Police Bharti 2024: ગુજરાત પોલીસમાં 12000 જાગ્યાઓની ભરતી માટે સરકારે આપી લીલી ઝંડી, યુવાનો આજથીજ મહેનત કરવા લાગી જજો. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ હેઠળના પોલીસ વિભાગમાં 12000 જેટલી બંપર જગ્યાઓ માટે ભરતી કરવાની સરકારે લીલી ઝંડી આપતાં હવે પોલીસ ભરતી બોર્ડ ટૂંક સમયમાં જ ભરતી માટેનું નોટિફિફેશન જાહેર કરશે.
Police Bharti 2024
ગુજરાત રાજ્યમાં ખૂબ મોટી સંખ્યામાં પોલીસ ભરતી થવાને લીધે નોકરીની રાહ જોઈ રહેલા લાખો યુવાનો માટે સારા સમાચાર મળી રહ્યા છે. તે મુજબ પોલીસ વિભાગમાં વિવિધ પદો માટે ભરતી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. આ અગાઉ પણ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા મોટી સંખ્યામાં પોલીસ ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી ત્યારથીજ પોલીસ વિભાગમાં નોકરીની રાહ જોઈ રહેલા લાખો યુવા ભાઈ બહેનોએ પરીક્ષા માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી.
પોલીસ ભરતી માટેની વિવિધ જગ્યાઓની સંખ્યા :
ગુજરાત પોલીસ ભારતીબોર્ડ દ્વારા બીન હથિયારી કોન્સટેબલ ની 6600 જગ્યાઓ જેટલી મોટી સંખ્યામાં ભરતી કરવાની જાહેરાત થવાથી નોકરી વાંચ્છુ બેરોજગાર યુવાનો માટે સારા સમાચાર જાણવા મળી રહ્યા છે. જ્યારે હથિયારી કોન્સ્ટેબલની 3302 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવનાર છે.
આ ઉપરાંત રાજ્ય અનામત પોલીસ દળ (SRP )માં 1000 જગ્યાઓ માટે, જેલ સિપાહી ની 1013 જગ્યાઓ, જેલ મહિલા સિપાહીની 85 જગ્યાઓની પણ ભરતી થનાર છે.
પોલીસ સબ ઈન્સ્પેકટરની 472 જેટલી બંપર જગ્યાઓ ઉપર ભરતી કરવાના સમાચાર મળી રહ્યા છે. આ તમામ ભરતી માટે સરકાર દ્વારા નિર્ણય થતાં હવે ટૂક સમયમાં જાહેરાત આવી શકે છે.
પોલીસ ભરતી માટેની પરીક્ષા પધ્ધતિ :
- ગુજરાત પોલીસ ભરતી માટેની પરીક્ષા હવે નવા નિયમ મુજબ લેવામાં આવશે. લેખિત પરીક્ષા MCQ પધ્ધતિ અને બહુ વિકલ્પ પધ્ધતિ મુજબની રહેશે.
- અગાઉ દોડ માટે ઉમેદવારોને વધારાના ગુણ મળતા હતા તે પધ્ધતિ દૂર કરીને તેને બદલે દોડ નિયત સમયમાં પૂર્ણ કરવાની રહેશે. નિયત સમયમાં દોડ પૂર્ણ કરનારને લેખિત કસોટી આપવા દેવામાં આવશે. તેમજ અગાઉ ઉમેદવારના વજનને ધ્યાને લેવામાં આવતું હતું તે બાબત હવે રદ કરવામાં આવી છે.
- લેખિત કસોટીના અભ્યાસક્રમમાં પણ ધરમૂળથી ફેરફાર કરી દેવામાં આવ્યો છે. હવે કુલ 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે અને તેમાં બે પ્રશ્ન પત્રો રહેશે. તેમજ દરેક પ્રશ્ન પત્રના દરેક પાર્ટમાં પાસ થવા માટે ઉમેદવારોએ 40 % ગુણ પ્રાપ્ત કરવાના રહેશે.
- પ્રશ્નપત્ર 1 પાર્ટ A 100 ગુણ અને પાર્ટ B 100 ગુણનું રહેશે. ઉત્તીર્ણ થવા માટે દરેક પાર્ટમાં ઉમેદવારોએ 40 ટકા ગુણ પ્રાપ્ત કરવાના રહેશે.
- પ્રશ્નપત્ર 2 માં પાર્ટ A 70 ગુણ અને પાર્ટ B 30 ગુણનું રહેશે. પાર્ટ A અને પાર્ટ B માં ઉમેદવારે પાસ થવા 40 ટકા ગુણ મેળવવાના રહેશે.
- પ્રશ્ન પત્ર 1 નાં બંને વિભાગમાં 40 ટકા કરતાં ઓછા ગુણ ધરાવતા ઉમેદવારનું પેપર 2 ચકાસવામાં આવશે નહી.
- અગાઉના અભ્યાસ ક્રમ માંથી સાયકોલોજી,સોશ્યોલોજી,આઇ.પી.સી. એક્ટ, સી.આર.પી.સી.એક્ટ એવીડન્સ એક્ટ,ગુજરાત પોલીસ એક્ટ,પ્રિવેન્સન ઓફ એટ્રોસીટી એક્ટ,મોટર વ્હીકલ એક્ટ, ગુજરાત પ્રોહિબિશન એક્ટ અને પ્રિવેન્સન ઓફ કરપ્શન એક્ટ જેવા વિષયોને અભ્યાસક્રમ માંથી દૂર કરીને નવો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.
ઉમેદવારોને મળતા વધારાના ગુણ :
અગાઉ ઉમેદવારોને રક્ષા શક્તિ યુનિવર્સિટીના અભ્યાસનાં પરિણામને આધારે વધારાના ગુણ આપવામાં આવતા હતા. તેમાં સુધારો કરીને રક્ષા શક્તિ યુનિવર્સિટી ઉપરાંત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં મેળવેલ ગુણને બદલે કરેલ અભ્યાસના સમયગાળાને ધ્યાનમાં લઈ ગુણ આપવામાં આવશે.
પોલીસ ભરતી પસંદગી યાદી :
પોલીસ ભરતી માટેની પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારોએ લેખિત કસોટીમાં મેળવેલ ગુણ અને રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી અથવા ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં કરેલ અભ્યાસના સમયગાળા અનુસાર મેળવેલ ગુણનો સરવાળો કરી પસંદગીયાદી તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચો : ગુજરાત પોલીસ ભરતી નવા નિયમ જાહેર, પરીક્ષા પધ્ધતીમાં ધરખમ ફેરફાર