલ્પ લાઈન નંબર079-23258916
આ પણ વાંચો : GSSSB New Bharti: ગુજરાત ઉધોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળના પ્રિંટિગ પ્રેસોની કચેરીઓમાં કુલ 80 જગ્યાઓ માટે જાહેરાત, અહિથી અરજી કરો

About the author

Gujarat Info Hub

Leave a Comment