PM Yojana સરકારી યોજનાઓ

PM Surya Ghar Yojana 2024 : પીએમ સૂર્યઘર યોજનાની જાહેરાત દરેક ઘરને મળશે 300 યુનિટ ફ્રી વીજળી

PM Surya Ghar Yojana 2024
Written by Gujarat Info Hub

PM Surya Ghar Yojana 2024 I પીએમ સૂર્યઘર યોજના 2024 : પ્રધાન મંત્રી આદરણીય નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં સમયાંતરે લોક સુખાકારી માટે અનેક યોજનાઓ લોન્ચ કરવામાં આવી છે. આજ રોજ પણ પ્રધાનમંત્રી દ્વારા એક નવી સૂર્ય ઘર નામની  યોજના લોન્ચ કરવામાં આવી છે. તેનો લાભ ભારતના કરોડો લોકોને થવાનો છે. પીએમ સૂર્યોદય યોજના થકી કરોડો ઘરોને 300 યુનિટ ફ્રી વીજળી મળશે.

આજે પ્રધાનમંત્રીએ જે યોજનાની જાહેરાત કરી છે. તેનું નામ છે. PM Surya Ghar Yojana  સરકારની આ પીએમ સૂર્ય ઘર યોજનાથી દેશમાં સોલર એનર્જી ક્ષેત્રમાં ખૂબ મોટી ક્રાંતિ થશે. અને દેશના કરોડો લોકોને ફ્રી માં વીજળીની સુવિધા મળશે.

આજ રોજ મંગળવાર તારીખ : 13 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રીએ આ યોજના લોન્ચ કરીને  ટ્વીટ કરીને દેશવાસીઓને આ યોજનાની  માહિતી આપી હતી.

પ્રધાનમંત્રીએ કરી PM Surya Ghar Yojanaની જાહેરાત :

આજે ટ્વીટના માધ્યમથી સૂર્ય ઘર યોજનાની જાહેરાત કરતાં પ્રધાન મંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું કે સતત વિકાસ અને લોકોના ભલા માટે અમે પીએમ સૂર્ય ઘર યોજનાની શરૂઆત કરી રહ્યા છીએ.  તેનાથી ભારતના દરેક નાગરિકને 300 યુનિટ ફ્રી વીજળી મળશે. તેમણે એમ પણ કહ્યું કે 75000 કરોડ રૂપિયાની આ યોજનાનો હેતુ દેશના કરોડો ઘરોમાં વીજળીની રોશની પહોચાડવાનો છે.  

રૂપિયા 75000 કરોડની યોજના :

વર્ષ 2024 ના કેન્દ્રિય બજેટમાં પીએમ સૂર્ય ઘર યોજના માટે રૂપિયા 75000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એના દ્વારા દેશના એક કરોડ ઘરોમાં સોલાર એનર્જી થકી પ્રત્યેક ઘરમાં 300 યુનિટ ફ્રી વીજળી આપવાનો ટાર્ગેટ  રાખવામા આવ્યો છે. તેમણે કહ્યું હતું કે સૂર્ય ઉર્જા અને અને સતત વિકાસ માટે દેશના તમામ એક કરોડ ઘરો માટે ખાસ કરીને યુવાનોને આ યોજનાના લાભ લેવા  માટે સત્તાવાર વેબ સાઈટ દ્વારા અરજી કરીને  યોજનાને મજબૂત કરવા માટે  આહ્વાન કર્યું છે.

આ યોજનાનો લાભ મેળવવા અરજી કરવાની રીત :

પીએમ એમ સૂર્ય ઘર યોજનાનો લાભ કેવી રીતે મેળવવો તે અંગે આપને જણાવીએ કે સૌ પ્રથમ પીએમ સૂર્યઘર યોજનાની અધિકૃત વેબ સાઈટ પર જઈ સૌ પ્રથમ તમારે અરજી કરવી પડશે. આ માટે તમારે સૌ પ્રથમ લોગીન કરવું પડશે. તે માટે તમારી પાસે મોબાઈલ નંબર,ઈમેઈલ,વીજળી બીલનો ગ્રાહક નંબર ત્યારબાદ આગળની કાર્યવાહીમાં તમારા વિસ્તારના અધિકૃત વિક્રેતાઓની યાદીમાં થી વિક્રેતા પસંદ કરવાનો રહેશે ત્યારબાદ તમારી અરજી મંજૂર થવા માટે DICOM પાસે જશે. તમારી અરજી મંજૂર થતાં જ  તમને સોલાર સીસ્ટમની સુવિધા મફતમાં આપવામાં આવશે. તમે વધુ માહિતી માટે પીએમ એમ સૂર્ય ઘર યોજનાની  સત્તાવાર વેબ સાઈટ પર જઈ માહિતી મેળવશો.    

આ જુઓ:- Fennel Seeds Rate Today: વરીયાળીના ભાવ આસમાનને આંબ્યા, જાણો ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડમાં વરીયાળીના આજના ભાવ

About the author

Gujarat Info Hub

Leave a Comment