PM Kisan Yojana: 2019માં લોકસભા ચૂંટણી પહેલા જ્યારે નાણામંત્રી પીયૂષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું ત્યારે ખેડૂતોના હિતમાં એક મહત્વની યોજના પણ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનું નામ પીએમ કિસાન સન્માન નિધિ હતું. આ યોજના હેઠળ, ખેડૂતોને દર વર્ષે 3 સમાન હપ્તામાં કુલ 6000 રૂપિયા આપવામાં આવે છે. 10 કરોડથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. હવે 5 વર્ષ બાદ ફરી એકવાર આ સ્કીમમાં હપ્તાઓમાં વધારો થવાના સંકેત મળી રહ્યા છે.
PM Kisan Yojana: શું ખેડુતોના હપ્તા વધશે?
એવું માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર લોકસભા ચૂંટણી 2024 પહેલા રજૂ કરવામાં આવનાર વચગાળાના બજેટમાં હપ્તા વધારી શકે છે. તમને જણાવી દઈએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1લી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. લોકસભાની ચૂંટણી યોજાવાની હોવાથી આ બજેટ સામાન્ય નહીં પરંતુ વચગાળાનું હશે. ઘણીવાર જોવા મળ્યું છે કે વચગાળાના બજેટમાં ચૂંટણીની ઝલક હોય છે. તેના દ્વારા મોટા વર્ગ અથવા લાભાર્થીઓને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, શક્ય છે કે સરકાર પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થીઓને ખુશ કરવા માટે હપ્તો વધારી શકે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આ હપ્તો વધારીને 8 હજાર રૂપિયા અથવા 10 હજાર રૂપિયા કરી શકાય છે.
સદનમાં અસ્વીકાર કર્યો
તાજેતરમાં, કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, હાલમાં પીએમ-કિસાનની રકમ 6,000 રૂપિયાથી વધુ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી. અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે 15 હપ્તામાં રૂ. 2.81 લાખ કરોડથી વધુની ચૂકવણી કરી છે, જેનાથી 11 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થયો છે.
સામાન્ય બજેટની વિગતો
1 ફેબ્રુઆરીએ નિર્મલા સીતારમણે ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે અંદાજે રૂ. 1.25 લાખ કરોડ ફાળવ્યા હતા. જેમાં મોદી સરકારની મહત્વકાંક્ષી – પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-કિસાન) યોજના માટે 60 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી.
દેશમાં લગભગ 86 ટકા નાના ખેડૂતો છે, જેમને કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) દ્વારા ઘણો ફાયદો થયો છે. તેના લાભાર્થીઓને 23 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગને ધ્યાનમાં રાખીને કૃષિ લોનનો લક્ષ્યાંક વધારીને રૂ. 20 લાખ કરોડ કરવામાં આવ્યો હતો. મોદી સરકાર દ્વારા ડિજિટલ એગ્રીકલ્ચર મિશન શરૂ કરવામાં આવ્યું છે. તેને પ્રોત્સાહન આપવા માટે 450 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી.
લાભ કોને નથી મળતો?
જે લોકો રજીસ્ટર્ડ છે અને ડોકટરો, એન્જીનીયરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને આર્કિટેક્ટ જેવી વ્યાવસાયિક સંસ્થાઓ સાથે પ્રેક્ટિસ કરે છે તેઓ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના દાયરામાં આવતા નથી. આ ઉપરાંત આવકવેરા રિટર્ન ફાઈલ કરનારા ખેડૂતોને યોજના હેઠળના હપ્તા પણ આપવામાં આવતા નથી.