Loan સરકારી યોજનાઓ

PM Vishwakarma Yojana: પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ રૂ.15 હજારની સાધન સહાય અને સરકાર તરફથી ગેરંટી વગર મળશે 3 લાખની લોન

PM Vishwakarma Yojana
Written by Gujarat Info Hub

PM Vishwakarma Yojana: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે વિશ્વક્રમા જયંતિના પાવન અવસરે PM વિશ્વકર્મા યોજના લોન્ચ કરી છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વિશ્વકર્મા સમુદાયના અસંગઠિત વર્ગ સમૂહ અને પોતાના હાથથી ઓજારો વડે વ્યવસાય કરે છે. તે  કારીગર વર્ગ જેવાકે સુથાર,લુહાર,દરજી ,મોચી, વણકર,ધોબી,શિલ્પકારો,કુંભાર વગેરે જેવા તમામ વર્ગોને પોતાનો પરંપરાગત વ્યવસાય શરૂ કરવા લાભાર્થીને  તાલીમ  અને તાલીમ બાદ સાધન સહાય અને બે તબક્કામાં લોન આપી આર્થિક સહાય પુરી પાડી આ સમુદાયના લોકોની સુખાકારી વધારનાર યોજના છે. જો તમે કારીગર વર્ગ સમુદાયના છો અને પોતાનો પરંપરાગત વ્યવસાય શરૂ કરવા ઇચ્છો છો તો તમને આ યોજના નો લાભ મળી શકે છે.

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભ :

  • લાભાર્થીને પ્રમાણપત્ર અને ઓળખ પત્ર આપવામાં આવશે તેના દ્વારા યોજનાના લાભ
  • પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે તાલીમ અને તાલીમ દરમ્યાન દરરોજ રૂ 500 નું સ્ટાઇપેન્ડ
  • તાલીમ બાદ પોતાના ધંધા માટેનાં ઓજારો ખરીદવા રૂ 15000 ની આર્થિક સહાય
  • પ્રથમ હપ્તામાં રૂ 100000 અને બીજા હપ્તામાં રૂ 200000 એમ કુલ રૂ 300000 ની લોન સહાય
  • ડિજીટલ 100  લેવડ દેવડ માટે મહિના નાં રૂ 1 લેખે પ્રોત્સાહન
  • વિશ્વકર્મા સમુદાયના લાભાર્થીએ ઉત્પાદિત કરેલ માલના વેચાણ માટે પ્રોત્સાહન જેવા કે વ્યાપાર મેળા,જાહેરાતો,ઈ કોમર્સ લીંક,ગુણવત્તા પ્રમાણપત્ર,બ્રાન્ડ અને પ્રચાર દ્વારા વેપારને ઉત્તેજન.

PM Vishwakarma Yojana ના લાભાર્થી પાત્રતા :

  • લાભાર્થી ભારતના નાગરિક હોવા જોઈએ
  • લાભાર્થી PM વિશ્વકર્મા યોજનામાં સામેલ કારીગર વર્ગ સમૂહ માં તેમની જાતિનો સમાવેશ થતો હોવો જોઈએ (લાભાર્થી કારીગર વર્ગ સમૂહમાં આવતા હોવા જોઈએ )
  • તમારી ઉમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
  • PM વિશ્વ કર્મા યોજનાનો લાભ પરિવારના ફક્ત એક સભ્યને જ મળશે.
  • લાભાર્થી જરૂરી હોય તેવાં ડૉક્યુમેન્ટ ધરાવતા હોવા જોઈએ.
  • લાભાર્થી સરકારી નોકરી કરતા ના હોવા જોઈએ.
  • લાભાર્થીએ છેલ્લા પાંચ વર્ષમાં PMEGP,PMSVNIDHI, તેમજ મુદ્રા યોજના અંતર્ગત કોઈ યોજનનાનો લાભ લીધેલ હોવો જોઈએ નહી.

PM વિશ્વકર્મા યોજના લાભાર્થી માટેનાં ડોક્યુમેંટ્સ

  • લાભાર્થી જે કારીગર વર્ગ સમૂહના છે તે બાબતનું પ્રમાણપત્ર
  • આધારકાર્ડ
  • પાન કાર્ડ
  • બેન્ક પાસબુક
  • અભ્યાસ અંગેનું પ્રમાણ પત્ર
  • કાયમી ચાલુ હોય તેવો મોબાઈલ નંબર  વગેરે

પીએમ વિશ્વકર્મા યોજના માટે અરજી કેવી  રીતે કરવી.

સૌ પ્રથમ PM વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબ સાઈટ પર જઈ જરૂરી વિગતો  ધ્યાન પૂર્વક વાંચી જવી ત્યારબાદ મોબાઈલ નંબર થી આધાર વેરીફીકેશન કરવું. પછી કારીગર રજીસ્ટ્રેશન ફોર્મ ભરવું. ત્યારબાદ લાભાર્થીએ PM વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ઓળખપત્ર ડાઉનલોડ કરવું. ત્યારબાદ PM વિશ્વકર્મા યોજનાના વિવિધ લાભ માટે ઓનલાઈન ફોર્મ ભરવું.

આ જુઓ:- PM કિસાન અંગે કૃષિ મંત્રીનો સંદેશ, તમામ ખેડૂતોએ આ 4 કામ તાત્કાલિક કરવા જોઈએ, નહીં તો આ વખતે પણ હપ્તાના પૈસા અટકી જશે.

લાભાર્થી ગ્રામ પંચાયત વીસી અથવા કોમન સર્વિસ સેન્ટર જઈને અથવા પોતે જાતે જ અરજી કરી શકે છે. અરજી કરવા માટે લીંક નીચે સેર કરેલ છે.

PM વિશ્વકર્મા યોજનાની સત્તાવાર સાઈટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
ગુગલ ન્યુઝ પર અમને ફોલો કરોઅહીં ક્લિક કરો
Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment