સરકારી યોજનાઓ

PMAY List 2023: પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ 2023, લાભાર્થીઓની યાદી, જરૂરી ડોક્યુમેન્ટ ની સંપૂર્ણ માહિતી

PMAY-List-2023-Gujarat
Written by Gujarat Info Hub

PMAY List 2023 Gujarat: મિત્રો, વર્ષ 2023 ના કેન્દ્રીય બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ શહેરી માટે સરકાર દ્વારા નવા આવાસ માટે બજેટ ફાળવવામાં આવેલ છે. પીએમ આવાસ યોજના બે ભાગોમાં ચાલે છે જેમાં શહેરી લોકો અને ગ્રામીણ લોકો (pmay rural) નો સમાવેશ થાય છે. આ યોજના નું બીજુ નામ ઈન્દિરા આવાસ યોજના (IAY) છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત જે લોકો પાસે રહેવા માટે છત નથી તેમને પાકું ઘર બનાવી આપવા PMAY અંતર્ગત સબસીડી આપવામાં આવે છે.

PM awas yojana અંતર્ગત વર્ષ ૨૦૨૨ સુધીમાં “બધા માટે આવાસ” બનાવી લક્ષ્યાંક પૂરો કરવાનો હતો પરંતુ હવે તે વર્ષ ૨૦૨૪ સુધી લંબાવવાંમાં આવેલ છે. આ યોજનાના લાભાર્થીઓને  ૨૫ મીટર પાકું ઘર બનાવવામાં મદદ કરવાનો છે. આજે આપણેપ્રધાનમંત્રી આવાસ યોજના ની યાદી 2022-23, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને PMAY Application Form ની સંપૂર્ણ વિગત અહીંથી જોઈશું.

Pradhan Mantri Awas Yojana Gujarat

PMAY ગ્રામીણ અંતર્ગત સરકારનો તમામ ઝૂપડ પટી વિસ્તાર તથા જે લોકો ઘર વિહોણા છે તમને માટે નવા ઘર બનાવી આપી લક્ષયાંક વર્ષ 2022 સુધીમાં પૂરો કરવાનો હતો પરંતુ તેની વર્ષ 2024 સુધી લુબાવવામાં આવેલ છે. પીએમ આવાસ ગ્રામીણ લાભાર્થીને 1.20 લાખ થી લઈને 1.30 લાખ સુધીની સહાય ઘર બનવવા માટે મળે છે. આ યોજના સમગ્ર ભારત માં લાગુ છે ખાલી દિલ્લી અને ચાંદીગઠ શહેર ને બાદ કરતા. આ યોજના અંતર્ગત 2 કરોડ લોકોને પાકા મકાન બનાવવાનો લક્ષયાંક છે. pm avas yojana નો સૌથી વધું લાભ લેતા રાજ્યો માં ઝારાખંડ, છતુસગાંઠ ઝારખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને પશ્વિમ બંગાળ રાજયાનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના 2023 મહત્વના મુદ્દા

  • આ યોજનાનો લાભાર્થી એક કુટુંબ જેમાં પતિ, પત્ની, અને બાળકો નો સમાવેશ થાય છે.
  • પોતાની માલિકીની જમીન માં આવાસ બનાવવા માટે હેતુસર સહાય.
  • લાભાર્થીને પોતાનું બેક ખાતું અને આધારકાર્ડ હોવું જરૂરી છે
  • લાભાર્થીની આવાસ ના નિર્માણ ની ચકાસણી સ્થાનિક GDCR મુજબ થશે.
  • જો પરીવારમાં કોઈ બિજી પુખ્ત વયની વ્યક્તિ કમાતી હશે, તો તે અલગ કુટુંબ ગણાશે.
  • તમે જે બેંક ખાતામાં લોન મેળવવાં માગો છો, તે તમારા અધારકાર્ડ સાથે લીંક હોવું જરુરી છે.
  • લાભાર્થીની આવક મુજબ અલગ અલગ સબંસીડી મળશે જેની માહિતી નીચે આપેલ છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના સબસીડી


PMAY subsidy latest news 2023: પ્રધાનમંત્રી આવાસ યોજના સબસીડી ને ત્રણ અલગ અલગ ભાગો માં વિભાજીત છે જે દરેક લાભાર્થીની આવક મુજબ તેને કેટલી સબસીડી મળવા પાત્ર થાય તે દર્શાવે છે.

ઓછી આવક જૂથ

  • જે લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક 3 થી 6 લાખ સુધીની છે તેમનો સમાવેશ આ ગ્રુપ માં થાય છે.
  • ઘરની માલિકી કુટુંબના સભ્યના નામે હોવી જરૂરી છે.
  • કુટુંબની વ્યાખ્યા માં પતિ, પત્ની સિવાય અપરણિત પુત્ર અને પુત્રી નો સમાવેશ થાય છે.
  • ઉપર પત્રતા મુજબના લાભાર્થી ને 6.5 ટકા દરે PMAY સબસીડી મળવા પાત્ર થશે.

MIG-I (મધ્યમ આવકની પ્રથમ શ્રેણી)

  • Mig 1 શ્રેણીમાં એવા લાભાર્થીઓનો સમાવેશ થાય છે જેમની વાર્ષિક આવક 6 લાખ થી 12 લાખ સુધીની છે.
  • આ શ્રેણી માં ઘરની માલિકી સ્ત્રી પાસે હોવી જઈએ.
  • કુટુંબમાં ઉપર શ્રેણી મુજબ પતિ પત્ની અને અપરણિત પુત્ર, પુત્રી નો સમાવેશ થશે.
  • મિગ 1 માટે લાભાર્થીને 4 ટકા ના દરે PMAY સબસીડી મળવા પાત્ર થશે.

MIG-II શ્રેણી (મધ્યમ આવકની બીજી શ્રેણી)

  • Mig 2 શ્રેણીમાં આવતા લાભાર્થીઓની વાર્ષિક આવક 12 થી 18 લાખ સુધીની હોય જોઈએ.
  • આમાં પણ કુટુંબની સ્ત્રી ના નામે ઘરની માલિકી હોવી જોઈએ.
  • મીગ 2 હેઠળ લાભાર્થીને 3 ટકા ના દરે સબસીડી મળવાપાત્ર થશે.

આ પણ વાંચો:- સ્વનિધિ યોજના અંતર્ગત 50 હજાર સુધિની લોન મેળવો ઘરે બેઠા

PMAY Mobile Application

પીએમ આવાસ યોજના નું સંચાલન ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવે છ. જેનું પોર્ટલ પણ બનાવેલ છે જેમાં તમે લોગીન થઈ બધી માહિતી મેળવી શકો છો. પરંતુ બધા લોકો પાસે કોમ્પ્યુટર નથી હોતું તે માટે PMAY ના માત્રાલયે મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે. જેને તમે ડાઉનલોડ કરી તમે તમારા મોબાઈલ નંબર થી લોગીન કરી શકશો.

PMAY Mis Login
  • PM Awas app માં લોગીન કર્યા બાદ તમે લોકેશન આધારિત તમારા ઘરના બાંધકામ સમયે ફોટા પાડી અપલોડ કરી શકશો.
  • આ એપ્લિકેશન ની મદદથી તમને મળેલા હપ્તાની વિગત પણ ચકાશી શકો છો

પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી મકાન

Pradhan Mantri Awas Yojana Urban હેઠળ શહેરી વિસ્તારમાં કુલ ૪ લાખ પાકા મકાનો વર્ષ ૨૦૨૩ માં નિર્માણ પામવાના છે જેમાં કુલ ૮૦૦ જેટલી દરખાસ્તો મંજુર પણ કરી દેવામાં આવેલ છે. જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો આ યોજના અંતર્ગત ગુજરાતની ૪ મહાનગર પાલિકાઓમાં કુલ ૧૦ હજારથી વધુ આવાસ બનાવવાંં આવશે.

પીએમ આવાસ યોજના અમદાવાદ

PMAY List 2023 : અમદાવાદ શહેર માં આ યોજના અંતર્ગત કુલ ૨૪૭૮ નવા આવાસ બનાવાવાંમાં આવશે. જે કામ મંજુર થઈ ગયેલ છે જેમાં ચિલોડા-નરોડા ખાતે ૧૦૧૭ આવાસ, સૌજપુર ખાતે ૫૧૦ આવાસ, બી મકરબા ખાતે ૯૫૨ આવાસ બનાવવામાં આવશે. આમ કુલ ૨૪૭૮ આવાસોનો કુલ ૧૪૪..૯૦ કરોડના ખર્ચે બનશે. મુખ્ય પ્રોબ્લમ ત્યાં થાય છે કે હજું સુધી જુના આવાસો કાં તો ભાડે આપેલ છે અથવા ખાલી પડેલ છે જે મુદો હજું પણ ચર્ચામાં છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ સુરત

PMAY List 2023 : પીએમ આવાસ યોજના અંતર્ગત સુરત શહેર માં વર્ષ ૨૦૨૨-૨૩ ના બજેટમાં કેલ ૧૫ હજાર આવાસો બનાવવા માટે જોગવાઈ કરેલ છે. અગાઉ ફેઝ ૩,૪ અને ૫ નુ કામ પુર્ણ થતા તેની પ્રધાનમંત્રી આવાસ યોજના ડ્રો તારીખ ૩૦/૦૯/૨૦૨૨ ના રોજ યોજવામાં આવી જેની લાભાર્થીની યાદી તમે સુરત મ્યુનસિપાલીટીની ઓફીસીયલ વેબસાઈટ પર જઈ જોઈ શકો છો. ગુજરાત આવાસ યોજના ફોર્મ અને ઓનલાઈન અરજી માટે અમારુ આ આર્ટીકલ જોતા રહો.

આ પણ વાંચો :- સિલાઈ મશીન યોજના ફોર્મ 2023

PM Awas Yojana Gramin Documents

  • જમીનની અસલ નકલ
  • લાભાર્થીનો આવકાનો દાખલો
  • પાકું મકાન ન ધરાવતો હોવો જોઈએ તેનો 50 રૂપિયાનો સ્ટેમ્પ
  • કુટુંબના બધા સભ્યોની આધારકાર્ડ ની નકલ
  • ચૂંટણી કાર્ડ ની નકલ
  • બેન્ક ખાતા ની પાસબુક ની નકલ
  • અત્યારના રહેઠાણનો લાભાર્થી સાથે ફોટો
  • જો સંયુક્ત માલિકી માં જમીન હોય તો ભાગીદારોની ન વાંધા અંગેનું 50 ના સ્ટેમ્પ માં સોગંદનામું

પ્રધાનમંત્રી આવાસ યોજના માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

મિત્રો, તમે PM awas application online કરી શકો છો અને ઓફલાઈન પીએમ આવાસ નું ફોર્મ ભરી ને પણ કરી શકો છો. અહીં અમે પીએમ આવાસ યોજના ગ્રામીણ માટે અરજી કરવાની પ્રક્રીયાના ઓનલાઈન સ્ટેપ નીચે મુજબના છે.

  • સૌ પ્રથમ PMAY Yojana ની સત્તાવાર વેબસાઈટ pmaymis.gov.in પર જાઓ.
  • ત્યાં તમને મેનુબાર નીચે “સિટિઝન એસેસમેન્ટ” દેખાશે તેના પર ક્લિક કરો.
  • હવે જેના નામે અરજી કરવાની છે તેનું આધારકાર્ડ દાખલ કરો.
  • હવે નવા પેજ પર તમે રિડાયરેક્ટ થશે.
  • ત્યાં તમારે તમારી પર્સનલ માહિતી, બેંક ખાતાની વિગત અને આવકની વિગત ભરવાની થશે.
  • હવે તમારે PMAY Application Form Online સબમીટ કરતા પહેલા માહિતી ફરીથી ચકાશી લેવી.
  • હવે તમે માહિતીને સેવ કરીને તમને અરજી નંબર મળશે.
  • ફોર્મ પણ ડાઉનલોડ કરી નજીકના નાણાકિય સંસ્થા કે બેંક માં જઈ સબમીટ કરવાનું થશે.
  • સાથે જરુરી દસ્તાવેજો પણ જોડવાના રહેશે.

આ પણ વાંચો :- પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2023

પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ 2023 PM Awas Yojana Form

મિત્રો, પીએમ આવાસ યોજના ફોર્મ 2022 ની ડાઉનલોડ લીંક અમે અહી નિચે મુકેલ છે. ઉપર તમે PM આવાસ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે જોયું પરંતુ જો તમે ઓફલાઈન નજીકના CSC સેન્ટર પર જઈને અરજી કરવા માંગો છો તેના માટે નિચે આપેલ ફોર્મ ડાઉનલોડ કરવું મહત્વનું છે.

પ્રધાનમંંત્રી આવાસ યોજના ફોર્મ માહિતી માટે – અહીં ક્લિક કરો

પ્રધાનમંત્રી આવાસ યોજના ની યાદી – PMAY List 2023

PMAY List 2023 : જે લોકોએ તેમની અરજી જમાં કરાવી દીધી છે અને તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ માં પોતાનું નામ જોવા માગે છે તે નીચેના પગલા અધારીત માહિતી મેળવી શકશે.

  • સૌ પ્રથમ યોજનાની સત્તાવાર વેબસાઈટ pmayg.gov.in પર જાઓ
  • હવે હોમપેજ પર “‘સ્ટેકહોલ્ડર” મેનુ પર માઉસ રાખતા નિચે “IAY/PMAYG” વિકલ્પ પસંદ કરો
પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ
  • હવે નવું પેજ ખુલશે જેમાં તમારો નોધણી નંબર નાખી “Submit” બટન પર ક્લિક કરો.
  • હવે તમને માહિતી દેખાશે કે તમે PM Awas Yojana List માં આવો છો કે નહી.
  • જો તમારી પાસે નોધણી નંબર ના હોય તો “Advance Search” પર ક્લિક કરો.
  • હવે નવા પેજ માં તમારા નામ, BPL નંબર અને યોજના પસંદ કરી તમે યાદી માં તમારુ નામ સર્ચ કરી શકો છો.
  • આવી રીતે દરેક લાભાર્થી પોતાનું નામ પીએમ આવસ યોજનાના લિસ્ટ માં જોઈ શકે છે.

અરજીનું સ્ટેટસ – PM Awas Yojana Application Status Check

Pradhan mantri awas yojana status : જો તમારુ નામ પીએમ આવાસ યોજનાના લિસ્ટ માં નથી આવતુ અને તમે અરજી અગાઉ કરેલ છે, તો તમે તમારી PMAY ની અરજીનું સ્ટેટસ જાણાવા નિચેનાં સ્ટેપ ફોલોવ કરો.

  • સૌ પ્રથમ PMAY ની વેબસાઈટ પર જાઓ.
  • હવે તમને વેબસાઈટના હોમ પેજ પર “Citizens Assessment” તેના પર ક્લિક કરી.
  • હવે તમારે “Trach your Assessment Status” પર ક્લિક કરી નવા પેજ પર જાઓ.
  • નવા પેજમાં ૨ ઓપશન હશે એમા પ્રથમ “BY name, father name & Mobile Number” અને બીજો “BY Assessment ID”.
  • આ બંને માથી એક પસંદ કરી તમે અરજી સ્ટેટસ જોઈ શકો છો.
  • જેમાં પ્રથમ તમારુ નામ, પિતા નું નામ અને મોબાઈલ નંબર આધારીત તમે અરજીનું સ્ટેટસ જોઈ શકશો.
  • બીજા ઓપશન માં તમને મળેલ એપલીકેશન આઈડી અને મોબાઈલ નંબર આધારીત પીએમ આવાસ યોજના ઓનલાઈન સ્ટેટસ અને PMAY List 2023 જોઈ શકશો.

આ પણ વાંચો :- PM Kisan Status 2023

પ્રધાનમંત્રી આવાસ યોજના હેલ્પલાઇન નંબર

મિત્રો, અમે ઉપર Pradhan Mantri Awas Yojana 2023 ની સંપુર્ણ માહિતી સેર કરેલ છે, જો તમને હજુ પણ પીએમ આવાસ ને લગત કોઇપણ પ્રકારની માહીતી મેળવવા માગતાં હોવ તો તેમના હેલ્પલાઈન નંબર ની મદદથી તમે પીએમ યોજનાની ટીમ સાથે ડાયરેક્ટ કનેક્ટ થઈ શકો છો

પીએમ આવાસ હેલ્પલાઈન નંબર

  • 011-23060484
  • 011-23063620
  • 011-23063285

PMAY List 2023 Gujarat: FAQ’s

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોણ અરજી કરી શકે?

પીએમ આવાસ યોજના લાભ એવા લોકોને મળે છે જેમના પાસે રહેવા માટે છત નથી પછી ભલે તે BPL ધારક હોય કે ના હોય તે ધ્યાનમાં લેવાતું નથી.

PM Awas Yojana Gramin ની સત્તાવાર વેબસાઈટ કરી છે?

PM અવાસ ગ્રામીણ ની સત્તાવાર વેબસાઈટ https://pmayg.nic.in છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ માં તમારુ નામ કેવી રીતે જોવુંં?

PMAY List 2023 માં તમારુ નામ ચકાશવા તમે pmayg.giv.in પર જઈ “સ્ટેકહોલ્ડર’ પર ક્લિક કરો અને ‘IAY/PMAYG’ પસંદ કરો તમારા નોધણી નંબર ના મદદથી તમે પીએમ આવાસ ની યાદી જોઈ શકો છો.

જો વાર્ષિક આવક ૩ લાખ ઉપર હોય તો PMAY નો લાભ મળી શકે?

હા, અહી PMAY ની સબસીડી ને અલગ અલગ ભાગ માં વહેચેલ છે જેમાં જો તમારી આવક ૩ થી ૬ લાખ સુધી છે તો ૬.૫ ટકા સબસિડી આવી રીતે ૧૮ લાખ સુધીની આવક ધારક આ યોજનાનો લાભ મેળવી શકે છે.

About the author

Gujarat Info Hub

Leave a Comment